Book Title: Anandghanjini Udatta Tattvadrushti Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 3
________________ ૩૨૯ જિનતત્વ આનંદઘનકે સંગ સુજસ હિ મિલે જબ, તબ આનંદ સમ ભયો સુજસ, પારસ સંગ લોહા જો ફરસત, કંચન હોત કી તાકે કસ. શ્રી યશોવિજયજીએ આનંદઘનજી માટે પોતાનો જે અહોભાવ દર્શાવ્યો છે, એ પરથી જણાય છે કે આનંદઘનજી એમનાથી વયમાં મોટા અને આત્મસાધનામાં આગળ વધેલા હતા. શ્રી યશોવિજયજી વિ. સં. ૧૭૪૩માં ડભોઈમાં કાળધર્મ પામ્યા હતા, એટલે આનંદઘનજી અઢારમા શતકના પૂર્વાર્ધમાં વિદ્યમાન હતા એ સુનિશ્ચિત છે. શ્રી આનંદઘનજીએ જે કૃતિઓની રચના કરી છે તે એટલી ગહનગંભીર છે કે એનું રહસ્ય, એનો પરમાર્થ પામવાનું સામાન્ય માણસ માટે સરળ નથી. એટલે જ શ્રી જ્ઞાનસારજીએ કહ્યું છે : બાળક બાંહ્ય પસારીને, કરે ઉદધિ વિસ્તાર, આશય આનંદઘનતણો, અતિ ગંભીર ઉદાર. નાનું બાળક બે હાથ પહોળા કરીને “દરિયો આટલો બધો મોટો હોય' એમ કહે એથી સમુદ્રનું માપ ન નીકળે, તેમ પોતાનાં કાવ્યોમાં શ્રી આનંદઘનજીને જે અભિપ્રેત છે તે એટલું ગંભીર અને ઉદાર, મોટું છે કે તેનો તાગ પામવાનું પૃથક્શન માટે ઘણું કઠિન છે. શ્રી આનંદઘનજીની પ્રત્યેક રચના પર સ્વતંત્ર વિવેચન થયું છે અને એમના સમગ્ર સાહિત્ય પર શોધપ્રબોધો લખાયા છે. એટલે અહીં એમની સમગ્ર કવિતાની છણાવટ ન કરતાં માત્ર એમની ઉદાર, ઉદાત્ત તત્ત્વદૃષ્ટિ વિશે થોડી વિચારણા કરીશું. શ્રી આનંદઘનજીએ જે પદો લખ્યાં છે તેમાં ગુરુકૃપા, સાધુસંગતિ, આત્મજ્ઞાન, સુધારસનો અનુભવ, સમતાની આરાધના, મમતાનો ત્યાગ ઇત્યાદિ ઉપર બહુ ભાર મૂક્યો છે. એમાં એમની વિશાળ, ઉદાર, ઉચ્ચ તત્ત્વદૃષ્ટિ જોવા મળે છે. એમણે ગાયું છે : રામ કહો, રહેમાન કહો, કોઉ કહાન કહો મહાદેવ રી: પારસનાથ કહો કોઉ બ્રહ્મા, સકલ બ્રહ્મ સ્વયમેવ રી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9