Book Title: Anandghanjini Udatta Tattvadrushti Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 2
________________ આનંદધનજીની ઉદાત્ત તત્ત્વદષ્ટિ ૩૨૫ ચોવીસીનાં છેલ્લાં બે સ્તવનોના કર્તૃત્વ વિશે મતાન્તર છે, એમનાં પદો ૧૦૮ જેટલાં મનાય છે, જેમાંનાં કેટલાંકનું કર્તૃત્વ સંદિગ્ધ છે. વિવિધ રાગરાગિણીમાં લખાયેલાં આત્મજ્ઞાનની મસ્તીથી સભર, આનંદધનજીની ચોવીસીનાં સ્તવનો પ્રેરક અને માર્ગદર્શક છે. એમાં વિષયવસ્તુનો ક્રમિક વિકાસ જોઈ શકાય છે. એમણે જૈન દર્શનના કેટલાક સિદ્ધાંતોને થોડા શબ્દોમાં માર્મિક રીતે વણી લીધા છે. એમાં પ્રયોજાયેલા પારિભાષિક શબ્દો અને ઉક્તિલાઘવને કારણે એમનાં કેટલાંક સ્તવનો અર્થની દૃષ્ટિએ કઠિન અથવા દુર્બોધ બન્યાં છે. શાસ્ત્રના જાણકાર કોઈ સમજાવે તો અર્થ વધુ સ્પષ્ટ થાય. આથી જ એમની હયાતીમાં અને ત્યાર પછી ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ, શ્રી જ્ઞાનવિમલસૂરિજીએ અને શ્રી જ્ઞાનસારજીએ આનંદનધનજીનાં સ્તવનો ઉપર ટબા લખ્યા છે. શ્રી જ્ઞાનસારજીએ આનંદઘનજીનાં સ્તવનો ઉપર ટબા લખ્યા છે. શ્રી જ્ઞાનસારજીએ તો એમનાં સ્તવનો ઉપર ચાલીસ વર્ષ સુધી મનન કર્યું અને પછી જીવનના અંતે ટબો લખ્યો હતો. શ્રી આનંદઘનજીએ દીક્ષા કોઈક ગચ્છમાં લીધી હશે. પણ પછી તેઓ ગચ્છની પરંપરામાં રહ્યા હોય એમ લાગતું નથી. સ્તવનોની સામગ્રી પરથી જણાય છે કે તેઓ શ્વેતામ્બર મૂર્તિપૂજક સમુદાયના હતા, પરંતુ એટલી મર્યાદા પણ એમને સ્વીકાર્ય નહોતી. તેઓ બધાંના થઈને રહ્યા હતા. એમણે પોતાની કોઈ કૃતિમાં પોતાના ગુરુમહારાજનો કે ગુરુપરંપરાનો ઉલ્લેખ કર્યો નથી. એમની કાવ્યકૃતિઓ લધુ પ્રકારની છે. એમાં રચનાસ્થળ કે રચનાસંવતનો ઉલ્લેખ નથી. એટલે તેમનો જન્મ ક્યાં થયો હતો, ક્યારે થયો હતો, દીક્ષા ક્યારે અને ક્યાં લીધી હતી, એમણે ચાતુર્માસ ક્યાં ક્યાં કર્યાં હતાં, એમનું આયુષ્ય કેટલું હતું ઇત્યાદિ વિશે કશી આધારભૂત માહિતી પ્રાપ્ત થતી નથી. કેટલીક અટકળો થાય છે. એમના વિશે કેટલીક દંતકથાઓ પણ પ્રચલિત છે. ભવિષ્યમાં એ વિશે વધુ સંશોધનને અવકાશ છે. આંતરબાહ્ય પ્રમાણો પરથી એટલું જરૂર તારવી શકાય છે કે તેઓ વિક્રમના અઢારમા શતકના પૂર્વાર્ધમાં વિદ્યમાન હતા. તેઓ અને ઉપાધ્યાય શ્રી યશોવિજયજીનું રાજસ્થાનમાં મિલન થયું હતું. આનંદઘનજીથી પ્રભાવિત થયેલા શ્રી યશોવિજયજીએ એ વિશે આઠ પદ રાજસ્થાની ભાષામાં લખ્યાં છે, જેમાંના એકમાં એમણે કહ્યું છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9