Book Title: Ambad Charitra
Author(s): Jain Sansti Vanchanmala
Publisher: Jain Sansti Vanchanmala

View full book text
Previous | Next

Page 145
________________ (11) દર્શને આવવા લાગ્યા. પરંતુ ખૂબી તો એ હતી કે એ હજારે. માણસેના ટોળામાં કયાંઈ પણ સુલસાનાં દર્શન અંબડને ન થયા. બીજે દિવસે દક્ષિણ દિશામાં સ્વયમ્ શંકરનું સ્વરૂપ ઉપજાવી સુલસાની કસોટી કરવાનો અંદડે નિશ્ચય કર્યો. તે વખતે પણ ગામના ઘણું સ્ત્રી-પુરૂ શિવજીના દર્શન કરી. પિતાના આત્માને ધન્ય માનવા લાગ્યા. પરંતુ આખર સુધી સુલસા ન આવી. - ત્રીજે દિવસે પશ્ચિમના દરવાજા સામે વિષ્ણુનું રૂપ ઉપજાવી સુલસાને આકર્ષવાની આશા રાખી. પરંતુ તેમાં અંબડિને ફત્તેહ ન મળી. એ રીતે ત્રણે યોજનાઓ નકામી જવાથી આંબડે વિચાર કર્યો કે તુલસા જીનધર્મને વિષે દઢ આસ્થાવાળી છે તે જાણે નિર્વિવાદ છે. પણ હવે હું પોતે જે જીનરૂપ ધારણ કરૂં તો તે મારા દર્શને આવ્યા વિના રહી જ કેમ શકે? સુલસાને ઠગવાને માટે આજ રસ્તો ડીક છે. એવો વિચાર કરી, ઉત્તર દિશાના દરવાજે, ઇંદ્રજાલ વિદ્યાના પ્રભાવે એક જીનસમવસરણ વિકુવ્યું અને એ સમવસરણની અંદર, અષ્ટ મહા પ્રાતિહાર્યયુકત-ચતુર્મુખ જીનરૂપ ધારણ કરી ધર્મદેશના વરસાવવા માંડી. “ખરેખર પચીસમા તીર્થંકર પધાર્યા છે? એવી વાત જોતજોતામાં ગામના ખુણે ખુણામાં ફરી વળી, જેઓ સુલસાને ઓળખતા હતા, તેની જીનદેવ ને જીન ધર્મ વિષેની શ્રદ્ધા ભલી રીતે જાણતા હતા. તેમણે સુલતાને કહેવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157