Book Title: Anandghan ni Atmanubhuti 02
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 22
________________ આત્મજ્ઞાનની વાસ્તવિક અનુભૂતિ થાય... ત્યારે કેવા ચમત્કારો સર્જાય છે, જોવું છે? • કચકચાવીને બાંધેલી વાધરથી આંખના ડોળા બહાર નીકળી જાય, તો ય વેદના પ્રત્યે લક્ષ્ય ન જાય. • માથે અંગારા મુકવામાં આવે, તો ય ચહેરાની રેખા પણ ન ફરે. • ઘાણીમાં પીલી નાખવામાં આવે, તો ય આનંદમાં કોઈ ઓટ ન આવે. • જીવતે જીવતા ચામડી ઉતારવામાં આવે, તો ય એક રુંવાડુ પણ ન ફરકે. • ત્રિશૂળથી વીંધી નાખવામાં આવે, તો ય આત્માનુભૂતિને કોઇ ક્ષતિ ન પહોચે. • તલવારથી એક ઝાટકે ધડ અને માથું જુદા કરી દેવાતા હોય, એ ક્ષણે પણ પ્રસન્નતાનું પૂર અકબંધ હોય. • ભૂખી વાવણ શરીરને ફાડી ખાતી હોય, તે દશામાં ય પોતાનું કશું જ બગડતું ન લાગે. આ છે આત્માનુભૂતિની દિવ્ય પળો. આ પળોને પૂર્વપુરુષોએ સક્ઝાયોની પંક્તિઓમાં કંડારી દીધી છે – ચડ ચડ ચામડી તેહ ઉતારે મુનિ સમતારસ ઝીલે રે... ‘’ અને ‘તું' નું સ્વરૂપ સ્પષ્ટ થાય... શરીર પરનો મમત્વભાવ વિલય પામે. એટલે સમતારસની પરિણતિ થયા વિના રહે નહીં. આ સ્થિતિમાં મરણાંત ઉપસર્ગ પણ કેમ ન આવે? સમાધિને કોઈ આંચ ન આવી શકે. देहाभिमाने गलिते, ज्ञानेन परमात्मनः। यत्र यत्र मनो याति, तत्र तत्र समाधयः।। પરમાત્મા – શુદ્ધ આત્માનું જ્ઞાન પ્રગટે, એના દ્વારા ‘હું શરીર છું’ એવી ગેરસમજ દૂર થાય, પછી તો મન જ્યાં પણ જાય, ત્યાં સમાધિ જ સમાધિ છે. | સાધનાનું સર્વસ્વ છે આત્મજ્ઞાન. સિદ્ધિનું રહસ્ય છે આત્મજ્ઞાન. સહજસુખની સરવાણી છે આત્મજ્ઞાન. આ અકળ કળાને જણાવે છે અંતઃકરણની ઘડિયાળ. શુદ્ધ અનુભવયુક્ત અંતઃકરણ એ આંતરિક ઘડિયાળ છે. આનંદઘનજી મહારાજ કહે છે... मुज सो घरी भावे મને તો આ આંતરિક ઘડિયાળ જ ગમે છે. બાહ્ય ઘડિયાળમાં મને કોઇ રસ નથી. જેનાથી આત્મજ્ઞાન થાય તે વસ્તુ ઉપાદેય. જેનાથી પરંપરાએ પણ આત્મજ્ઞાન ન થાય, એ વસ્તુ હેય. આંતરિક ઘડિયાળ પ્રત્યે તાત્ત્વિક પક્ષપાત હોય, એ પણ આત્મજ્ઞાનનું કારણ બને છે. એવો તાત્ત્વિક પક્ષપાત કદી નિષ્ક્રિય ન હોય. જો આત્મજ્ઞાન પ્રત્યે સમ્પર્ક અભિરુચિ છે, તો એના કારણોનું સેવન સહજપણે થવાનું. તે દિશામાં પુરુષાર્થ પ્રાકૃતિકપણે થવાનો. દેવચંદ્રજી મહારાજે પરમાત્માની સ્તવન કરતાં કહ્યું છે... रुचि अनुसारी वीर्य रे જે વિષયમાં રુચિ હોય, તે વિષયમાં શક્તિનો વિનિયોગ સહજપણે થાય. જેને આત્મજ્ઞાનની ઝંખના છે, એ શરીર, સ્વજન, સંપત્તિ, સાંસારિક વ્યવહારો... આ બધા પ્રત્યે ઉદાસીન ભાવ ધારણ કરે. અનિવાર્ય સંયોગોમાં શરીરાદિને અનુલક્ષીને પ્રવૃત્તિ કરવી પડે, તો પણ તેનું મન આત્મરમણ કરતું હોય. એવી દશાના જ આ ઉદ્ગારો છે... मुज सो घरी भावे અહીં ‘ભાવે’ શબ્દ ખૂબ જ મહત્ત્વનો છે. ‘ભાવે છે? એટલે ‘ગમે છે'. જે વસ્તુ ગમે છે, તે કરવા માટે કે તેને મેળવવા માટે કોઈની પ્રેરણાની જરૂર પડતી નથી. પુત્રને ભણવું ગમતું નથી, માટે જ શિક્ષક-માતા-પિતા વગેરેને વારંવાર પ્રેરણા કરવી પડે છે. જે ગમે છે, તે વસ્તુની વિસ્મૃતિ પણ સંભવિત નથી. માતાને દીકરો ગમે છે, તો તે કદી પણ દીકરાને ભૂલી For Ple Please Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32