Book Title: Anandghan ni Atmanubhuti 08
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 10
________________ | આપણે વેદન કરી રહ્યા છીએ. એ વેદનમાં વળી રાગ-દ્વેષને ભેળવીને આપણે જ આપણા આત્માને દુઃખી કર્યો છે. હવે એક નવલા વિષયનું વેદન કરવું છે. જે વિષયનું નામ છે આત્મા. એનું વેદન એટલે જ આત્માનુભૂતિ. આ વેદન ઇન્દ્રિયાતીત છે. માટે જ આ વેદન રાગ-દ્વેષથી મુક્ત છે. પરમ માધ્યશ્મની પરિણતિ વિના આ વેદન થવું શક્ય નથી. પ્રસ્તુત પદમાં આ વેદનને ફૂલની ઉપમા આપીને એક આશ્ચર્યજનક કલ્પના કરી છે. आतम अनुभव फूल की नवली कोउ रीत ભૌતિક વિષયો લૌકિક કક્ષાના હોય છે. જ્યારે આધ્યાત્મિક વિષયો લોકોત્તર કક્ષાના હોય છે. જીવમાત્ર પરિવર્તનપ્રિય હોય છે. તો ય કોણ જાણે કેમ... શબ્દ વગેરે જુના-પુરાણા વિષયોનો કંટાળાજનક એક સરખો ભોગવટો કરવા છતાં પણ જીવ હજી સુધી કંટાળ્યો નથી, તેનાથી ધરાયો નથી, હવે કાંઇક પરિવર્તન (change) જોઇએ છે, એમ એનું મન બંડ પોકારતું નથી. e આ સ્થિતિમાં પરમ કાણિક પદકાર પોતે જ નવલા વિષયની રજુઆત કરે છે... વત્સ ! મુકી દે આ અનાદિના એકના એક વિષયોની તૃષ્ણા. આજે આ એક નૂતન વિષયની તને ભેટ આપું છું. જે વિષય અનંત સંસારયાત્રામાં તદ્દન અપૂર્વ છે, અને પુરાણા વિષયો તેની આગળ સાવ જ તુચ્છ લાગે એવા છે. પાંચ ઇન્દ્રિયોના સર્વોત્કૃષ્ટ વિષયોનો સર્વકાલીન ભોગવટો જો કોઈ કરે, અને એને જે સુખ મળે, એના કરતાં પણ અનંતગણું સુખ તેને મળે કે જે એક ક્ષણ માટે આત્માનુભૂતિના આંશિક આનંદને માણે. ખરેખર પદના શબ્દો સચોટ છે. नवली कोउरीत. દર છ મહિને ઓફિસનું ઇન્ટરીયર ડેકોરેશન બદલી નાખનારાઓનો તોટો નથી. કપડાં, બૂટ, મનોરંજનના સાધનો, વાહન, ઘડિયાળ, પેન... બધું જ બદલતો રહીને પરિવર્તન (change) નો આનંદ માનતો માણસ વાસ્તવમાં પોતાના આત્માને છેતરે છે. જુનું ફર્નિચર પણ લાકડા વગેરે જડ વસ્તુનું બનેલું હતું. અને નવું ફર્નિચર પણ તેવું જ છે. માત્ર બાહ્ય આકાર વગેરેના પરિવર્તનથી વસ્તુમાં પરિવર્તન નથી થઇ જતું. | આગમસૂત્રો તો ત્યાં સુધી કહે છે, કે આપણે સંસારના સર્વ પુદ્ગલોનો અનેક રીતે અનેક વાર ભોગવટો કરી ચૂક્યા છીએ. ઇન્દ્રિયપરાજયશતકમાં કહ્યું છે – संसारचक्कवाले सव्वे वि य पुग्गला मए बहसो। आहरिया य परिणामिया य न य तेसिं तित्तोऽहं।।१८।। સંસારના આ ચકરાવામાં મેં સર્વ પુગલોનો ઘણી વાર આહાર કર્યો અને ખલ-રસરૂપે તેમને પરિણમાવ્યા. છતાં પણ હું તેમનાથી તૃપ્ત થયો નથી. તૃપ્તિ મળે પણ ક્યાંથી? પુદ્ગલાનુભૂતિના માર્ગે તૃપ્તિ છે. જ નહીં, તૃપ્તિ તો એક માત્ર આત્માનુભૂતિના માર્ગે છે. મુંબઈથી દક્ષિણ દિશામાં પ્રયાણ કરે, તે કદી દિલ્હી પહોંચે ખરો? આત્માનુભૂતિ નવલી જ છે, તેવું નથી, એ તો અનેક રીતે નવલી છે. એમાં વાસ્તવિક પરિવર્તન પણ છે, નવીનતા પણ છે, તો અપૂર્વ આનંદ પણ છે. આત્માનુભૂતિને ફૂલની ઉપમા આપી છે, તો હવે એ જ ઉપમામાં ‘નવલી રીત'ની સંગતિ કરે છે. नाक न पकरे वासना कान गहे परतीत allion Inm

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32