________________
is a fruitless effort effort for MAMATA
આત્મા અમર છે, એમણે તેની ઠાઠડીઓ કાઢી. આત્મા અનંત શક્તિમાન છે, એમણે તેને નિઃસત્ત્વ બનાવ્યો. આત્મા પરમજ્ઞાની છે, વિભાવોએ અને કર્મોએ તેને ઘોર અજ્ઞાની બનાવ્યો. આત્મા અનંત આનંદનો સ્વામી છે, એમણે તેને અનંત વાર નરકમાં ધકેલી દીધો. આત્માની કાળી કદર્થના કરવામાં વિભાવો અને કર્મોએ કોઈ કસર નથી છોડી. આજે અવસર મળ્યો છે એનાથી આત્માને મુક્ત કરવાનો. આત્માની મુક્તિનો આધાર છે આત્માનુભૂતિ. | ઉંદરો અને સસલાઓને દૂર કરવા માટે સિંહે યુદ્ધ કરવાની જરૂર ન હોય, સિંહ માત્ર જાગૃતિની પળમાં પ્રવેશ કરે, એટલું જ પૂરતું હોય છે. સિંહની આંખો ખૂલી નથી અને એ ક્ષુદ્ર પ્રાણીઓ ઉભી પૂંછડીએ ભાગ્યા નથી. આવી સિંહ જેવી સ્થિતિ છે આત્માની. તો પછી એ જાગૃતિને પામવામાં વિલંબ શા માટે?
अनुभव नाथ कुं क्युं न जगावे? આત્માનુભૂતિની ઉપેક્ષા શા માટે? આ પ્રશ્નનો જવાબ
છે મમતા. જીવને પોતાના શરીર, સંપત્તિ, પરિવાર વગેરે પર ખૂબ જ મમત્વ છે. એ માને છે કે આ બધું મને સુખી કરશે, અને એ જ કારણે એને આત્માનુભૂતિમાં સુખનો સ્ત્રોત દેખાતો નથી. પરિણામ સ્પષ્ટ છે- ‘આત્મા’ની અનુભૂતિ તો દૂર રહી, આત્માનું સ્મરણ કરવા પૂરતો ય એને અવકાશ રહેતો નથી.
બીજી બાજુ, જેને એ સુખનો સ્ત્રોત માને છે, એ તેને સુખ આપી શકતું નથી. ममता संग सोपाय अजागल-थनतें दुध दुहावे। | મમતાથી જેનો સંગ કર્યો છે, એ સંપત્તિ વગેરેને અહીં બકરીના ગળા પર રહેલા સ્તનની ઉપમા આપી છે. એ સ્તન માત્ર નામના હોય છે. કારણ કે એને દોહવાથી દૂધ મળી શકતું નથી. કદાચ કોઇ આખી જિંદગી તેને દોહવાનો પ્રયત્ન કરે, તો પણ તેને વ્યર્થ પરિશ્રમ સિવાય બીજું કાંઇ પણ મળી શકે નહીં. તે જ રીતે શરીર, ધન, પરિવાર પાસેથી સુખની આશા રાખીને કોઇ સમગ્ર જીવન તેમની પાછળ મચી પડે, તો પણ તેને સુખ મળી શકે નહીં, કારણ કે આ બધું ય બકરીના ગળાના સ્તન જેવું છે. જેને દોહવાથી ક્લેશ અને સંક્લેશ સિવાય બીજું કશું જ મળતું નથી. શમોપનિષમાં કહ્યું છે -
दुग्धो वृथैव वृषभो नु पयःस्पृहेण, सम्पीलिताऽपि सिकता ननु तैलहेतोः। सौख्याशयाऽऽश्रितवतेह मया परौघं, स्वात्मन्यथ सुखमये नितरां निलीये।।
મને દૂધ જોઈતું હતું, અને તેના માટે મેં બળદને દોહ્યો. મને તેલ જોઇતું હતું અને તેના માટે મેં રેતીને ખૂબ પીલી. આવી મૂખાર્મી મેં કરી, કારણ કે સુખની ખાતર હું ‘પર’ના પનારે પડ્યો. પણ હવે મારી આંખો ઉઘડી ગઈ છે. સુખ પુગલમાં નથી, પણ આત્મામાં જ છે એનું મને ભાન થયું છે. અને હવે હું મારા આત્મસ્વરૂપમાં જ નિલીન થાઉં છું. જે અત્યંત સુખમય છે.
|
દ - -
)
૩
ale Fersonal use only