________________
જેને જ ઘટે છે એમ કહેવામાં અતિશયોક્તિ કે અપ્રામાણિકતાને જરા પણ ડર નથી. વળી “સેતુબંધ” “રાવણવહ” અને “ગઉડવહ એ નામના પ્રાકૃત કાવ્યો વૈદિક વિદ્વાનોના કરેલાં મે જોયાં છે–વાંચ્યાં છે. તેમાં વપરાએલી પ્રાકૃત ભાષા મૃદુ અને સુરસ તથા સંસ્કારવાળી છે. જેવી રીતિએ પ્રાકૃત ભાષાને પુષ્ટ કરવામાં જેનેએ આગળ પડતો ભાગ લીધો છે. તેમ જ વૈદિકાએ પણ તે ભાષાને પુષ્ટ કરી માતૃભકતનું માન મેળવ્યું છે. જો કે આ પ્રાકૃતનાં અનેક વ્યાકરણ પ્રકટ થયાં છે. પણ તેમાં સુંદરતમ અને વિશદ વ્યાકરણકાર તરીકે મહારાજ કુમારપાળને ગુરૂ શ્રી હેમચંદ્રને જ અગ્રસ્થાન આપવું પડે છે. હવે શરસેની, માગધી, પૈશાચી ( ચૂલિકા પૈશાચી ) અને અપભ્રંશ ભાષાને પરિચય કરાવે એ મારું કામ છે. પાઠક મહાશયો “શૈરસેની' એ નામ સંબંધે તો પૂર્વના ઉલેખથી સુપરિન્ટ ચિત જ હશે માત્ર મારે તે શૈરસેની' ભાષાનું સ્વરૂપ ટુંકાણમાં જ લખવાનું છે. બહુધા આ શૈરસેની ભાષાને શબ્દપ્રયોગ પૂર્વોક્ત પ્રાકૃતની સમાન જ છે. માત્ર તેમાં વિશેષ અંતર આ છે –શબ્દની શરૂઆત પછી કઈ પણ શબ્દમાં તકારનો પ્રયોગ થતો નથી, પણ ત’ કારને સ્થાને સરકારને પ્રવેગ થાય છે. તથા તે જ પ્રકારે થ' કારને સ્થાને નવકાર પ્રયોજાય છે. અને ૩ શબ્દને સ્થળે જેમ પ્રાકૃતમાં
” ઉચ્ચારાય છે તેમ આ શૈરસેનીમાં યે પણ બોલાય છે. આ ભાષાનું પણ વિશાળ સાહિત્ય જોવામાં આવતું નથી. તો પણ દિગંબર જૈનેના પ્રાકૃતપુસ્તકોમાં ઘણે ભાગે આ જ ભાષા વપરાઈ છે અને તેથી તેને શૌરસેનીનું સાહિત્ય કહેવામાં બાધ નથી. વળી આ ચાલુ નાટકોમાં સ્ત્રી તથા પાત્રોની જે ભાષા છે તે પણ શૌરસેની જ
૨. તિ–રિ. ૨. નાથ–નાપ. ૩, ટૂ–જુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org