________________
તે અમે બોનસમાં આપીએ છીએ. આજ્ઞા બરાબર સમજી લે, એના જેવું એકુંય નહીં. પછી તે સ્વયં હાજર થાય જ ! આજ્ઞા સંપૂર્ણ પાળતો હોય તો તેને દાદાને ય મળવાની જરૂર નથી. પણ મળવાનું એટલા માટે કે સ્પીડિલી બધાંનો ઉકેલ આવી જાય ! માટે જ્ઞાનીનો પરિચય રાખવો. તેમના સાનિધ્યમાં રહેવું અતિ અતિ જરૂરી છે ! એ જ મોક્ષ છે ! સત્સંગે ય શેના માટે કરવાનો ? આજ્ઞામાં રહેવાય તેના માટે. આ કળિયુગના કુસંગથી બચવા આશા એ વાડ છે. દાદાનું નિદિધ્યાસન કરવાથી દાદા ગમે ત્યાં હાજર થાય. આજ્ઞારૂપી ફલાયવ્હીલ ૧૮૦° સુધી ફેરવતાં જરા કષ્ટ પડે પણ ૧૮૧° એ પહોંચ્યું કે એની મેળે સડસડાટ ૩૬૦° પૂરા કરી નાખે, એના પોતાના જ ફોર્સથી ! આવું જ્ઞાન ને આવાં જ્ઞાની ફરી કોઈ અવતારે મળે તેમ નથી, માટે એમની પાંચ આજ્ઞામાં રહી કામ કાઢી લેવા જેવું છે ! કામ કાઢી લેવું એટલે શું ? પાસ એવી રીતે થાય કે કોઈને આજીજી ના કરવી પડે. માટે ખૂબ મહેનત કરો, સારી રીતે ભણો. આજ્ઞા પળાતી કેમ નથી ? પાછલાં કર્મોને કારણે. કર્મો ખપાવ્યા સિવાય અક્રમની રીતે આ જ્ઞાન મળી ગયું છે. આશા આત્માની રક્ષા માટે છે. કર્મના ઉદયો આજ્ઞામાં રહે, તેને હલાવી ના શકે ! આશા સો ટકા પાળે તે તો થઈ ગયો ભગવાન ! આજ્ઞા ચૂકાય તો તેનું તરત પ્રતિક્રમણ કરી લેવું, તોય પાસ થઈ જવાય ! આજ્ઞામાં રહે એટલે સંસારી કામો સહજભાવે ઉકલી જાય. ત્યારે ભાવિકો કહે, ‘દાદા, તમારી કૃપાથી થયું ' અરે, કૃપાથી નહીં, આજ્ઞા પાળી તેથી થયું ! કૃપા તો કો'ક દહાડો બહુ ભારે અડચણ હોય ત્યારે હોય ! આજ્ઞામાં રહે તેને શુદ્ધ ઉપયોગ રહ્યો કહેવાય અને એનાથી શુદ્ધ વ્યવહારમાં રહેવાય. દાદાશ્રી આજ્ઞા ચૂકનારાઓને લાલબત્તી ધરે છે કે “અમારી આજ્ઞામાં ના રહેતો હોય, એને ધીમે ધીમે પ્રકૃતિ ચઢી બેસે પછી.’ દાદાની કૃપાથી એને શાંતિ રહે, પણ તે બે-પાંચ વર્ષ સુધી રહે. પછી પ્રકૃતિ એ ખાઈ જાય. એટલે પ્રકૃતિ પોતાના સ્વરૂપ કરી નાખે.
- 17
આજ્ઞા ચૂક્યાની પારાશીશી કઈ ? મહીં તરત જ ગૂંગળામણ થવા માંડે. અંદરની સમાધિ તૂટે. આજ્ઞામાં રહે તેને તો આધિ, વ્યાધિ ને ઉપાધિમાં ય રહે સમાધિ ! જ્ઞાનીની આજ્ઞામાં રહીએ છતાં કંઈ વર્તાય નહીં તો ? તો એમાં જ્ઞાનીની જ ખામી ! અને આજ્ઞામાં ના રહે તો ત્યાં પોતાની જ ભૂલ ! પાછલું જ્ઞાન ગૂંચવી મારે છે, તે આજ્ઞામાં રહેવા દેતું નથી. જ્ઞાન મળ્યા પછી શુદ્ધાત્માનું ‘લક્ષ’ બેસી જાય છે, પણ આજ્ઞા ના પાળે તો તે “લક્ષ' ઊડી જાય. એટલું જ નહીં પણ ઊંધી જગ્યાએ જાય. સ્ત્રીઓને દાદાની ભક્તિ રહે એટલે એમને ઊંધે જવાનું જોખમ નહીં. એમને આજ્ઞા ને જ્ઞાન બહુ ના સમજાય. આજ્ઞા એ જ મુખ્ય છે. છતાંય આજ્ઞાથી બહાર ધર્મધ્યાન ને અંદર શુદ્ધાત્માની જાગૃતિથી શુક્લધ્યાન વર્તે. બધાંનો ઉકેલ તો આવશે. આજ્ઞા પાળે એનો બે-પાંચ ભવે મોક્ષ થાય જ અને ના પાળે તો વધારે અવતાર થઈ જાય. સૌથી વધારે આશાની કિંમત છે, જ્ઞાન કરતાંય. મહાત્માઓ માટે ટોપમોસ્ટ જાગૃતિ એટલે પાંચ આજ્ઞા પાળે તે. નહીં તો દાદા નિરંતર યાદ રહે છે. એમાં આજ્ઞામાં રહે તે પુરુષાર્થ છે. દાદા નિરંતર યાદ રહે, તેમાં શો પુરુષાર્થ ? એટલે આજ્ઞા એ જ સર્વશ્રેષ્ઠ છે ! જ્ઞાન લીધા વગર પાંચ આજ્ઞા પળાય ? દાદાશ્રી કહે છે, “ના, જ્ઞાન વિના તે શક્ય નથી.’ આજ્ઞા ના પાળે તેનો દોષ નથી લાગતો પણ મોક્ષફળ ગુમાવે. આજ્ઞામાં રહે તે સર્વ દુઃખોથી મુક્ત જ રહે ! દાદાની પાંચ આજ્ઞામાં આખા વર્લ્ડનું દોહન છે. તમામ ધર્મો, તમામ શાસ્ત્રો એમાં સમાઈ જાય છે ! કંઈ જ બાકી રહેતું નથી. પાંચ આશામાં પહેલી બે આજ્ઞા નિશ્ચયની છે ને બાકીની ત્રણ વ્યવહાર માટેની છે. દાદાશ્રીના દેહવિલય પછી ફોલોઅર્સનું શું ? એના ઉત્તરમાં પૂજ્યશ્રી કહે છે, “આપણે તો કાયમના દાદા ખોળી કાઢવાના. આ દાદાનો તો દેહ છૂટીય જાય. પાંચ આજ્ઞા આપી દીધી છે, પછી આપણને શું ? આજ્ઞા એ દાદા પોતે જ છેને !” પાંચ આજ્ઞાથી પ્રગતિ સ્પીડી અને ઐશ્વર્ય સહિત થાય ! જાતજાતની