Book Title: Ardhya
Author(s): Sukhlal Sanghavi
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 157
________________ ૨૫. બાબુ દયાલચંદજીનાં કેટલાંક સંસ્મરણો તા. ૨૪-૧-૫૬ને રોજ થયેલ આગરાનિવાસી બાબુ દયાલચંદજી જોહરીના સ્વર્ગવાસની નોંધ સહૃદય શ્રી રતિલાલ દીપચંદ દેસાઈએ જૈનના ગયા અંકમાં લીધી છે. તેમણે બહુ જ ટૂંકમાં બાબુજીની વિશિષ્ટતાનો સંકેત કર્યો છે. શ્રી રતિભાઈ આગરામાં રહેલા તે દરમિયાન બાબુજી સાથે તેમનો પરિચય સધાયેલો એટલે તેમનું કથન ટૂંકું છતાં અનુભવમૂલક છે. હું મારા તેમની સાથેના લાંબા પરિચયની પણ એક વાત કહી શકું, પણ અત્રે બાબુજીનાં કેટલાંક સંસ્મરણો જરા વિગતથી નોંધું છું. તે બે દૃષ્ટિએ ઃ એક તો તે સંસ્મરણો મધુર અને બોધક છે અને બીજું ચડતી-ઊતરતી જીવનકળામાં પુરુષાર્થી વ્યક્તિ પોતાનું કાર્યસાતત્ય કેવી રીતે જાળવી રાખે છે તે. બાબુજીનો પરિચય લગભગ પચાસ વર્ષ ચાલ્યો. એની શરૂઆત અણધારી રીતે થઈ. સ. ૧૯૬૪ના બળબળતા ઉનાળામાં હું અને મારા મિત્ર વ્રજલાલજી કાશીથી આગરા આવી ચડ્યા. ફતેપુરસીકીને રસ્તે આગરા શહેરથી બે-એક માઈલ દૂર ઓસવાલોનો બગીચો છે. કહેવાય છે કે શ્રી હીરવિજયસૂરિ અકબરને મળવા ગયા ત્યારે એ જગ્યા ભેટમાં અપાયેલી. એ બગીચામાં મંદિર છે અને બીજાં મકાનો છે. સ્વર્ગવાસી સન્મિત્ર કપૂરવિજયજી મહારાજ ત્યાં બિરાજતા. અમે બંને મિત્રો મહારાજજીને મળવા ગયા અને ત્યાં જ બાબુજીનો ભેટો થયો. તેમણે પોતે હાથે રાંધેલ ખીચડીથી અમારું આતિથ્ય કર્યું અને અમારા વગર કહ્યું પણ કાંઈક અમારી મૂંઝવણ સમજી લઈ આપમેળે અમને પૂછ્યું કે તમે શું ઇચ્છો છો અને ક્યાં જવા ધારો છો ઈત્યાદિ. આ પ્રશ્નમાંથી અમારો તેમની સાથે સંબંધ બંધાયો અને અમે ચિરમિત્ર તથા ચિરસાથી બની ગયા. એ મિત્રતા કયા પાયા ઉપર બંધાઈ અને કયા કામમાં કે ઉદ્દેશમાં અમે સાથી બન્યા એ બહુ ટૂંકમાં જણાવું તેમાં જ બાબુજીના સંસ્મરણો આવી જાય છે, અને તે તેમના વ્યક્તિત્વને ઓળખાવવા પૂરતાં થઈ પડશે. મિત્રતાનો પાયો હતો વિદ્યાધ્યયન અમારે આગળ વધારવું અને તેમણે પોતાના મિત્રો સાથે મળી આર્થિક અને બીજી જવાબદારી લેવી તે. આ પાયા ઉપર અમે બે મિત્રો અને ચારેક બીજા વિદ્યાર્થીઓ એમ છ જણે કાશી ગંગાકિનારે અસ્સી – ભદૈની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186