________________
Fર કમ
'
&NE 2
જે વહ ?
કિ હાલ
'
Fક
/
htte)
ધ્યાન - સમાધિને અનુકૂળ અવસ્થાનું સર્જન થાય, એવું આસન કરવું જોઇએ. હવે પ્રાણાયામનું સ્વરૂપ કહે છે -
रेचक पूरक कुम्भक सारी પ્રાણાયામમાં ત્રણ તબક્કા છે. (૧) રેચક - જેમાં પેટમાં રહેલા પવનને અતિ પ્રયત્ન દ્વારા બહાર કાઢવામાં આવે છે. (૨) પૂરક – જેમાં બહારના વાયુને આકર્ષીને ઉદરમાં ભરવામાં આવે છે. (૩) કુંભક – જેમાં બહારના અને અંદરના બંને વાયુનો નિરોધ કરીને તેને નાભિકમળમાં સ્થિર કરવામાં આવે છે. | પ્રાણાયામથી વ્યાકુળતા થાય છે. માટે જિનપ્રવચનમાં તેનો નિષેધ છે. જે રીતે યોગસમાધિ થાય તેવી જ પ્રવૃત્તિ કરવી જોઇએ, એવો જિનાગમનો સ્પષ્ટ મત છે. (આવશ્યક-નિર્યુક્તિ આગમસૂત્ર ગાથા-૧૫૧૦) હા, જીવોની યોગ્યતા અનેક પ્રકારની હોય છે. માટે જે જીવને પ્રાણાયામથી ઇન્દ્રિયનિયંત્રણ થાય, તે જીવ માટે પ્રાણાયામ ઉપયોગી છે. બાકી સમષ્ટિગત વિચાર કરીએ તો પ્રાણાયામના સ્થાને ભાવપ્રાણાયામ કરવો જોઇએ. મહોપાધ્યાયજી યશોવિજયજી મહારાજાએ ભાવપ્રાણાયામની અદ્ભુત પરિભાષા સમજાવી છે -
____ रेचनाद् बाह्यभावाना-मन्तर्भावस्य पूरणात्। कुम्भकस्तम्भवृत्तिश्च प्राणायामस्त्रिधेत्ययम्।।द्वात्रिंशिका२२-१७।।
ભાવપ્રાણાયામની ત્રણ ભૂમિકા - (૧) રેચન એટલે ખાલી થવું. બાહ્ય ભાવોનો ત્યાગ કરીને
ખાલી થવું જોઈએ. (૨) પૂરણ એટલે ભરાવું. વિવેક વગેરે ગુણોથી પૂર્ણ થવું જોઇએ. (૩) કુંભન એટલે સ્થિરીકરણ. આત્મજ્ઞાન આદિ ગુણોને
અસ્થિમજ્જા કરવા દ્વારા તેમને સ્થિર A 2 ) કરવા જોઇએ.
જ્ઞાનસારના શબ્દો યાદ આવે છે - થી 8 ) પૂf: જૂતામેતિપૂર્યમાળતુ હીતે (૧-૫) દ્વાજ, જિ
બાધભાવોથી જે શૂન્ય બને છે, તે છે તે આંતરભાવોથી પૂર્ણ બને છે. જે બાહ્યભાવોથી પૂર્ણ બને છે, તે આંતરભાવોથી હાનિ પામે છે. ભાવપ્રાણાયામની આ અદ્ભુત ભૂમિકાઓ સર થાય એટલે મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત થાય છે. આ વિજય એ જ પ્રત્યાહારની સફળતા છે.
मन इंद्री जयकारी એક માન્યતા એવી છે કે ઇન્દ્રિયોને સાવ જ છુટ્ટી મકી દેવી જોઇએ. એ જ્યાં આકર્ષાતી હોય ત્યાં જવા દેવી જોઈએ. એને જે જોઈએ એ આપવું જોઇએ. એનાથી સમાધિ પ્રાપ્ત થાય છે.
આ માન્યતા એવું અર્ધસત્ય છે, કે જે અસત્ય કરતા પણ ભયંકર છે. ઇન્દ્રિય-તુષ્ટિકરણથી અલ્પકાલીન તુચ્છ સુખ મળે. એને દ્રવ્યસમાધિ કહેવાય. એવી સમાધિથી આત્માને કોઇ લાભ નથી. એ ક્ષણિક સુખ તો દીર્ઘકાલીન સંક્લેશોને અને દુઃખોને લાવનારું છે.
| વાસ્તવિક સમાધિ મેળવવી હોય તો ઇન્દ્રિય અને મન ઉપર વિજય મેળવ્યા વિના છૂટકો નથી. આ વિજય તો જ મળે, કે જો પ્રત્યાહાર દ્વારા ઇન્દ્રિયોને વિષયોથી પાછી ખેંચવામાં આવે. મનને આત્મામાં વિલીન કરી દેવામાં આવે. આ અવસ્થા પછી જ પરાકાષ્ઠાની આત્મસાધના શક્ય બને છે. આ જ આત્મસાધનાનું શબ્દચિત્ર અંતિમ કડીમાં રજુ થઇ રહ્યું છે.