Book Title: Anandghanjini Udatta Tattvadrushti
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 6
________________ ૩૨૯ આનંદઘનજીની ઉદાત્ત તત્ત્વદષ્ટિ વિધિવિરંચિ વિશ્વભરુ, અષિકેશ જગનાથ, લલના. અથહર, અવમોચન, ધણી, મુક્તિ પરમપદ સાથ, લનના. એમ અનેક અભિધા ધરે, અનુભવગમ્ય વિચાર, લલના. જે જાણે તેહને કરે, આનંદઘન અવતાર, લલના. આત્માનુભવની ઊંચી દશામાં, અનુભવગમ્ય દશામાં જીવ સર્વ દર્શનોને પોતાનાં કરી શકે છે. એને કોઈ દર્શન સાથે વૈમનસ્ય કે પરાયાપણું નથી. અનેકાન્તદર્શન જગતના સર્વ ધર્મોને, જગતના સર્વ નયોને યોગ્ય રીતે ઘટાવીને તેનો સમન્ય કરે છે. વિસંવાદ નહીં પણ સંવાદ એનું જીવાતુભૂત લક્ષણ છે. જેઓની અનેકાન્ત દૃષ્ટિ સમુચિત રીતે ખૂલી ગઈ છે તેઓની પાસે જગતના કોઈ પણ ધર્મના તત્ત્વને ઘટાવીને, રૂપાંતરિત કરીને આત્મસાતુ કરવાની કલા સહજ હોય છે. એમને સમગ્ર વિશ્વ એક અખંડ પિંડરૂપ ભાસે છે કે જેમાં ક્યાંય પરસ્પર વિરોધ કે વિસંવાદ નથી. ભગવતીસૂત્રમાં કહ્યું છે કે સમ્યગુદષ્ટિ જીવને મિથ્યાશ્રુત પણ સમ્યકપણે પરિણમે છે અને મિથ્યાદૃષ્ટિ જીવને સમ્યગુશ્રુત પણ મિથ્યાપણે પરિણમે છે. ભગવાન મહાવીર પોતે ક્ષત્રિય હતા અને એમના બ્રાહ્મણ ગણધરો વેદવેદાન્તમાં પારંગત હતા. વળી, જૈન ધર્મની આરાધના કરવાની સર્વ કોઈને છૂટ હતી. વર્ણાશ્રમ કે જાતિવાદને જૈન ધર્મમાં આરંભથી જ સ્થાન નહોતું. એટલે જ જૈન સાધુ ભગવંતોની પાટ પરંપરામાં કેટલાયે આચાર્યો થઈ ગયા કે જેઓ બ્રાહ્મણ કુળમાંથી આવ્યા હતા. ભક્તામર સ્તોત્રમાં શ્રી માનતુંગાચાર્યે ગાયું છે : बुद्धस्त्वमेव विबुधार्चित बुद्धिबोधात्, त्वं शंकरोऽसि भुवनत्रय शंकरत्वात् । धातासि धीर शिवमार्गविधेर्विधानात्, व्यक्तं त्वमेव भगवन् पुरुषोत्तमोऽसि ।। અહીં શ્રી માનતુંગાચાર્યે ભગવાન ઋષભદેવને બુદ્ધ, શંકર, બ્રહ્મા અને પુરુષોત્તમ તરીકે ઓળખાવ્યા છે અને ક્યા અર્થમાં તેમને તે રીતે ઓળખાવી શકાય તે જણાવ્યું છે. અહીં સર્વ દર્શન માટેની સમન્વય દૃષ્ટિની પ્રતીતિ થાય છે. બુદ્ધ વગેરે નામ પ્રમાણે યથાર્થ ગુણવાળા તરીકે ઋષભદેવ ભગવાનને બતાવવાથી, એ પરંપરામાં રહેલી ક્ષતિઓનો સ્વાભાવિક રીતે પરિહાર થઈ જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9