Book Title: Anandghan ni Atmanubhuti 02
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 30
________________ પણ લક્ષ્ય તરીકે મોક્ષને નિશ્ચિત કરી દેવાનું કામ તો આજે પણ શક્ય છે. પ્રવૃત્તિ ચાહે કોઇ પણ કરવી પડે, પણ મન તો હંમેશા મોક્ષમાં જ રમતું હોય. आनंदघन अविचल कला આ કળા ક્યારે આપણને વરમાળા પહેરાવે એ કદાચ આપણા હાથની વાત ન હોય, પણ આ જ ક્ષણે આપણે આ કળાને વરી જઈએ, એ તો આપણા હાથની જ વાત છે ને? આ અવિચળ કળાને પામનારા વિરલા હોય છે, એવી જે વાત આનંદઘનજી મહારાજે કરી છે, તે તદ્દન યથાર્થ છે, કારણ કે આ કળાને વરનારા પણ વિરલા જ હોય છે. જ્ઞાનસારમાં સ્પષ્ટ કહ્યું છે – स्तोका हि रत्नवणिजः स्तोकाश्च स्वात्मसाधकाः ।। જેમ રત્નના વેપારીઓ થોડા જ હોય, તેમ આત્મસાધકો પણ થોડા જ હોય છે. સી.એ.નું રિઝલ્ટ સેંકડે એકાદ-બે ને પાસ કરતું હોય, તો એના અભ્યાસ માટે કેવો પુરુષાર્થ કરવો પડે છે? Juin Education intemat આનંદઘન અવિચળ કળાને વિરલા જીવો જ પામે છે. વિરલા એટલે rare, એનું રિઝલ્ટ કરોડે એક પણ નથી. અરે, અસંખ્ય એક પણ નથી. તો એમાં પાસ થવા માટે કેવો પુરુષાર્થ કરવો પડે? બધેથી ધ્યાન ઉઠાવીને આ ‘અવિચળ કળા'માં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે... શુદ્ધ આત્મતત્ત્વના આવિર્ભાવ માટે આંતરિક અભિલાષાનો ઉદય થાય... એના જ પ્રભાવે આત્મમાલિન્ચ કરનાર સર્વ વિભાવો પ્રત્યે તીવ્ર અરુચિ ઉત્પન્ન થાય... તેથી વૈરાગ્ય અને અધ્યાત્મની ઉત્તરોત્તર વિશુદ્ધ ભૂમિકા પર આરોહણ થાય... સાથે સાથે જ સમ્યક્ આચારો સહજપણે આત્મસાત્ થાય, ત્યારે એ વિરલાઓમાં આપણું સ્થાન આવી શકે. લક્ષ્ય નિશ્ચિત છે, માર્ગ નિશ્ચિત છે... હવે બસ, પગ ઉપાડો... અવિચળ કળા ક્યારની ય આપણી પ્રતીક્ષા કરી રહી છે. જિનાજ્ઞાવિરુદ્ધ લખાયું હોય, તો મિચ્છામિ દુક્કડમ્. ।। મર્દા Get in... Go on... wish you all the best.

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32