Book Title: Aptavani Shreni 14 Part 04
Author(s): Dipak Desai
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 7
________________ સમર્પણ અનંત જન્મોથી હતો “પોતે', પોતાના સ્વરૂપથી અજાણ, જ્ઞાની કૃપાએ જાણ્યો ખુદને, પામી જ્ઞાનામૃત રસ-લહાણ. દેહથી ભિન્ન “હું શુદ્ધ આત્મા', વર્તે પ્રતીતિ અખંડ દિન-રાત, પુરુષ પદે “હું જાગૃત આત્મા, પ્રકૃતિને શેય નિહાળું લગાતાર. અકર્તા, અક્રિય “હું જ્ઞાતા-દ્રષ્ટા, જ્ઞાયકને શેય ના સ્પર્શ લગાર, અસંગ, નિર્લેપ, નિર્વિકલ્પ આત્મા, સ્પષ્ટ અનુભવ થયો વીતરાગ. અગુરુ-લઘુ, અજન્મ, અપ્રતિબદ્ધ, સ્વપરિણામે નિરાલંબ સદાય, ગુણો અનંત ભિન્ન-ભિન્ન, સંયુક્ત સ્વભાવ પૂર્ણ પ્રકાશ.” આત્મા એ જ પરમાત્મા, એબ્સૉલ્યુટ અનંત ગુણધામ, અમર, અશ્રુત, અલખ-નિરંજન, જ્ઞાન-દર્શન-શક્તિ-સુખધામ. નિજગુણોની સમ્યક્ આરાધનાએ, અવ્યક્ત આત્મા વ્યક્ત થાય, અંશ અંશ કેવળજ્ઞાન પ્રકાશ, “બોધ બીજ’માંથી પૂનમ થાય. અવર્ણનીય, નિઃશબ્દ આત્મા, શબ્દોથી એને કેમ સમજાવાય ? નિગ્રંથ જ્ઞાની સંજ્ઞા-કૃપાએ, સ્વપદ સર્વાગે અનુભવાય. અનુભવનો નિચોડ જ્ઞાની જ્ઞાનતણો, અહીં શબ્દ શબ્દ સ્વરૂપાય, સમર્પણ “અહો આ “આપ્તવાણી”, જગકલ્યાણે સદા સોહાય.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 450