Book Title: Ambad Charitra
Author(s): Jain Sansti Vanchanmala
Publisher: Jain Sansti Vanchanmala

View full book text
Previous | Next

Page 75
________________ ( 7 ) પોતાને સહોદરના નામથી સંધન કર્યું ત્યારથી જ ધનદનો કામરાગ ઉતરી ગયો હતો. તેણે અમરાવતીને પોતાની સગી બહેન માની, ખાસ તેના સારૂ એક સજલ સરોવર ઉપજાવી એ સરોવરની અંદર મહામૂલ્યવંતા રત્નોથી પરિપૂર્ણ એક મહેલ રચાવ્યા, અમરાવતી એ સરેવરને વિષે આનંદ પૂર્વક રહેવા લાગી. રાજાએ ધનદને પૂછયું કે –“એ તે બધું ઠીક પણ મારી આ અતિશય પ્રિય પુત્રી કેને વરશે તે કંઈ કહી શકશે?” ધનદે અવધિજ્ઞાનનો ઉપગ મુકી જણાવ્યું કે –“હે તપસ્વી! આ અમરાવતીને મહા કળાવાન અંબડ નામનો વર પ્રાપ્ત થશે.” “પણ તે કયારે અને ક્યાં મળશે એ જાણવું જોઈએ ને ?" તપસ્વી રાજાએ બીજો પ્રશ્ન પૂછ્યું. આ પ્રશ્નના ઉત૨માં ધનદે કહ્યું કે;–“આજથી બરાબર સાતમે દિવસે આજ વનમાં બકુલવૃક્ષની નીચે બેઠેલા અંબડને અમરાવતી પોતાની - સગી આંખે નીહાળશે.” આટલું કહીને તે બટુક–ભગવાન અંબડને પિતાની સાથે આવવાનો આગ્રહ કરવા લાગ્યા, અંબડ તેની સાથે અમરાવતીના મહેલમાં ગયે. અમરાવતી અંબડને દૂરથી આવતો જોઈને પોતાના આસન ઉપરથી ઉભી થઈ અને પ્રાથમિક વિનય-વિવેક બતાવી તેને બેસવાને સારૂ સિંહાસન આપ્યું. ત્યાર પછી એ બંને નેહીઓએ ઘણો વખત વાર્તાલાપ અને પરસ્પરના કુશળવર્તમાન પૂછવામાં વ્યતિત કર્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157