Book Title: Anandghanjini Udatta Tattvadrushti Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 4
________________ આનંદઘનજીની ઉદાત્ત તત્ત્વદષ્ટિ - ૩૨૭ પરમતત્ત્વને કોઈ રામ કહે, કોઈ રહેમાન કહે, કોઈ કૃષ્ણ (વિષ્ણુ) કહે, કોઈ મહાદેવ કહે, કોઈ પાર્શ્વનાથ કહે કે કોઈ બ્રહ્મા કહે, પરંતુ પોતાનામાં રહેલું ચેતન તત્ત્વ એ પોતે જ પરમતત્ત્વ છે, પરમાત્મા છે. રામ, રહેમાન ઇત્યાદિનો અર્થ ઘટાવતાં તેઓ એ જ પદમાં કહે છે : નિજ પદ રમે, રામ સો કહિયે, રહિમ કરે રહિમાન રી; કરણે કરમ કહાન સો કહિયે, મહાદેવ નિરવાણ રી. પરસેં રૂપ પારસ સો કહિયે, બ્રા ચીને સો બ્રહ્મ રી. ઇઠ વિધ સાધો આપ આનંદઘન, ચેતનમય નિઃકર્મ પી. આમ આનંદઘનજીએ પોતાની મૌલિક દૃષ્ટિથી રામ, રહેમાન ઇત્યાદિનો અહીં સુભગ સમન્વય કર્યો છે. જગતમાં વિવિધ ધર્મો અને સંપ્રદાયો છે. એ બધા વચ્ચે ક્યારેક વિવાદ સંઘર્ષ, વૈમનસ્ય થાય છે અને ક્યારેક યુદ્ધ અને સંહાર સુધીની સ્થિતિ પ્રવર્તે છે, પરંતુ જ્ઞાની મહાત્માઓ પાસે ઉદાર દૃષ્ટિથી એ સર્વને વિશિષ્ટ અર્થમાં ઘટાવીને આત્મસાત્ કરવાની અનોખી રીત હોય છે. એથી સંવાદ અને શાન્તિ સર્જાય છે. શ્રી આનંદઘનજી પણ એવી મહાન વિભૂતિ હતા. એમણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની વાતો તો કરી, પણ સાથે સાથે રહેમાન (રહિમાન)ની પણ વાત કરી એ એમની મૌલિકતા છે. આનંદઘનજીના સમયમાં ભારતના ઘણા ભાગમાં રાજ્યસત્તા મુસલમાનોની હતી. ઇસ્લામ ધર્મનો પ્રચાર બહુ વધી ગયો હતો. આર્યાવર્તમાં બહારથી આવેલા મુસલમાનોના વંશજ અને ધર્માતરિત થયેલા નવા મુસલમાનો – એમ એમની સંખ્યા ઉત્તરોત્તર વધતી ગઈ હતી. આનંદઘનજી જો બુંદેલખંડના વતની હોય તો એમના પ્રદેશમાં મુસલમાનોની ત્યારે બહુમતી હતી. આમ છતાં સમ્રાટ અકબરના શાસનને લીધે પ્રજામાં શાંતિ હતી. કોમી રમખાણો નહોતાં. ધાર્મિક વૈમનસ્ય કે અસહિષ્ણુતા નહોતાં, પરંતુ એકબીજાના ધર્મને સમજવાની પ્રામાણિક કોશિશ હતી, સચ્ચાઈભરેલી ભાવના હતી. મુસલમાનોએ રામાયણનો ફારસીમાં અનુવાદ કર્યો હતો અને વૈષ્ણવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9