Book Title: Anandghan ni Atmanubhuti 02
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 23
________________ શકતી નથી. જે ગમે છે, તેને મેળવવાનો પ્રયત્ન નિષ્ફળ જાય, તો ય માણસ હિંમત હારતો નથી. જે ગમે છે, તે વસ્તુ લાંબા સમય સુધી ન જ મળે, તો ય તે વસ્તુ પ્રત્યે અણગમો થતો નથી. ‘હજી પણ એ વસ્તુ મળી જાય તો સારું’, ‘હજી પણ એના માટે પ્રયત્ન કરું', એવું સંવેદન થયા કરે છે. આ જ છે આત્મસાધકની અવસ્થા... मुजसो घरी भावे ન તો એને આત્મસાધના માટે પ્રેરણાની આવશ્યકતા છે કે ન તો એને કદી આત્માની વિસ્મૃતિ થાય છે. ન તો એ કદી હિંમત હારે છે કે ન તો એને આત્મજ્ઞાન પ્રત્યે કદી અણગમો થાય છે. એ તો સતત ઝંખે છે દેહ-આત્માના ભેદભાવના સાક્ષાત્કારને. એ તલસે છે શુદ્ધ આત્મગુણોની અનુભૂતિને. એ ઉપેક્ષા કરે છે સાંસારિક વ્યવહારોની. જેનાથી આત્માની વિસ્મૃતિ થાય એવા અનુકૂળ વિષયો એને કાંટાની જેમ ખૂંચે છે. પ્રસિદ્ધિ એને સિદ્ધિમાં વિઘ્નભૂત લાગે છે. માન-સન્માન એને મરણાંત ઉપસર્ગ જેવા લાગે છે. આવા સાધકને પણ ન છૂટકે ભોજનાદિ પ્રવૃત્તિ કરવી પડે, ત્યારે એ પ્રવૃત્તિ કઈ રીતે કરે એની કલ્પના કરી શકો છો? પ્રશમરતિમાં કહ્યું છે - अभ्यवहरेदाहारं पुत्रपलवच्च । તદ્દન વિકટ સંયોગોમાં મુકાયેલા પિતાને ન છૂટકે પુત્રના શબનું માંસ ખાવું પડે, તો એ કઈ રીતે ખાય? એ ખાવામાં એને આંતરિક અભિરુચિ કેટલી હોય? એ ખાતી વખતે એનો સ્વાદ લેવા તરફ એનું કેટલું લક્ષ હોય? મારે આ ક્યાં ખાવું પડે છે... એવો કેટલો બળાપો હોય? અંતર કેટલું રડતું હોય? બરાબર આ જ રીતે આત્મસાધક ભોજન કરે... પરાણે... ન છૂટકે... અણગમા સાથે... સ્વાદ વગેરે તરફ બિલ્કુલ લક્ષ્ય આપ્યા વિના... જલ્દીથી એ પ્રવૃત્તિનો ત્યાગ થઇ જાય એવી વૃત્તિ સાથે. તેમાં પણ જો એક વાર ભોજન લેવાથી પતતું હોય, તો એ બે વાર ભોજન ન જ કરે. બે વાર ભોજન કરવાથી નિર્વાહ થતો હોય, તો એ ત્રણ વાર ન જ ખાય. અરે, કદાચ એને ત્રણ વાર ખાવું જ પડતું હોય, તો ય એ હાલતાચાલતા જે-તે તો ન જ ખાય. એનું ભોજન સ્વાદકેન્દ્રિત તો ન જ હોય. પૂ. હરિભદ્રસૂરિમહારાજાએ યોગશતકમાં કહ્યું છે वणवोवम्मेण જે રીતે ઘા ઉપર મલમ લગાડવામાં આવે, એ રીતે આત્મસાધક ભોજન કરે. ઘા પર મલમ કેટલો લગાડાય? મલમના લપેડા ન કરવાના હોય. માત્ર જરૂર પૂરતો... પ્રમાણસર જ મલમ લગાડાય. એ જ રીતે આત્મસાધક પણ અધ્યાત્મયાત્રાનો નિર્વાહ થાય, એ જ લક્ષ્ય સાથે ઉચિત પ્રમાણ આદિ ઉપરોક્ત કાળજી સાથે ભોજન કરે. માત્ર ભોજનની જ નહીં બાકીની બાબતોમાં પણ આવી વૃત્તિ અને પ્રવૃત્તિ સહજ બને, ત્યારે કહી શકાય કે આત્મજ્ઞાન પ્રત્યેની અભિરુચિની કક્ષામાં પ્રવેશ થઈ ગયો છે. આનું નામ... मुजसो घरी भावे આત્મદ્રવ્ય પ્રત્યેની અભિરુચિ, એ પરદ્રવ્ય પ્રત્યેના અણગમાથી અભિવ્યક્ત થાય છે. જ્યાં સુધી પરદ્રવ્ય પ્રીતિપાત્ર બનતું હોય, ત્યાં સુધી આત્મદ્રવ્યની ખરી અભિરુચિ થઇ નથી. આત્મદ્રવ્યની ખરી અભિરુચિની આ ભૂમિકા હવે અંતિમ કડીમાં સ્પષ્ટ થઈ રહી છે...

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32