Book Title: Anandghan ni Atmanubhuti 02
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 17
________________ ઉપયોગ કરતો હોય, એવું બની શકે છે. ચોક્કસમાં ચોક્કસ સમય બતાવતી હોય, તેવી ઘડિયાળ રાખનાર વ્યક્તિ પણ બિસ્કુલ ચોક્કસાઇ વિનાનું જીવન જીવતી હોય, તે શક્ય છે. ટૂંકમાં સારી ઘડિયાળ કે સમયનું ચોક્કસ જ્ઞાન આલ્કલ્યાણ કરવામાં ઉપયોગી થતું નથી. આત્મકલ્યાણ તો કરે છે આંતરિક ઘડિયાળ અને તેના દ્વારા થતું અકળ કેળાનું જ્ઞાન. अकल कला घट में घरी Knowledge is wealth... knowledge is first... આવા સૂત્રો આજે પ્રચલિત બન્યા છે. શિક્ષા-અભિયાનોએ આજે જોર પકડ્યું છે. સર્વત્ર શિક્ષણ પ્રત્યે અત્યંત ઉપાદેય બુદ્ધિ વ્યાપી ગઇ છે. નર્સરી ને કે.જી.માં ભણતા બાળકથી માંડીને યુનિવર્સિટીના વિદ્યાર્થી સુધીના બધાના મન પર ભણતરનો મોટો ભાર છે. એટલું જ નહીં, તેમના માતા-પિતાઓ પણ તેમના ઘરકામ (હોમ વર્ક), પરીક્ષાઓ વગેરે માટે અત્યંત ચિંતિત છે. પુત્ર ભણશે નહીં તો ભૂખ્યો રહેશે-કુંવારો રહેશે, આવો વ્યક્ત કે અવ્યક્ત ભય માતા-પિતાઓને સતાવી રહ્યો છે. - એક યુવાન વ્યવસાય કરીને રાતે ઘરે આવ્યો. જમવા બેઠો. પત્નીએ પીરસતા પીરસતા કહ્યું કે, “આજે મોંટુ હોમવર્ક કર્યા વિના સુઇ ગયો છે.” યુવાને નજર ફેરવી. માંડ ચાર વર્ષનો મોંટું ઘસઘસાટ સૂઈ રહ્યો હતો. યુવાનનો પિત્તો ગયો. જમતા જમતા વચ્ચેથી ઉભો થઇ ગયો. તમારા મારીને મોંટુને ઉઠાડ્યો. ગાળા-ગાળી કરી દીધી. મોટુ તો બિચારો ડઘાઈ જ ગયો. ભેંકડો તાણીને રડવા લાગ્યો. યુવાનનો ગુસ્સો હજી પણ શાંત થયો ન હતો. એણે ખરાબ રીતે મારપીટ શરૂ કરી. હજી એની પત્ની વચ્ચે પડીને અટકાવે, તેની પહેલા યુવાને સગા દીકરાના માથાના વાળ પકડીને માથું જોરથી દીવાલ સાથે અટકાવ્યું. કળી જેવો કોમળ એ બાળક... ખોપરી ત્યાં ને ત્યાં ફાટી ગઈ. બાળક તરફડી તરફડીને મરી ગયો. મા-બાપ ધ્રુસકે ધ્રુસકે રડ્યા, પણ હવે શું થાય? આપણી વાત એ છે કે વ્યવહારિક શિક્ષણ એટલે અતિ અતિ અતિ ફરજિયાત. એના વિના ચાલે જ નહીં, એવી માન્યતા સાર્વત્રિક બની છે. પણ વાસ્તવિક્તા આનાથી વિપરીત છે. જેના વિના ચાલે જ નહીં, એ છે આત્મજ્ઞાન. જે અત્યંત અનિવાર્ય હોય, એ છે આત્મજ્ઞાન. અધ્યાત્મસાર ગ્રંથમાં મહોપાધ્યાયજીના વેધક શબ્દો છે – ज्ञाते ह्यात्मनि नो भूयो, ज्ञातव्यमवशिष्यते। अज्ञाते पुनरेतस्मिन्, ज्ञानमन्यन्निरर्थकम्।।१८-२।। એક વાર આત્મજ્ઞાન થઇ જાય, ત્યારે બીજું કોઇ જ્ઞાન કરવાનું બાકી રહેતું નથી. પણ જો આત્મજ્ઞાન ન થાય, તો બીજું બધું જ્ઞાન નિરર્થક છે. | નડિયાદમાં એક અજૈન છોકરો મારી પાસે આવ્યો. ૧૮ વર્ષની ઉંમર. મેં પૂછ્યું, ‘શું કરે છે?’’ એ કહે “વકીલાતનો કોર્સ કરું છું.” “કેટલા વર્ષનો?” “૯ વર્ષનો.” આ જવાબ સાંભળીને હું તો ચોંકી ગયો, ‘૯ વર્ષ?” “હા, તેમાં ૧૫૬ દેશોના કાયદા ભણવાના હોય. તેની ડિગ્રી મળે, પછી મલ્ટી નેશનલ કંપનીઓ સલાહકાર તરીકે નિમણુંક કરે.” ૨૬ વર્ષની ઉંમર સુધી વ્યવહારિક શિક્ષણ ચાલે. તેમાં ય ૧૫૬ દેશોના કાયદાઓની આંટી ઘૂંટીને મગજમાં બળજબરીથી ભરવાની. સામાન્ય ભાષામાં કહીએ, તો મગજનું દહીં કરવાનું. તેના પછી ય જ્યાં સુધી શારીરિક-માનસિક શક્તિ રહે, ત્યાં સુધી આ જ આંટીઘૂંટીઓમાં રમતા રહેવાનું. આપણે Erald & SUN

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32