Book Title: Anandghanjini Udatta Tattvadrushti
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 1
________________ આનંદઘનજીની ઉદાત્ત તત્ત્વદૃષ્ટિ પોતાની થોડી પણ ઉત્કૃષ્ટ કાવ્યકૃતિઓ દ્વારા સમગ્ર ભારતની પ્રજામાં છવાઈ ગયેલા સંત કવિઓમાં વિક્રમના અઢારમા શતકના કવિ અધ્યાત્મયોગી શ્રી આનંદઘનજી મહારાજનું નામ પણ મોખરે છે. “બેર બેર નહીં આવે અવસર', “અબ હમ અમર ભયે ન મરેંગે', “ક્યા સોવે ઊઠ જાગ બાવરે', આશા ઓરન કી ક્યા કીજે ?”, “રામ કહો રહેમાન કહો', “યા મુગલ કા ક્યા વિસવાસા', “સાધો, સમતા રંગ રમીએ”, “અવધુ ક્યા માર્ગે ગુનાહીના”, “અવધૂ નામ હમારા રાખે”, “અબ ચલો સંગ હમારે ક્યાં વગેરે એમનાં પદો ઠેર ઠેર સતત ગુંજતાં રહ્યાં છે. એમની ચોવીસીમાંનાં “ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે', “પંથડો નિહાળું રે બીજા જિન તણો રે', “અભિનંદન જિન દરિશન તરસીએ”, “ધાર તલવારની સોહલી, દોહલી', “કુંથુજિન, મનડું કિમ હિન બાઝ” વગેરે સ્તવનો મંદિરોમાં ગવાતાં રહ્યાં છે. અવધૂત [અવ = સારી રીતે, નિશ્ચિતપણે ધૂત = ધોઈ નાખ્યાં છે, હલાવી નાખ્યાં છે, ખંખેરી નાખ્યાં છે (વર્ણાશ્રમનાં અને વ્યવહાર જગતનાં બંધનો) જેમણે ] એવા શ્રી આનંદઘનજીએ ચોવીસીનાં સ્તવનો અને એક સોથી અધિક પદો લખ્યાં છે. પરંતુ એમણે જે કૃતિઓની રચના કરી છે તે એવી સઘન, માર્મિક અને અનુભવની એરણે બરાબર કસાયેલી છે કે આટલી ઓછી રચનાઓથી પણ તેમણે ભારતીય સાહિત્ય – પરંપરામાં અનોખું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. આનંદઘનજીએ ગદ્યસાહિત્યની રચના કરી હોય એમ લાગતું નથી, કારણ કે એમની એવી કોઈ કૃતિ પ્રાપ્ત થતી નથી. એમણે જે પદ્યસાહિત્યની રચના કરી છે તેમાં મુખ્ય બે વિભાગ છે : (૧) સ્તવનો અને (ર) પદો. એમની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9