Book Title: Anandghan ni Atmanubhuti 08 Author(s): Kalyanbodhivijay Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 9
________________ આત્માનુભૂતિ - પુષ્પની રીત કોઈ નવી જ છે. કારણ કે નાક એની સુવાસ લઈ શકતું નથી, પણ કાન એની પ્રતીતિ કરે છે. ।।સાખી।। કે એક ગુરુ અને બે શિષ્ય... ત્રણેની પદયાત્રા ચાલી રહી છે. વચ્ચે એક બાગ આવ્યો. રસ્તો બરાબર તેની વચ્ચેથી થઈને જતો હતો. ગુલાબ, મોગરો, ચંપો... ચારે બાજુ સુવાસનું અદ્વૈત સામ્રાજ્ય ફેલાયેલું હતું. એક શિષ્યનું મન એ સુવાસ પ્રત્યે આકર્ષિત થઇ ગયું. બાગમાંથી પસાર થઇ ગયા પછી આ સુવાસ માણવા નહી મળે, એ વિચારે એની ચાલ ધીમી પડી ગઇ. બીજા શિષ્યને આ સુવાસમાં ભયાનકતા દેખાઈ ઇન્દ્રિયોની ગુલામી દેખાઇ. આ સુગંધ તો દુર્ગંધ કરતા ય બુરી છે, એવી સમજ સાથે તેણે ઝડપ વધારી, એક શિષ્ય પાછળ છે, બીજો આગળ છે અને ગુરુ તો પોતાની સ્વાભાવિક ચાલમાં મસ્ત બનીને ચાલી રહ્યા છે. બાગનો રસ્તો કપાઇ ગયો. થોડી વારમાં બંને શિષ્યો પૂર્વવત્ ગુરુની સાથે ચાલવા લાગ્યા. ત્યાં તો મોટો ઉકરડો આવ્યો. જ્યાં ગટરો ઉભરાતી હતી. આખા ગામની દુર્ગંધે જ્યાં ડેરો નાખ્યો હતો. કૂતરા, બિલાડી, ઉંદરના મડદાઓ જ્યાં માથુ ફાડી નાખે એવી બદબૂ ફેલાવતા હતા. અહીં પહેલા શિષ્યની ઝડપ વધી ગઇ. બીજો શિષ્ય થોડી મુશ્કેલીથી આ દુર્ગંધને સહન કરે છે અને ગુરુની સાથે સાથે ચાલવા પ્રયાસ કરે છે. અને ગુરુ તો પહેલાની જેમ જ પોતાની મસ્તીમાં ચાલી રહ્યા છે. પ્રસંગ નાનો છે, પણ વિરાટ વિશ્વની ત્રણ આત્મિક દશાને એ પોતાનામાં સમાવી લે છે. (૧) વિરાગ દશા (૨) રાગ દશા (૩) વીતરાગ દશા. અષ્ટાવક્રગીતામાં કહ્યું છે - Jain Education International विरक्तो विषयद्वेष्टा, रागी विषयलोलुपः । ग्रहमोक्षविहीनस्तु, न विरक्तो न रागवान् ।। વિરાગી વ્યક્તિ વિષયદ્વેષી છે. રાગી વિષયાસક્ત છે. પણ જેને હેયબુદ્ધિ કે ઉપાદેયબુદ્ધિ નથી, એ વિરાગી પણ નથી અને રાગી પણ નથી. એ તો હંમેશા માધ્યસ્થ્યભાવમાં રમણ કરે છે. ફૂલોની સુવાસમાં આકર્ષાઇ જવું એ રાગદશા... તે સુવાસમાં હેયબુદ્ધિનું અનુસંધાન કરવું તે વિરાગદશા... સુગંધ અને દુર્ગંધ બંનેમાં સમભાવ ધારણ કરવો... સર્વ સંયોગો પ્રત્યે પરમ ઔદાસીન્યને આત્મસાત્ કરવું, એનું નામ વીતરાગદશા. રાગદશા સંસારનું કારણ છે. જ્ઞાનગર્ભિત વિરાગદશા વીતરાગદશાનું કારણ છે. અને વીતરાગદશા એ મુક્તિનું કારણ છે, એટલું જ નહીં, બલ્કે એ જીવન્મુક્તિરૂપ છે. જ્યાં સુધી સંસાર છે, ત્યાં સુધી ઇન્દ્રિયો સાથે સંબંધ છે. જ્યાં સુધી ઇન્દ્રિયો સાથે સંબંધ છે, ત્યાં સુધી વિષયવેદન છે. પણ એ વેદનમાં રાગ-દ્વેષ કરવા... એ વિષયો સારા-નરસા લાગવા... એ વૃત્તિનો ત્યાગ કરવો જોઇએ. આચારાંગસૂત્રમાં કહ્યું છે - न सक्का गंधमग्घाउं, नासाविसयमागयं । रागदोसा उ जे तत्थ, ते भिक्खू परिवज्जए ।। ।। ૨-૩-૧૬ / ૧૨રૂ || નાસિકાનો વિષય બની ચૂકેલ ગંધનું વેદન ન થાય એ તો શક્ય નથી. પણ તેમાં જે રાગ-દ્વેષ છે, તેનો મુનિએ ત્યાગ કરવો જોઈએ. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ આ પાંચ વિષયોનું તો અનાદિ કાળથી For Private & Personal Use Only www.jalhelllbrary, orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32