________________
અક્રમ વિજ્ઞાની પરમ પૂજ્ય દાદાશ્રીને ૧૯૫૮માં જ્યારે આત્માનો સંપૂર્ણ અનુભવ થયો, આત્માના સ્વરૂપ અને સ્વભાવ સ્પષ્ટપણે સમજાયા, ત્યારે એના પ્રત્યેક ગુણોને પૃથક પૃથક અનુભવવાના રહ્યા નહીં. સંપૂર્ણસર્વાગ અનુભવ થઈ પોતે તે રૂપ જ થઈ ગયા. પ્રત્યેક ગુણધર્મો સહિત આત્મા અનુભવમાં વર્તાયો. તેથી જ તેઓ આત્માના ગુણધર્મને, સ્વભાવને, સ્વરૂપને જેમ છે તેમ દૃષ્ટાંત સાથે વાણી દ્વારા સમજાવી શક્યા અને શ્રોતાને પણ એવું દેખાતું થાય એવી સમજ આપી શક્યા. આ જ અનુભવી જ્ઞાની પુરુષની વિશેષતા છે. આત્માના સ્પષ્ટ વેદનમાં પોતે વર્યા ને આપણને તે દશા પામવાનો સંપૂર્ણ માર્ગ ખુલ્લો કરી શક્યા.
તીર્થકર ભગવંતોએ જે આત્મા કેવળજ્ઞાનમાં અનુભવ્યો તે આત્મા જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદાશ્રીને પૂરેપૂરો સમજમાં આવ્યો, સર્વાશે અનુભવમાં આવ્યો ને થોડે અંશે કેવળજ્ઞાનમાં ઊણું રહ્યું. તેથી તેઓ પોતે આત્માના દ્રવ્ય-ગુણ-પર્યાયનું યથાર્થ વર્ણન આપી શક્યા. આ કાળમાં, આ ક્ષેત્ર આવા જ્ઞાની પુરુષ પાકવા તે અગિયારમું ધી આશ્ચર્ય છે “અસંયતિ પૂજા’ નામનું.
જ્ઞાની' એટલે પોતાના સ્વરૂપનું અને સ્વભાવનું જ ચિંતવન થયા કરવું. “સ્વરૂપ” એટલે “પોતે કોણ છે એ નક્કી થયું અને સ્વભાવ એટલે આત્માના ગુણધર્મ, એમાં જ રહ્યા કરે એનું નામ “જ્ઞાની.” “જ્ઞાની સ્વરૂપમાં જ રહે નિરંતર, સંસારમાં એક ક્ષણવાર પણ ના હોય !
“હું આત્મા છું' એ અને આ મારા ગુણધર્મો છે, એમ ચિંતવન થવું એટલે સ્વરૂપ અને સ્વભાવમાં રહેવું એ સ્વરમણતા છે. -દાદાશ્રી
કોઈ પણ વસ્તુ ઓળખવી હોય તો એના ગુણધર્મથી ઓળખાય. આત્મા તત્ત્વ છે, એને ઓળખવા એના ગુણધર્મ ઓળખવા પડે. અનંત ગુણોમાં મુખ્ય ગુણ-અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત શક્તિ, અગુરુલઘુ સ્વભાવ, અવિનાશી, અમર, અસંગ, નિર્લેપ આદિ છે.
અંશે અંશે ગુણ પ્રગટ થાય ત્યારે એને ગુણ કહેવાય. જ્યાં સુધી બારસ, તેરસ, ચૌદશ જેટલો પ્રગટ થયો હોય ત્યાં સુધી એ ગુણ કહેવાય અને પૂનમે પરિપૂર્ણ પ્રગટ ગુણ પોતે સ્વભાવમાં આવી ગયો કહેવાય.
10