Book Title: Aptavani 12 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 8
________________ પદ પામી મોક્ષે પહોંચી જવાશે, ગેરન્ટીથી ! એ ચાવી કઈ ? ભરેલા માલનો વિરોધ કર્યો એટલે તન્મયાકાર થવાની શક્યતા ઊડી. પછી ચંદુ જે કંઈ કરે, સારું કરે, ખરાબ કરે, કોઈ રૂપાળી સ્ત્રી જોઈને મહીંલી ટાંકણીઓ હાલી ઊઠે જેમ લોહચુંબક આગળ બને તેમ, તોય પણ તે ડિસ્ચાર્જ છે, પરમાણુઓનું ગલન જ છે, ‘મારું સ્વરૂપ ન્હોય’ એ અને આપણે વિરોધ કર્યો જ રાખવાનો. આટલી જાગૃતિમાં સતત રહેવાથી ચોક્કસપણે બધો માલ ખાલી થઈ જ જાય છે. અક્રમની આટલી સમજણ જેને કાયમ માટે ફીટ થઈ ગઈ, તે જ્ઞાનીઓની જેમ નિરંતર નિરાકુળતામાં, જીવનમુક્ત દશામાં આવાં કાળમાં પણ જીવે શકે છે ને મોક્ષને એક જ અવતારમાં પામી શકે છે. જે હકીકત છે. પૂજ્યશ્રીએ એક જગ્યાએ કહ્યું છે કે ચંદુભાઈ ખરાબ કામ કરે કે સારું કામ કરે, બન્નેને ‘જોયા’ કરો. કારણ કે જોનારાને દોષ નથી, ખરાબ-સારું નથી. જોનારો જ્ઞાન પ્રકાશ સ્વરૂપે છે. જેમ લાઈટને ફૂલ સુગંધિત કરતું નથી કે કાદવ ખરડતું નથી, દુર્ગંધ પેસાડતું નથી, તેમ આત્મા સારા-ખરાબ કામમાં નિર્લેપ છે. એટલે હું એવો નિર્લેપ છું, પણ ચંદુભાઈથી ખરાબ થઈ જાય તો તેને જુદું રાખીને પ્રતિક્રમણ કરાવવું અથવા ઠપકો આપવો. ચંદુભાઈ નિર્લેપ રહે તે ગુનો છે. આત્મા એટલે કે પોતે નિર્લેપ છે. એટલે આમ નિશ્ચયાત્મક વાણી ને વ્યવહારાત્મક વાણીનું સુંદર બેલેન્સ કર્યું છે. આમ કોઈ વાત એકાંતે નથી. મોક્ષે જવું હોય તો વ્યવહાર અને નિશ્ચય, રિલેટિવ અને રિયલ બન્ને પાસાં સરખા રહે તો જ શક્ય બને. આમાં દુરુપયોગ થાય તો લાભ ના મળે ને ખોટ જાય. વળી વ્યવહારમાં બધાં કર્મોને ડિસ્ચાર્જ કહ્યાં પણ અણહક્કનાં વિષયો, માંસાહાર, દારૂ – આ ત્રણનો નિષેધ કહ્યો છે. એ હશે ત્યાં સુધી મોક્ષની કે ધર્મની વાત ના હોય ત્યાં. એટલે સમગ્ર રીતે સમજે ત્યારે પ્રગતિ મંડાય તેમ છે, એકાંતે નહીં. ઘણી વાર વ્યવહાર પ્રથમ પછી નિશ્ચય એવું સમજીને મહાત્માઓ ફાઈલોનો નિકાલ કરવાનો તો કહ્યો જ છેને એમ કરીને સગવડીયું લઈને પોતાના એ ફાઈલ પ્રત્યેના મોહને છાવરે છે. આમ કરીને સત્સંગમાં આવવાનું ટાળે છે. દાદાએ ફાઈલ એટલે પોલીસવાળો દંડા મારીને માંસ ખવડાવે તો તેને ફાઈલ કહી.. આ તો ‘ગમે છે ને કરીએ છીએ' ને ફાઈલનો નિકાલ કરીએ છીએ, એમ કહીએ, તેને જ્ઞાનનો દુરુપયોગ થયો ગણાય. 13 પરમ પૂજ્ય દાદાશ્રીની અપૂર્વ વાણી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ને ભાવ અને નિમિત્તને આધીન સહજપણે નીકળેલી છે. સુજ્ઞ વાચકને ક્યાંક તેમાં ત્રુટિ કે વિરોધાભાસ લાગે, પણ હકીકતમાં જ્ઞાનીનું એકેય વેણ વિરોધાભાસવાળું ના હોય. મોક્ષમાર્ગ એ વ્યક્તિગત સિંચનનો માર્ગ છે. વ્યક્તિ વ્યક્તિની પ્રકૃતિને ખપાવવા તેની પ્રકૃતિનું જેમ છે તેમ સ્ક્રીનીંગની જેમ જોઈને પૂજ્યશ્રી તેને સમજણ ફીટ કરાવતા. એ એમની અજાયબ શક્તિ હતી ! પ્રસ્તુત ગ્રંથમાં જુદી જુદી પ્રકૃતિનું જુદું જુદું મારણ દેખાડ્યું છે ત્યાં કદાચ વિરોધાભાસ ભાસે ! જેમ સો દર્દીઓને તાવ એકસરખો જ ૧૦૪ નો હોય, પણ અનુભવી ડૉક્ટર દરેકને જુદી જુદી દવા આપે – કોઈને મેલેરિયાની, તો કોઈને ટાઈફોઈડની, તો કોઈને વાયરસની, તો કોઈને કિડની ઇન્ફેક્શનની ! સામાન્ય માણસને આમાં વિરોધાભાસ લાગે કે ના લાગે ?! પૂજ્યશ્રીએ ક્યારેક કોઈ વ્યક્તિએ ભારે ગુનો કર્યો હોય અને આમ સ્ટ્રોંગ માઈન્ડનો હોય તો તેને પોતે પોતાને જબરજસ્ત ઠપકો આપવાનો કહ્યો. તો વળી કોઈને કહ્યું, ‘ઠપકો આપવાની જરૂર નથી, પ્રતિક્રમણ કરી લેજે.’ તે બહુ સેન્સિટીવ કે ડિપ્રેસીવ નેચરનો હોય તેના માટે, નહીં તો બહુ ઠપકો આપે તો મેન્ટલ ડિપ્રેશનમાં જતો રહે ! વળી જ્ઞાનની ઉચ્ચ કક્ષાની વાતમાં કહ્યું છે કે જ્ઞાતા-દ્રષ્ટા રહે, તેને પ્રતિક્રમણેય ક૨વાની જરૂર નથી. હવે જ્ઞાતા-દ્રષ્ટા રહેવાતું ના હોય ને આ વાક્ય એકાંતે, સ્વચ્છંદે પકડીને ‘પ્રતિક્રમણ કરવાની જરૂર નથી મારે' કરીને ચાલે તો ક્યાં જઈને પડે એ ?! હજારો મહાત્માઓ સાથે વીસ વરસમાં ઠેકઠેકાણે નીકળેલી વાણીને ઝીલીને એક જ પ્રવાહમાં લાગે તેમ સંકલિત કરવાના પ્રયાસો થયા છે. સુજ્ઞ વાચકને ક્યાંય કંઈ ક્ષતિ લાગે તો તે સંકલનની ખામીને કારણે છે, નહીં કે જ્ઞાનીની વાણી ક્ષતિવાળી છે. જ્ઞાનીનું એક એક વાક્ય તો ત્રણે કાળે કોઈ છેકી ના શકે એવું હોય ! પૂજ્યશ્રીની વાણી સહજપણે ચરોતરી તળપદી ભાષામાં નીકળેલી છે. તેને જેમ છે તેમ જ રાખવામાં આવી છે, જેથી શ્રીમુખે નીકળેલી વાણીની વાસ્તવિકતા વિકૃતિ વિના જળવાઈ રહે. અને તેની મીઠાશ, તેની હૃદયભેદી અસરોની તો વાત જ કંઈ ઓર છેને ! એ તો જે માણે તે જ જાણે ! ડૉ. તીરુબહેત અમીત 14

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 253