Book Title: Anandghan ni Atmanubhuti 06
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 21
________________ યોગ એ અંગી છે. આ આઠ તેના અંગ છે. શરીરમાંથી તેના અંગો બાદ કરો તો શું બચે? અંગોનો સમુદાય એ જ તો શરીર છે. એ જ રીતે આ અંગોનો ગણ એ યોગ છે. યોગના પ્રથમ સોપાન તરીકે અહીં ચમ-નિયમની પ્રરૂપણા કરી છે, તે સદા ય સ્મરણીય છે. આજે આસનોના ક્ષેત્રે સુદીર્ઘ અભ્યાસો થાય છે. પ્રાણાયામના સાધકો દિન-પ્રતિદિન વધતા જાય છે. ધ્યાન અને સમાધિની શિબિરો પણ હવે ઠેક ઠેકાણે થવા લાગી છે. પણ પાયાનું શું? એ પ્રશ્ન ખૂબ ગંભીર છે. એક શહેરમાં એવી માન્યતા હતી કે બપોરે બાર વાગે એટલે સરદારજીઓની બુદ્ધિ જતી રહે. આશ્ચર્ય તો એ વાતનું હતું કે ખુદ સરદારજીઓએ પણ એ માન્યતાને અપનાવી લીધી હતી. એક વાર તેમણે નક્કી કર્યું, કે શહેરના ટાવરની ઘડિયાળમાં બાર ન વાગવા દેવા. ૧૧ વાગે બધા ત્યાં ભેગા થયા. જન્માષ્ટમીની મટકીની યાદ અપાવે એમ એક ઉપર એક ચડવા લાગ્યા. ખાસ્સા સમય પછી નીચે વાળો એક સરદારજી થાક્યો. બૂમ મારીને એણે પૂછ્યું, “મી વિસ્તરે વાવ હૈ?”” ઉપરથી જવાબ મળ્યો, ‘વરસ, સિર્ફ gવ.” સરદારજી કહે, “તો મેં ના રહૂ હૂં” કહેવાની જરૂર નથી કે પછી એ માનવ-મહેલ કડડડભૂસ થઈને પડી ગયો. શિખર ઉત્કૃષ્ટ છે એમાં કોઈ શંકા નથી. પણ એનો ઉત્કર્ષ પાયાને કારણે છે, એ સમજવું જરૂરી છે. સમાધિ પ્રકૃષ્ટ છે, એની ના નથી, પણ એની આધારશિલા છે યમ અને નિયમ. ક્રમનું ઉલ્લંઘન કરીને જેઓ અક્રમ-ચક્રમમાં ફસાય છે, તેઓ આત્મવંચના કરે છે. મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે તો સ્પષ્ટ કહ્યું છે... सुद्धं झाणं कओ तेसिं? જેઓ હિંસા, પરિગ્રહ વગેરે પાપોમાં ડુબેલા છે, તેમને શુદ્ધ ધ્યાન શી રીતે થઇ શકે? જો આગની અંદર ફૂલ તાજું ને મહેકતું રહી શકે, તો પાપોમાં પરાયણ રહેનારને ધ્યાન અને સમાધિની પ્રાપ્તિ થઈ શકે. માટે ક્રમશઃ આ યોગ-અંગોને આત્મસાત્ કરવા માટે પ્રયાસ કરવો જોઇએ. અંતિમ બે કડીઓમાં આ જ આઠ અંગોનું સ્વરૂપ સ્પષ્ટ કરાયુ છે. Successful journey of soul to Super Soul. (la

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32