Page #1
--------------------------------------------------------------------------
________________
આનંદઘનજીની ઉદાત્ત તત્ત્વદૃષ્ટિ
પોતાની થોડી પણ ઉત્કૃષ્ટ કાવ્યકૃતિઓ દ્વારા સમગ્ર ભારતની પ્રજામાં છવાઈ ગયેલા સંત કવિઓમાં વિક્રમના અઢારમા શતકના કવિ અધ્યાત્મયોગી શ્રી આનંદઘનજી મહારાજનું નામ પણ મોખરે છે. “બેર બેર નહીં આવે અવસર', “અબ હમ અમર ભયે ન મરેંગે', “ક્યા સોવે ઊઠ જાગ બાવરે', આશા ઓરન કી ક્યા કીજે ?”, “રામ કહો રહેમાન કહો', “યા મુગલ કા ક્યા વિસવાસા', “સાધો, સમતા રંગ રમીએ”, “અવધુ ક્યા માર્ગે ગુનાહીના”, “અવધૂ નામ હમારા રાખે”, “અબ ચલો સંગ હમારે ક્યાં વગેરે એમનાં પદો ઠેર ઠેર સતત ગુંજતાં રહ્યાં છે. એમની ચોવીસીમાંનાં “ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે', “પંથડો નિહાળું રે બીજા જિન તણો રે', “અભિનંદન જિન દરિશન તરસીએ”, “ધાર તલવારની સોહલી, દોહલી', “કુંથુજિન, મનડું કિમ હિન બાઝ” વગેરે સ્તવનો મંદિરોમાં ગવાતાં રહ્યાં છે.
અવધૂત [અવ = સારી રીતે, નિશ્ચિતપણે ધૂત = ધોઈ નાખ્યાં છે, હલાવી નાખ્યાં છે, ખંખેરી નાખ્યાં છે (વર્ણાશ્રમનાં અને વ્યવહાર જગતનાં બંધનો) જેમણે ] એવા શ્રી આનંદઘનજીએ ચોવીસીનાં સ્તવનો અને એક સોથી અધિક પદો લખ્યાં છે. પરંતુ એમણે જે કૃતિઓની રચના કરી છે તે એવી સઘન, માર્મિક અને અનુભવની એરણે બરાબર કસાયેલી છે કે આટલી ઓછી રચનાઓથી પણ તેમણે ભારતીય સાહિત્ય – પરંપરામાં અનોખું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે.
આનંદઘનજીએ ગદ્યસાહિત્યની રચના કરી હોય એમ લાગતું નથી, કારણ કે એમની એવી કોઈ કૃતિ પ્રાપ્ત થતી નથી. એમણે જે પદ્યસાહિત્યની રચના કરી છે તેમાં મુખ્ય બે વિભાગ છે : (૧) સ્તવનો અને (ર) પદો. એમની
Page #2
--------------------------------------------------------------------------
________________
આનંદધનજીની ઉદાત્ત તત્ત્વદષ્ટિ
૩૨૫
ચોવીસીનાં છેલ્લાં બે સ્તવનોના કર્તૃત્વ વિશે મતાન્તર છે, એમનાં પદો ૧૦૮ જેટલાં મનાય છે, જેમાંનાં કેટલાંકનું કર્તૃત્વ સંદિગ્ધ છે.
વિવિધ રાગરાગિણીમાં લખાયેલાં આત્મજ્ઞાનની મસ્તીથી સભર, આનંદધનજીની ચોવીસીનાં સ્તવનો પ્રેરક અને માર્ગદર્શક છે. એમાં વિષયવસ્તુનો ક્રમિક વિકાસ જોઈ શકાય છે. એમણે જૈન દર્શનના કેટલાક સિદ્ધાંતોને થોડા શબ્દોમાં માર્મિક રીતે વણી લીધા છે. એમાં પ્રયોજાયેલા પારિભાષિક શબ્દો અને ઉક્તિલાઘવને કારણે એમનાં કેટલાંક સ્તવનો અર્થની દૃષ્ટિએ કઠિન અથવા દુર્બોધ બન્યાં છે. શાસ્ત્રના જાણકાર કોઈ સમજાવે તો અર્થ વધુ સ્પષ્ટ થાય. આથી જ એમની હયાતીમાં અને ત્યાર પછી ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ, શ્રી જ્ઞાનવિમલસૂરિજીએ અને શ્રી જ્ઞાનસારજીએ આનંદનધનજીનાં સ્તવનો ઉપર ટબા લખ્યા છે. શ્રી જ્ઞાનસારજીએ આનંદઘનજીનાં સ્તવનો ઉપર ટબા લખ્યા છે. શ્રી જ્ઞાનસારજીએ તો એમનાં સ્તવનો ઉપર ચાલીસ વર્ષ સુધી મનન કર્યું અને પછી જીવનના અંતે ટબો લખ્યો હતો.
શ્રી આનંદઘનજીએ દીક્ષા કોઈક ગચ્છમાં લીધી હશે. પણ પછી તેઓ ગચ્છની પરંપરામાં રહ્યા હોય એમ લાગતું નથી. સ્તવનોની સામગ્રી પરથી જણાય છે કે તેઓ શ્વેતામ્બર મૂર્તિપૂજક સમુદાયના હતા, પરંતુ એટલી મર્યાદા પણ એમને સ્વીકાર્ય નહોતી. તેઓ બધાંના થઈને રહ્યા હતા. એમણે પોતાની કોઈ કૃતિમાં પોતાના ગુરુમહારાજનો કે ગુરુપરંપરાનો ઉલ્લેખ કર્યો નથી. એમની કાવ્યકૃતિઓ લધુ પ્રકારની છે. એમાં રચનાસ્થળ કે રચનાસંવતનો ઉલ્લેખ નથી. એટલે તેમનો જન્મ ક્યાં થયો હતો, ક્યારે થયો હતો, દીક્ષા ક્યારે અને ક્યાં લીધી હતી, એમણે ચાતુર્માસ ક્યાં ક્યાં કર્યાં હતાં, એમનું આયુષ્ય કેટલું હતું ઇત્યાદિ વિશે કશી આધારભૂત માહિતી પ્રાપ્ત થતી નથી. કેટલીક અટકળો થાય છે. એમના વિશે કેટલીક દંતકથાઓ પણ પ્રચલિત છે. ભવિષ્યમાં એ વિશે વધુ સંશોધનને અવકાશ છે.
આંતરબાહ્ય પ્રમાણો પરથી એટલું જરૂર તારવી શકાય છે કે તેઓ વિક્રમના અઢારમા શતકના પૂર્વાર્ધમાં વિદ્યમાન હતા. તેઓ અને ઉપાધ્યાય શ્રી યશોવિજયજીનું રાજસ્થાનમાં મિલન થયું હતું. આનંદઘનજીથી પ્રભાવિત થયેલા શ્રી યશોવિજયજીએ એ વિશે આઠ પદ રાજસ્થાની ભાષામાં લખ્યાં છે, જેમાંના એકમાં એમણે કહ્યું છે :
Page #3
--------------------------------------------------------------------------
________________
૩૨૯
જિનતત્વ આનંદઘનકે સંગ સુજસ હિ મિલે જબ, તબ આનંદ સમ ભયો સુજસ, પારસ સંગ લોહા જો ફરસત,
કંચન હોત કી તાકે કસ. શ્રી યશોવિજયજીએ આનંદઘનજી માટે પોતાનો જે અહોભાવ દર્શાવ્યો છે, એ પરથી જણાય છે કે આનંદઘનજી એમનાથી વયમાં મોટા અને આત્મસાધનામાં આગળ વધેલા હતા. શ્રી યશોવિજયજી વિ. સં. ૧૭૪૩માં ડભોઈમાં કાળધર્મ પામ્યા હતા, એટલે આનંદઘનજી અઢારમા શતકના પૂર્વાર્ધમાં વિદ્યમાન હતા એ સુનિશ્ચિત છે.
શ્રી આનંદઘનજીએ જે કૃતિઓની રચના કરી છે તે એટલી ગહનગંભીર છે કે એનું રહસ્ય, એનો પરમાર્થ પામવાનું સામાન્ય માણસ માટે સરળ નથી. એટલે જ શ્રી જ્ઞાનસારજીએ કહ્યું છે :
બાળક બાંહ્ય પસારીને, કરે ઉદધિ વિસ્તાર,
આશય આનંદઘનતણો, અતિ ગંભીર ઉદાર. નાનું બાળક બે હાથ પહોળા કરીને “દરિયો આટલો બધો મોટો હોય' એમ કહે એથી સમુદ્રનું માપ ન નીકળે, તેમ પોતાનાં કાવ્યોમાં શ્રી આનંદઘનજીને જે અભિપ્રેત છે તે એટલું ગંભીર અને ઉદાર, મોટું છે કે તેનો તાગ પામવાનું પૃથક્શન માટે ઘણું કઠિન છે.
શ્રી આનંદઘનજીની પ્રત્યેક રચના પર સ્વતંત્ર વિવેચન થયું છે અને એમના સમગ્ર સાહિત્ય પર શોધપ્રબોધો લખાયા છે. એટલે અહીં એમની સમગ્ર કવિતાની છણાવટ ન કરતાં માત્ર એમની ઉદાર, ઉદાત્ત તત્ત્વદૃષ્ટિ વિશે થોડી વિચારણા કરીશું.
શ્રી આનંદઘનજીએ જે પદો લખ્યાં છે તેમાં ગુરુકૃપા, સાધુસંગતિ, આત્મજ્ઞાન, સુધારસનો અનુભવ, સમતાની આરાધના, મમતાનો ત્યાગ ઇત્યાદિ ઉપર બહુ ભાર મૂક્યો છે. એમાં એમની વિશાળ, ઉદાર, ઉચ્ચ તત્ત્વદૃષ્ટિ જોવા મળે છે. એમણે ગાયું છે :
રામ કહો, રહેમાન કહો, કોઉ કહાન કહો મહાદેવ રી: પારસનાથ કહો કોઉ બ્રહ્મા, સકલ બ્રહ્મ સ્વયમેવ રી.
Page #4
--------------------------------------------------------------------------
________________
આનંદઘનજીની ઉદાત્ત તત્ત્વદષ્ટિ
- ૩૨૭ પરમતત્ત્વને કોઈ રામ કહે, કોઈ રહેમાન કહે, કોઈ કૃષ્ણ (વિષ્ણુ) કહે, કોઈ મહાદેવ કહે, કોઈ પાર્શ્વનાથ કહે કે કોઈ બ્રહ્મા કહે, પરંતુ પોતાનામાં રહેલું ચેતન તત્ત્વ એ પોતે જ પરમતત્ત્વ છે, પરમાત્મા છે. રામ, રહેમાન ઇત્યાદિનો અર્થ ઘટાવતાં તેઓ એ જ પદમાં કહે છે : નિજ પદ રમે, રામ સો કહિયે,
રહિમ કરે રહિમાન રી; કરણે કરમ કહાન સો કહિયે,
મહાદેવ નિરવાણ રી. પરસેં રૂપ પારસ સો કહિયે,
બ્રા ચીને સો બ્રહ્મ રી. ઇઠ વિધ સાધો આપ આનંદઘન,
ચેતનમય નિઃકર્મ પી. આમ આનંદઘનજીએ પોતાની મૌલિક દૃષ્ટિથી રામ, રહેમાન ઇત્યાદિનો અહીં સુભગ સમન્વય કર્યો છે.
જગતમાં વિવિધ ધર્મો અને સંપ્રદાયો છે. એ બધા વચ્ચે ક્યારેક વિવાદ સંઘર્ષ, વૈમનસ્ય થાય છે અને ક્યારેક યુદ્ધ અને સંહાર સુધીની સ્થિતિ પ્રવર્તે છે, પરંતુ જ્ઞાની મહાત્માઓ પાસે ઉદાર દૃષ્ટિથી એ સર્વને વિશિષ્ટ અર્થમાં ઘટાવીને આત્મસાત્ કરવાની અનોખી રીત હોય છે. એથી સંવાદ અને શાન્તિ સર્જાય છે. શ્રી આનંદઘનજી પણ એવી મહાન વિભૂતિ હતા. એમણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની વાતો તો કરી, પણ સાથે સાથે રહેમાન (રહિમાન)ની પણ વાત કરી એ એમની મૌલિકતા છે.
આનંદઘનજીના સમયમાં ભારતના ઘણા ભાગમાં રાજ્યસત્તા મુસલમાનોની હતી. ઇસ્લામ ધર્મનો પ્રચાર બહુ વધી ગયો હતો. આર્યાવર્તમાં બહારથી આવેલા મુસલમાનોના વંશજ અને ધર્માતરિત થયેલા નવા મુસલમાનો – એમ એમની સંખ્યા ઉત્તરોત્તર વધતી ગઈ હતી. આનંદઘનજી જો બુંદેલખંડના વતની હોય તો એમના પ્રદેશમાં મુસલમાનોની ત્યારે બહુમતી હતી. આમ છતાં સમ્રાટ અકબરના શાસનને લીધે પ્રજામાં શાંતિ હતી. કોમી રમખાણો નહોતાં. ધાર્મિક વૈમનસ્ય કે અસહિષ્ણુતા નહોતાં, પરંતુ એકબીજાના ધર્મને સમજવાની પ્રામાણિક કોશિશ હતી, સચ્ચાઈભરેલી ભાવના હતી.
મુસલમાનોએ રામાયણનો ફારસીમાં અનુવાદ કર્યો હતો અને વૈષ્ણવ
Page #5
--------------------------------------------------------------------------
________________
૩૨૮
જિનતત્ત્વ ભક્તિકવિતા લખી હતી. હિન્દુઓ ફારસી શીખતા અને કુરાન વાંચતા. આથી જ આનંદઘનજીએ ગાયું : “રામ કહો, રહેમાન કહો.” જૈન કવિઓમાં ઇસ્લામ ધર્મને પણ આવરી લેતી સમન્વયની ભાવના પહેલીવાર આપણને શ્રી આનંદઘનજીમાં જોવા મળે છે. અત્યાર સુધી ષડ્રદર્શનની વાત હતી, જેમાં બૌદ્ધદર્શન અને ચાર્વાકુદર્શનનો પણ સમાવેશ કરવામાં આવતો હતો. ઉદારતાથી, વ્યાપક આત્મભાવનાથી આનંદઘનજીએ પોતાના કાળના સર્વ ધર્મોમાં રહેલા સારતત્વને સમકિતના રસથી રસાન્વિત કરીને. યોગ્ય પરિપ્રેક્ષ્યમાં ઘટાવીને, આત્મસાત્ કરી બતાવ્યું છે. હાલ તેઓ જો વિદ્યમાન હોત તો યહૂદી ધર્મ, ખ્રિસ્તી ધર્મ, શીખ ધર્મ વગેરેને પણ પોતાના કરી બતાવ્યા હોત. વસ્તુત: આનંદઘનજીની તત્ત્વદૃષ્ટિ એટલી ઉચ્ચ, ઉદાર અને ઉદાત્ત ભૂમિકાની
હતી.
શ્રી આનંદઘનજી મહારાજે એકવીસમા નમિનાથ ભગવાનના સ્તવનમાં ભારતીય દાર્શનિક પરંપરાના ષડ્રદર્શનોને જિનેશ્વર ભગવાનના અંગ તરીકે ઓળખાવ્યાં છે. એમણે ગાયું છે :
આ ષડૂ દર્શન જિન અંગ ભણજે, ન્યાસ ષડંગ જો સાધે રે,
નમિ જિનવરના ચરણ ઉપાસક, ષ દરશન આરાધે રે.
છએ દર્શનો જિનેશ્વર ભગવાનના જુદાં જુદાં અંગો છે. જે તે પ્રમાણે છએ દર્શનની સ્થાપના કરે છે અને નમિનાથ ભગવાનનાં ચરણ સેવે છે તે છએ દર્શનની આરાધના કરે છે.
આનંદઘનજીએ સાંખ્ય, યોગ, મીમાંસા, બૌદ્ધ, લોકાયતિક (ચાર્વાક) અને જૈન એમ છએ દર્શનોને અહી યુક્તિપૂર્વક ઘટાવ્યાં છે. આનંદઘનજીની વિશેષતા એ છે કે આ છ દર્શનમાં ચાર્વાક જેવા આત્મા અને પુનર્જન્મમાં ન માનનાર નાસ્તિક, ભૌતિકવાદી દર્શનને પણ સ્વીકારી લીધું છે. આ સમન્વયની ભાવના સમજવા જેવી છે.
એવી જ રીતે એમણે શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના સ્તવનમાં કહ્યું છે : શિવશંકર જગદીશ્વર, ચિદાનંદ ભગવાન, લલના. જિન, અરિહા, તીર્થકરું, જ્યોતિ સ્વરૂપ અસમાન, લલના. અલક નિરંજન વચ્છલું, સકલ જંતુ વિશરામ, લલના.
XXX
Page #6
--------------------------------------------------------------------------
________________
૩૨૯
આનંદઘનજીની ઉદાત્ત તત્ત્વદષ્ટિ
વિધિવિરંચિ વિશ્વભરુ, અષિકેશ જગનાથ, લલના. અથહર, અવમોચન, ધણી, મુક્તિ પરમપદ સાથ, લનના. એમ અનેક અભિધા ધરે, અનુભવગમ્ય વિચાર, લલના.
જે જાણે તેહને કરે, આનંદઘન અવતાર, લલના. આત્માનુભવની ઊંચી દશામાં, અનુભવગમ્ય દશામાં જીવ સર્વ દર્શનોને પોતાનાં કરી શકે છે. એને કોઈ દર્શન સાથે વૈમનસ્ય કે પરાયાપણું નથી.
અનેકાન્તદર્શન જગતના સર્વ ધર્મોને, જગતના સર્વ નયોને યોગ્ય રીતે ઘટાવીને તેનો સમન્ય કરે છે. વિસંવાદ નહીં પણ સંવાદ એનું જીવાતુભૂત લક્ષણ છે. જેઓની અનેકાન્ત દૃષ્ટિ સમુચિત રીતે ખૂલી ગઈ છે તેઓની પાસે જગતના કોઈ પણ ધર્મના તત્ત્વને ઘટાવીને, રૂપાંતરિત કરીને આત્મસાતુ કરવાની કલા સહજ હોય છે. એમને સમગ્ર વિશ્વ એક અખંડ પિંડરૂપ ભાસે છે કે જેમાં ક્યાંય પરસ્પર વિરોધ કે વિસંવાદ નથી.
ભગવતીસૂત્રમાં કહ્યું છે કે સમ્યગુદષ્ટિ જીવને મિથ્યાશ્રુત પણ સમ્યકપણે પરિણમે છે અને મિથ્યાદૃષ્ટિ જીવને સમ્યગુશ્રુત પણ મિથ્યાપણે પરિણમે છે.
ભગવાન મહાવીર પોતે ક્ષત્રિય હતા અને એમના બ્રાહ્મણ ગણધરો વેદવેદાન્તમાં પારંગત હતા. વળી, જૈન ધર્મની આરાધના કરવાની સર્વ કોઈને છૂટ હતી. વર્ણાશ્રમ કે જાતિવાદને જૈન ધર્મમાં આરંભથી જ સ્થાન નહોતું. એટલે જ જૈન સાધુ ભગવંતોની પાટ પરંપરામાં કેટલાયે આચાર્યો થઈ ગયા કે જેઓ બ્રાહ્મણ કુળમાંથી આવ્યા હતા. ભક્તામર સ્તોત્રમાં શ્રી માનતુંગાચાર્યે ગાયું છે :
बुद्धस्त्वमेव विबुधार्चित बुद्धिबोधात्, त्वं शंकरोऽसि भुवनत्रय शंकरत्वात् । धातासि धीर शिवमार्गविधेर्विधानात्,
व्यक्तं त्वमेव भगवन् पुरुषोत्तमोऽसि ।। અહીં શ્રી માનતુંગાચાર્યે ભગવાન ઋષભદેવને બુદ્ધ, શંકર, બ્રહ્મા અને પુરુષોત્તમ તરીકે ઓળખાવ્યા છે અને ક્યા અર્થમાં તેમને તે રીતે ઓળખાવી શકાય તે જણાવ્યું છે. અહીં સર્વ દર્શન માટેની સમન્વય દૃષ્ટિની પ્રતીતિ થાય છે. બુદ્ધ વગેરે નામ પ્રમાણે યથાર્થ ગુણવાળા તરીકે ઋષભદેવ ભગવાનને બતાવવાથી, એ પરંપરામાં રહેલી ક્ષતિઓનો સ્વાભાવિક રીતે પરિહાર થઈ જાય છે.
Page #7
--------------------------------------------------------------------------
________________
જિનતત્ત્વ
આ શ્લોકમાં તો પ્રમુખ ધર્મોની વાત થઈ, પરંતુ એની આગળના શ્લોકમાં ભારતમાં તત્કાલીન પ્રચલિત વિવિધ ધર્મધારાઓનો કે વાદોનો સમન્વય કરી લેતાં શ્રી માનતુંગાચાર્યે જે કહ્યું છે તેમાં શુદ્ધાત્માના સ્વરૂપને વિવિધ રીતે ઘટાવી શકાય છે.
૩૩૦
त्वामव्ययं विभुमचिंत्यमसंख्यमाद्यं,
ब्रह्माणमीश्वरमनंतमनंगकेतुम्
योगीश्वरं विदितयोगमनेकमेकं ज्ञानस्वरूपममलं प्रवदन्ति सन्तः ॥
[ હે પ્રભુ ! તમે આદિ, અવ્યય, અર્ચિત્ય, અસંખ્ય, વિભુ, બ્રહ્મ, ઈશ્વર, અનંત, અનંગકેતુ, યોગીશ્વર, વિદિતયોગ, અનેક, એક, જ્ઞાનસ્વરૂપ, અમલ, સંત છો. ]
શ્રી હરિભદ્રસૂરિ જન્મે બ્રાહ્મણ હતા અને વેદ-વેદાન્તના પ્રકાંડ પંડિત હતા. યાકિની મહત્તરાના સંપર્કમાં આવ્યા પછી એમણે જૈન ધર્મ અંગીકાર કર્યો હતો. આથી એમનામાં સમન્વયની ઉચ્ચ ભાવના અને તટસ્થ તત્ત્વદૃષ્ટિ વિકસી હતી. એટલે જ એમણે લખ્યું છે કે -
पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु । युक्तिमत् वचनं यस्य तस्य कार्यः परिग्रहः ।
એટલે જ શ્રી હરિભદ્રસૂરિએ ‘મહાદેવાષ્ટક' લખ્યું છે અને એમાં શંકર મહાદેવનું સ્વરૂપ કેવું હોવું જોઈએ તે બતાવ્યું છે. સિદ્ધરાજ જયસિંહ સાથે સોમનાથના શિવલિંગનાં દર્શન કરી, સ્તુતિ કરનાર શ્રી હેમચંદ્રાચાર્યે ‘મહાદેવસ્તોત્ર’માં લખ્યું છે :
भवबीजांकुर जनना रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ॥
[ ભવરૂપી બીજના અંકુરને જન્મ આપનારા રાગ વગેરે જેમના ક્ષય પામ્યા છે તે બ્રહ્મા હો, વિષ્ણુ હો, શિવ હો કે જિન હો, તેને હું નમસ્કાર કરું છું. ]
શ્રી માનતુંગાચાર્ય, શ્રી હરિભદ્રસૂરિ, શ્રી હેમચંદ્રાચાર્ય વગેરે મહાત્માઓની ઉચ્ચ, સમુદાર, ગરિમાયુક્ત પરંપરાને શ્રી આનંદધનજી અનુસર્યા છે.
જે જ્ઞાની મહાત્માઓ પ્રત્યેક જીવમાં રહેલા શુદ્ધ આત્મસ્વરૂપને નિહાળે
Page #8
--------------------------------------------------------------------------
________________
આનંદથનજીની ઉદાત્ત તત્ત્વદૃષ્ટિ
૩૩૧
છે તેમને માટે પછી જીવનાં બાહ્ય કલેવર કે ધર્મનાં લેબલ આડે આવતાં નથી. તેઓ માત્ર મનુષ્ય જ નહીં, પણ તિર્યંચાદિ અન્ય ગતિના જીવોને પણ એ જ ‘સર્વ જીવ છે સિદ્ધ સમ'ની દૃષ્ટિથી જ જુએ છે. પૂર્વબદ્ધ કર્મના ઉદયના પરિણામે અન્ય ધર્મમાં જન્મેલા કે ઘોર પાપકૃત્યો કરનાર જીવો પ્રત્યે પણ તેઓ દ્વેષ રોષ કે ધૃણાના ભાવથી ન જોતાં એમની ભસ્થિતિનો વિચાર કરીને કરુણાના ભાવે ચિંતવે છે.
જો શ્રી. આનંદઘનજી કહે કે, ‘મારે મન રામ અને રહેમાન સરખા છે.’ તો એમાં તેમની ઉદાર તત્ત્વદૃષ્ટિનું દર્શન થાય છે, પરંતુ કોઈ સામાન્ય માણસ જો એમ કહે કે ‘મારે મન રામ અને રહેમાન વચ્ચે કંઈ ફરક નથી’ તો એમાં એની અજ્ઞાનયુક્ત મિથ્યાદષ્ટિ કદાચ હોઈ શકે. યોગ્ય અધિકારની પ્રાપ્તિ વિના જો માણસ બંનેને સરખા ગણવા જશે તો સમય જતાં તે ભ્રમિત થઈ જશે, અતોભ્રષ્ટ તતોભ્રષ્ટ તે બની જશે. અને કદાચ કોમી વિખવાદનું નિમિત્ત બની જશે. કોઈ સામાન્ય હિંદુ કે સામાન્ય મુસલમાન એમ નહીં કહે કે રામ અને રહેમાનમાં કંઈ ફરક નથી. તે પોતાના ઇષ્ટદેવને જ મુખ્ય અને શ્રેષ્ઠ માનશે. કેટલાક તો બીજા ઇષ્ટ દેવનાં દર્શન કરવામાં કે એમનું નામ લેવામાં પણ પાપ સર્જે છે. દુનિયામાં લોકોનો મોટો વર્ગ આવી ચુસ્ત, સંકુચિત પરંપરાવાળો જ રહેવાનો.
કોઈ એમ કહે કે, ‘દુનિયામાં બધા ધર્મો સરખા છે', તો પ્રથમ દૃષ્ટિએ આવું વિધાન બહુ ઉદાર, ઉમદા અને સ્વીકારી લેવા જેવું ગણાય. જગતમાં વિવિધ ધર્મો વચ્ચે સુસંવાદિતા, સુલેહ, સંપ, શાન્તિ, ભાઈચારા માટે આવી ભાવનાની આવશ્યકતા જણાય. આવી સામાન્ય વાત થતી હોય ત્યાં વ્યવહાર દૃષ્ટિએ એ સ્વીકારાય અને સંકલેશ, સંઘર્ષ કે વૈમનસ્ય ન થાય એ માટે એ ઇષ્ટ પણ ગણાય છે. પરંતુ જ્યાં થોડાક સમજુ, પ્રામાણિક, ખુલ્લા મનના વિચારકો બેઠા હોય અને વસ્તુસ્થિતિનો સ્વીકાર કરવામાં ક્ષોભ ન અનુભવાતો હોય તો ત્યાં કહી શકાય કે દુનિયામાં વિવિધ ધર્મોને વિવિધ દૃષ્ટિથી સ્થાન હોવા છતાં બધા ધર્મોને એકસરખા ન ગણી શકાય.
જે ધર્મો જન્મજન્માંત૨માં માનતા ન હોય અને ઐહિક જીવનને વધુમાં વધુ સુખસગવડભર્યું બનાવવું જોઈએ અને એ રીતે જીવન ભોગપ્રધાન હોવું જોઈએ એવી માન્યતા ધરાવતા હોય તે ધર્મો અને જન્મજન્માંતરમાં
Page #9
--------------------------------------------------------------------------
________________ ૩૩ર જિનતત્ત્વ માનવાવાળા તથા ત્યાગવૈરાગ્ય પર ભાર મૂકનાર ધર્મો એ બંને પ્રકારના ધર્મોને એકસરખા કેવી રીતે ગણી શકાય ? આત્માના અસ્તિત્વમાં માનનાર ધર્મો અને આત્માના અસ્તિત્વમાં જ ન માનનારા ધર્મોને પણ એકસરખા કેમ માની શકાય ? પોતાના ધર્મના પ્રચાર માટે બીજાને મારી નાખવામાં પાપ નથી, બલકે મારનારને સ્વર્ગ મળે છે એમ માનનાર ધર્મ અને ધર્મના પ્રચારાર્થે કે અન્ય કોઈ પણ નિમિત્તે બીજાને મારી નાખનાર ભારે પાપ કરે છે એમ માનનાર ધર્મ એ બંનેને સરખા કેમ કહી શકાય ? એટલે જગતના બધા ધર્મો સરખા છે એમ કહેવું તે સૈદ્ધાન્તિક દૃષ્ટિએ યોગ્ય નથી. પોતાનાથી અન્ય એવો ધર્મ પાળનારા લોકો પ્રત્યે સમભાવ રાખવો એ એક વાત છે અને બધા ધર્મોને સરખા માનવાનું યોગ્ય નથી એ બીજી વાત છે. વૈચારિક ભૂમિકાની દૃષ્ટિએ આ ભેદરેખા આપણા મનમાં સ્પષ્ટ હોવી જરૂરી છે. જ્ઞાની મહાત્માઓ બ્રહ્મા કે વિષ્ણુ, રામ કે રહેમાનને એક ગણીને નમસ્કાર કરતા હોય એથી બધા જ એમ કરવા લાગે તો ઘણો અનર્થ થઈ જાય. ભગવાન બધે એક છે એમ કહીને અન્ય ધર્મમાં ચાલ્યા ગયેલા કેટલાય બાળજીવો પછી ભ્રમિત થઈ ગયા છે, ક્યારેક પ્રગાઢ મિથ્યાત્વમાં સરકી પડ્યા છે. જ્યાં સુધી પોતાનામાં શુદ્ધ આત્મદષ્ટિનો સરખો ઉઘાડ ન થયો હોય ત્યાં સુધી જીવે સાચવવા જેવું છે. આમાં ઉતાવળ કરવાનું કોઈ પ્રયોજન નથી. અનેકાન્તવાદની ચર્ચા કરવી તે એક વાત છે અને જીવનને સાચા અર્થમાં અનેકાન્તમય બનાવવું તે બીજી વાત છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વિના તે શક્ય નથી.