________________
૨૨. એક બીજા મિસ્ત્રી
ત્રીજા અંકમાં ડૉ. હરિપ્રસાદે મિસ્ત્રી સોમનાથ ભૂધર વિષે માહિતી આપી છે. આજે તેવા જ એક બીજા મિસ્ત્રીની માહિતી પ્રસ્થાનના વાચકોને ભેટ કરવામાં આવે છે. આ ઉપરથી આપણા દેશ અને જાતિનો પ્રાચીન વારસો તેમજ એક વિષયની સતત લગની અને ઊંડાણ જે દરેકના જીવનમાં આવશ્યક છે, તે જોવામાં આવશે.
છેલ્લાં બે વર્ષ થયાં આ મિસ્ત્રીનો પરિચય મને થયો અને તે અનેકવાર. વિશેષતા એ હતી કે મિસ્ત્રી જ્યાં રહે છે, અને કામ કરે છે ત્યાં જ હું રહેતો હતો. આખા દિવસમાં ઘણીયે વાર સાથે બેસું અને તેઓની કારીગરી તથા પ્રાચીન અનુભવો વિષે પૂછું, પણ તે વખતે આ પરિચય લખવાની કલ્પના ન હતી તેથી કેટલીક બાબત રહી ગયેલી છે. હમણાં એક મિત્ર મારફત પુછાવી જાણી લીધી. તે ઉપરથી આ ટૂંક પરિચય લખું છું.
મિસ્ત્રીનું નામ નારાયણદાસ. તેમના બાપનું નામ ઘેલાભાઈ. તે જાતે વાંઝા સુતાર અને અસલથી જામનગરના રહેવાસી છે. નારાયણદાસની ઉંમર હમણાં ૭૦ વર્ષની છે. પરિવારમાં તેઓને ફક્ત એક પુત્રી છે. જે જૂનાગઢ તરફ રહે છે. એટલે અત્યારે તો વૃદ્ધ મિસ્ત્રી એકલા જ છે. તેઓને હૂંફ હોય તો ફક્ત પોતાની કારીગરીની જ. મેં વાતચીતમાં ક્યારેય તેઓની બીજા પુત્રઘેલા લોકોની પેઠે છોકરો ન હોવાની ફરિયાદ સાંભળી નથી. જ્યારે બેસો ત્યારે તેઓ પાસેથી કારીગરીની પ્રસન્ન વાતો સાંભળો.
આઠ વર્ષની ઉંમરે નારાયણદાસે પોતાના બાપ પાસે વાંસલો, કરવત અને સારડીનો પાઠ શરૂ કરેલો. ૧૩ વર્ષની ઉંમર થતાં તેઓએ એક બીજા મિસ્ત્રીને ગુરુ બનાવ્યા. એ મિસ્ત્રી જાતે ગુજર સુતાર – અને નામે કેશવજી કાનજી, જામનગરના જ રહેવાસી. આ મિસ્ત્રી પાસે નારાયણદાસે નકશીનું કામ શીખવા માંડયું. આ કામ તેઓ ર૩ વર્ષની ઉંમર સુધી શીખતા રહ્યા. અને પાંચ વર્ષની પૂર્વ તૈયારી તેમજ દશ વર્ષનો સતત યોગ, કુલ પંદર વર્ષના અભ્યાસને અંતે તેઓ નકશામાં નિષ્ણાત થયા; અને જીવનક્ષેત્રમાં પગ મૂક્યો. તેઓએ પોતાની પ્રથમ કૃતિ જામનગરમાં વ્રજનાથ મહારાજની હવેલીમાં બનાવી. એ કૃતિ તે રૂપાનો હિંડોળો, અને સોનાનું પારણું. આ કામ કરવામાં તેઓને માસિક ૧૫ રૂપિયા પગાર મળતો. ત્યારબાદ રાજકોટ દરબાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org