Book Title: Aptavani 12 U Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 7
________________ સત્સંગમાં પ્રત્યક્ષ પ્રશ્નો પૂછીને પણ છોડવાનું નથી. ડીપ સ્ટડી(ઊંડો અભ્યાસ) કરવાનો છે. વાણી વાંચતાં અહો અહો અહો થઈ જાય છે ને જ્ઞાની પુરુષ' દરઅસલ કેવા હોય, તેની યથાર્થ સમજ ઊભી થઈ જાય છે. પોતાને કહેવડાવતા જ્ઞાનીઓ, શુષ્કજ્ઞાનીઓની વાણી સાથે દાદાની વાણી સરખાવતાં જ ખબર પડી જાય કે અસલી હીરા ને કાચમાં કેટલો ફરક ?!!! આવા એક્ઝક્ટ ફોડ આટલી સૂક્ષ્મતાની સચોટ સમજ ક્યાંય ખુલ્લી થયેલી જોવા મળતી નથી. ધન્ય છે આ અજોડ ‘જ્ઞાની પુરુષ'ને ! ‘ન ભૂતો ન ભવિષ્યતિ' એ સાર્થક કરે છે એમના અનુભવોને વાંચીને ! ઠેકઠેકાણે પોતે કઈ રીતે જાગૃતિમાં, શુદ્ધ ઉપયોગમાં, જુદાપણામાં તેમજ વીતરાગતામાં રહે છે, તેનાં અનુભવનું વર્ણન કર્યું છે. જે આપણને લક્ષ બંધાવામાં અને આપણે ક્યાં ભૂલ ખાઈએ છીએ, તે સમજવામાં દીવાદાંડી સમ બની રહે છે ! ત્યારે હૃદય અહો અહો'ના ભાવથી ભરાઈને પોકારી ઊઠે છે, ‘દાદા, ધન્ય છે તમને ! આ કાળના સર્વસ્વ રીતે હતભાગી લોકોને આપે આ અદ્ભુત આપ્તવાણી અપ મોક્ષની પ્રાપ્તિ અતિ અતિ અતિ સુલભ કરી દીધી છે !” આ કાળના અધ્યાત્મના શિખરે પહોંચેલાની સંપૂર્ણ અનુભવ વાણી વાંચતા, બીજી બધી કન્ફયુઝ કરનારી વાણી વાંચવાના ભારમાંથી મુક્ત કરી દે છે ને ‘દાદાવાણી’ હાથમાં આવતાં જ હાથ-પગ ને હૈયું થન થન નાચવા મંડી જાય છે !!! - મહાત્માઓને એક ખાસ લાલબત્તી ધરવાનું રોકી શકાતું નથી. પરમ પૂજ્ય દાદાશ્રીની વાણી વ્યવહારલક્ષી તેમજ નિશ્ચયલક્ષી, બન્નેની છે. હવે વાણીની સીમા એવી છે કે એટ એ ટાઈમ બે વ્યુ પોઈન્ટને ક્લિયર ના કરી શકે ! જેમ બિલિયર્ડમાં એક સ્ટ્રોકથી અનેક બોલ ગબ્બીમાં નંખાય તેમ અહીં વાણીથી નથી થઈ શક્ત. એટ એ ટાઈમ એક જ વાત નીકળે. તેથી જ્યારે નિશ્ચયની વાણી નીકળે છે ત્યારે ‘કેવળ આત્મમાં જ સ્થિર રહેવાને અર્થે કહેવામાં આવે છે કે ચંદુભાઈનું ગમે તેવું આચરણ બને, તોયે તમે શુદ્ધ જ છો શુદ્ધાત્મા જ છે. અને તે સિવાયના એકેએક પરમાણુઓ ‘ન્હોય મારાં', ડિસ્ચાર્જ જ છે, નવું ચાર્જ મહાત્માઓને થાય જ નહીં.” ઈ. ઈ. કહે છે. વાસ્તવિક્તામાં એ કરેક્ટ જ છે, પણ વ્યવહારની વાત આવે ત્યારે ચંદુભાઈને ‘કઈ જાગૃતિમાં રહેવું” તે પણ કહ્યું છે. આદર્શ વ્યવહાર કેવો હોય ? કોઈનેય ઘરમાં-બહાર ક્યાંય દુઃખરૂપ ના થાય તેવો ! કોઈને દુઃખ થાય તો ચંદુભાઈએ પ્રતિક્રમણ કરવું પડે. ત્યાં સત્ય હકીકત છે કે એ ચંદુભાઈનું ડિસ્ચાર્જ જ છે પણ ચંદુભાઈના સામી વ્યક્તિ માટેના રોંગ અભિપ્રાયને તોડવા, તેના પડઘા પ્યૉર કરવા ચંદુભાઈ પાસે પ્રતિક્રમણ કરાવવું ને ‘હું શુદ્ધાત્મા જ છું, મારે પ્રતિક્રમણ કરવાનું નથી પણ ચંદુએ તો કરવું જ પડે'. નહીં તો દુરુપયોગ થશે ને વ્યવહાર બગડશે ને જેનો વ્યવહાર બગડ્યો, તેનો નિશ્ચય બગડવાનો જ. હવે મહાત્માઓ દાદાની નિશ્ચયવાણી એકાંતે લઈ લે અગર તો વ્યવહારવાણી એકાંતે લઈ લે તો ઘણો ગોટાળો થઈ જશે અને ગાડી કર્યો ગામ જતી રહે, તેની ખબર ના રહે. અક્રમ વિજ્ઞાનનું તારણ ટૂંકમાં શું છે ? ‘હું શુદ્ધાત્મા જ છું', કેવળ જ્ઞાતા-દ્રષ્ટા જ છું અને જે પોતાના જીવનમાં બની રહ્યું છે એ પાછલો ભરેલો માલ નીકળી રહ્યો છે, એને ‘જોયા” કરવાનું છે. હવે ત્યાં ક્યાં ભૂલ થાય છે ? (૧) ભરેલો માલ છે તેની ખબર ના પડી તો પૂરી ખોટ. (૨) ખબર પડી એટલે જાણ્યું કે આ ભરેલો માલ છે પણ તેને જુદું જોયું નહીં તો પાર્શિયલ ખોટ. આમાં એ ભૂલને ચાલવા દે છે. વિરોધમાં પડતો નથી. એટલે એ જોવા-જાણવામાં ક્યારે ચૂકી જવાશે એ ખબર નહીં પડે. (૩) “હું શુદ્ધાત્મા છું' એ સિવાયનું જે કંઈ પણ નીકળે છે, ભરેલો માલ નીકળે છે. તેને જુદો જાણવાનો ને જોવાનો એટલું જ નહીં પણ સાથે સાથે આપણો પ્રજ્ઞા તરફથી સ્ટ્રોંગ વિરોધ હરસમયે હોવો જ જોઈએ કે “આ ખોટું છે, આ ના હોવું જોઈએ’ તો આપણે જીત્યા ને ભરેલો માલ ઘર ખાલી કરીને જાય. - ઘણીવાર ‘ભરેલો માલ છે' એમ જુદું જોયા કરે, જાણ્યા કરે પણ થોડીક જ વારમાં બુદ્ધિ અવળચંડી પાછી ક્યારે ભૂલથાપ ખવડાવી દેશે, તેની ખબર નહીં પડે. એટલે ખ્યાલમાં રહેશે કે આ ‘ભરેલો માલ” છે, પણ બુદ્ધિ ચલણમાં આવીને ખ્યાલને ખ્યાલમાં રહેવા દેવાને બદલે પોતે જ સર્વેસર્વા બની જશે. પરિણામે સૂક્ષ્મથી માંડીને સ્થૂળ સુધીના ભોગવટામાં મૂકી દેશે ! છતાંય આનાથી નવું ચાર્જ તો નથી જ થતું, પણ જૂનું પૂરું ડિસ્ચાર્જ થતું નથી ને આત્મસુખ હોઈએ છીએ એટલો સમય. આ બધામાંથી એક્ઝક્ટનેસમાં રહેવા આટલી સાદી, સરળ ને સહેલામાં સહેલી ચાવી વાપર્યા કરશે તો અક્રમની લિફટમાં સડસડાટ એકાવનારીPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 253