________________
તેજસ્વી તારક આચાર્યશ્રી નરેન્દ્રદેવજી - ૧૫૭ અમદાવાદથી કાશીમાં આકર્ષ્યા હતા અને પોતાનાં છપાતાં બૌદ્ધ લખાણોની પૂર્તિ અને શુદ્ધિ કરવાનું કામ તેમને જ ભળાવ્યું હતું, એમ મારું સ્મરણ છે.
આચાર્યજીએ ત્યાગનું જે ઉદાહરણ બતાવ્યું છે તે તો ઓર રોમાંચક છે. એમને મળતા માસિક વેતનમાંથી કુટુંબ માટે બહુ થોડો ભાગ બચતો. એમ તેમના સમીપ રહેતા એક વિશ્વાસી મિત્રે મને તે વખતે જ કહેલું.
આવો એક મહામના વિદ્યાવૃદ્ધ અજાતશત્રુ પુરુષ સ્થૂળ જીવનને સંકેલી લે ત્યારે એની ખોટ એ રાષ્ટ્રીય ખોટ છે. ગાંધીજીએ પોતાના આધ્યાત્મિક તેજથી જે ગ્રહો અને ઉપગ્રહોમાં તેજ પાથર્યું હતું એવા એક વિશિષ્ટ તેજસ્વી તારકનો અસ્ત થાય ત્યારે દેશ આઘાત અનુભવે એ સહજ છે. આપણે આચાર્યજીના ગુણોનું અને એમની નિઃસ્વાર્થ પ્રવૃત્તિનું અનુસરણ કરીને જ તેમનું ખરું સ્મરણ કરી શકીએ.
જૈન’, તા. ૨૫-૨-૧૯૫૬
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org