Book Title: Anandghanjini Udatta Tattvadrushti
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 8
________________ આનંદથનજીની ઉદાત્ત તત્ત્વદૃષ્ટિ ૩૩૧ છે તેમને માટે પછી જીવનાં બાહ્ય કલેવર કે ધર્મનાં લેબલ આડે આવતાં નથી. તેઓ માત્ર મનુષ્ય જ નહીં, પણ તિર્યંચાદિ અન્ય ગતિના જીવોને પણ એ જ ‘સર્વ જીવ છે સિદ્ધ સમ'ની દૃષ્ટિથી જ જુએ છે. પૂર્વબદ્ધ કર્મના ઉદયના પરિણામે અન્ય ધર્મમાં જન્મેલા કે ઘોર પાપકૃત્યો કરનાર જીવો પ્રત્યે પણ તેઓ દ્વેષ રોષ કે ધૃણાના ભાવથી ન જોતાં એમની ભસ્થિતિનો વિચાર કરીને કરુણાના ભાવે ચિંતવે છે. જો શ્રી. આનંદઘનજી કહે કે, ‘મારે મન રામ અને રહેમાન સરખા છે.’ તો એમાં તેમની ઉદાર તત્ત્વદૃષ્ટિનું દર્શન થાય છે, પરંતુ કોઈ સામાન્ય માણસ જો એમ કહે કે ‘મારે મન રામ અને રહેમાન વચ્ચે કંઈ ફરક નથી’ તો એમાં એની અજ્ઞાનયુક્ત મિથ્યાદષ્ટિ કદાચ હોઈ શકે. યોગ્ય અધિકારની પ્રાપ્તિ વિના જો માણસ બંનેને સરખા ગણવા જશે તો સમય જતાં તે ભ્રમિત થઈ જશે, અતોભ્રષ્ટ તતોભ્રષ્ટ તે બની જશે. અને કદાચ કોમી વિખવાદનું નિમિત્ત બની જશે. કોઈ સામાન્ય હિંદુ કે સામાન્ય મુસલમાન એમ નહીં કહે કે રામ અને રહેમાનમાં કંઈ ફરક નથી. તે પોતાના ઇષ્ટદેવને જ મુખ્ય અને શ્રેષ્ઠ માનશે. કેટલાક તો બીજા ઇષ્ટ દેવનાં દર્શન કરવામાં કે એમનું નામ લેવામાં પણ પાપ સર્જે છે. દુનિયામાં લોકોનો મોટો વર્ગ આવી ચુસ્ત, સંકુચિત પરંપરાવાળો જ રહેવાનો. કોઈ એમ કહે કે, ‘દુનિયામાં બધા ધર્મો સરખા છે', તો પ્રથમ દૃષ્ટિએ આવું વિધાન બહુ ઉદાર, ઉમદા અને સ્વીકારી લેવા જેવું ગણાય. જગતમાં વિવિધ ધર્મો વચ્ચે સુસંવાદિતા, સુલેહ, સંપ, શાન્તિ, ભાઈચારા માટે આવી ભાવનાની આવશ્યકતા જણાય. આવી સામાન્ય વાત થતી હોય ત્યાં વ્યવહાર દૃષ્ટિએ એ સ્વીકારાય અને સંકલેશ, સંઘર્ષ કે વૈમનસ્ય ન થાય એ માટે એ ઇષ્ટ પણ ગણાય છે. પરંતુ જ્યાં થોડાક સમજુ, પ્રામાણિક, ખુલ્લા મનના વિચારકો બેઠા હોય અને વસ્તુસ્થિતિનો સ્વીકાર કરવામાં ક્ષોભ ન અનુભવાતો હોય તો ત્યાં કહી શકાય કે દુનિયામાં વિવિધ ધર્મોને વિવિધ દૃષ્ટિથી સ્થાન હોવા છતાં બધા ધર્મોને એકસરખા ન ગણી શકાય. જે ધર્મો જન્મજન્માંત૨માં માનતા ન હોય અને ઐહિક જીવનને વધુમાં વધુ સુખસગવડભર્યું બનાવવું જોઈએ અને એ રીતે જીવન ભોગપ્રધાન હોવું જોઈએ એવી માન્યતા ધરાવતા હોય તે ધર્મો અને જન્મજન્માંતરમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9