Book Title: Aho Shruta gyanam Paripatra 28 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 4
________________ પૂર્વ મુદ્રિત પ્રાયઃઅપ્રાપ્ય જીર્ણોધ્ધાર યોગ્ય પ્રતોની યાદી પ્રાચીન ઉપલબ્ધ હસ્તપ્રતો પરથી સંશોધન-સંપાદન કરીને ઘણા બધા આગમ-પ્રકરણ અને સ્વાધ્યાય ઉપયોગી ગ્રંથો પૂજ્ય ભગવંતોએ પ્રકાશન સંસ્થાઓ અને જૈન સંઘો દ્વારા પ્રકાશિત કરાવ્યા છે, જેના લીધે મુદ્રણયુગ આવ્યા પછી સ્વાધ્યાય અભ્યાસમાં ખૂબ જ વધારો થયો છે. પરંતુ પ્રીન્ટીંગ કરવામાં એક સાથે પ૦૦ કે ૧૦૦૦ નકલો છપાવવાની હોવાથી જે પણ કાગળ પ્રીન્ટીંગ માટે પહેલાના સમયમાં વપરાતો હતો તેની ઉંમર પ્રાય ૧૦૦ વર્ષની રહેતી હોય છે. અને તેથી ૫૦ કે તેથી વધુ વર્ષ પહેલા છપાયેલ આવા અગત્યના ઘણા બધા ગ્રંથો પ્રાયઃઅપ્રાપ્ય છે. અથવા તો જીર્ણ શીર્ણ અવસ્થામાં રહેલા છે. આવા મુદ્રીત થયેલ ગ્રંથો લુપ્ત થઇ જાય તે પહેલા તેને પુનઃમુદ્રણ કરીને ફરીથી છપાવવા જોઇએ. પહેલાના સમયમાં એક કે બે ઉપલબ્ધ હસ્તપ્રત ઉપરથી જે ગ્રંથ મુદ્રિત થયો હોય તે જ ગ્રંથ હવે ઘણા બધા ભંડારોના વ્યવસ્થાપકોની ઉદારતાને લીધે એક જ ગ્રંથની ઘણી બધી હસ્તપ્રતો ઉપલબ્ધ બની છે ત્યારે વિદ્વાન ગુરુભગવંતોએ પૂર્વ મુદ્રિત ગ્રંથોને નવેસરથી સંશોધન-સંપાદન કરીને પાઠ-ભેદ સાથે પ્રકાશિત કરવા જોઇએ. આ રીતે પ્રાયઃઅપ્રાપ્ય ગ્રંથો પૂજ્યોને અભ્યાસ માટે ઉપલબ્ધ બનશે અને પૂર્વાચાર્યોએ સંપાદિત કરેલ ગ્રંથો લુપ્ત થતા અટકશે અને શ્રુત રક્ષાનો ઉત્તમ લાભ પણ મળશે. શક્ય હોય તો બધા જ ગ્રંથો સંશોધન-સંપાદન કરીને નવેસરથી ડેટા એન્ટ્રી કરાવીને પ્રત કે સમયાનુસાર પુસ્તક રૂપે પ્રકાશિત કરવા યોગ્ય છે પરંતુ સમય-શક્તિના અભાવે શક્ય ન હોય તો તેને સ્કેનીંગ દ્વારા પુનઃમુદ્રણ પણ કરી શકાય છે. અને તે માટે શ્રીસંઘે ઉદારતાપૂર્વક જ્ઞાનદ્રવ્યનો સઉિપયોગ કરવો જોઇએ. ૫૦ વર્ષ પૂર્વે મુદ્રિત પ્રાયઃ અપ્રાપ્ય પુનઃમુદ્રણ યોગ્ય ગ્રંથોની વિગત અમોએ અહો શ્રુતજ્ઞાનમ અંક-૩ - ૧૪૩, અંક-૮ - ૩૬, અંક-૧૩ - ૩૯, અંક-૧૭ - ૨૬ અને અંક-૨૩ - ૩૨ આ રીતે કુલ ૨૦૪ ગ્રંથોની વિગત આપી હતી. તે પૈકી ઘણા બધા ગ્રંથો અમોએ શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર તરફથી ગ્રંથ જીર્ણોધ્ધાર યોજના અન્વયે ડીજીટલાઇજેશન દ્વારા મર્યાદિત પ્રીન્ટ કરાવીને ઉત્તમજ્ઞાનભંડારોને ભેટ મોકલાવી છે. અને બીજા પણ ઘણા બધા ગુરુભગવંતોની પ્રેરણાથી જુદી જુદી પ્રકાશન સંસ્થાઓ દ્વારા પ્રકાશિત થયા છે. તેજ શૃંખલામાં આ સાથે પુનઃમુદ્રણ યોગ્ય પ્રતાકાર છપાયેલ ગ્રંથોની યાદી આ અંકમાં પ્રકાશિત કરી છે અને આ બધા જ ગ્રંથોની મુદ્રિત નકલ પણ જરૂર મુજબ અમારી પાસેથી મળી શકશે. આ ગ્રંથોના ભાવાનુવાદ અને વિવેચન ભાષાંતર સાથે પણ અવારનવાર પ્રકાશિત થયા છે પરંતુ મૂળ સટીક ગ્રંથો ઉપરથી પણ ઘણા બધા પૂજ્યો અભ્યાસ કરતા હોય છે. તેથી મૂળ અને સટીક ગ્રંથો મુદ્રિત થયાને સમય વધારે થયો છે અને સરળતાથી બધા જ જ્ઞાનભંડારોનાં ઉપલબ્ધ થતા નથી, તેથી અહીંયા જણાવેલ ગ્રંથોની મર્યાદિત નકલો મુદ્રિત કરીને સક્રીય જ્ઞાનભંડારોને ભેટ મોકલવા અને બધાજ ગ્રંથોની પીડીએફ ફાઇલની ઇ-લાયબ્રેરી માં સંગ્રહ કરી, જ્યારે અભ્યાસ માટે પાંચ-દસ કે વધુ નકલોની જરૂર હોય ત્યારે જરૂર મુજબ પ્રિન્ટ કરાવીને ઉપલબ્ધ કરાવી શકાય. વિનંતી :- અત્યારે ઘણા બધા ગુરુ ભગવતોએ અભ્યાસ ઉપયોગી આગમઅને પ્રકરણ ગ્રંથોને સંસ્કૃત ટીકાની સાથે નીચે ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સંપાદિત કરીને પ્રકાશિત કરાવ્યા છે. આવા સટીક ભાષાંતર સાથેના ગ્રંથોની મુદ્રક પાસેથી સંસ્કૃત કે પ્રાકૃત ભાષાની અલગ ફાઇલ મેળવીને તેની થોટીક નકલો પ્રિન્ટ કરાવવી જોઇએ જેથી જે પણ પૂજ્યોને ફક્ત મૂળ કે ટીકા ફક્ત સંસ્કૃત ઉપરથી અભ્યાસ કરવો હોય તેમને સરળતાથી ઉપલબ્ધ બનશે. અને સંશોધિત થયેલ ગ્રંથોની ફક્ત સંસ્કૃત કે પ્રાકૃત ભાષાની અલગ ડીજીટલ ફાઇલ સીડીમાં અમોને મોકલવા વિનંતી છે તો અમો તેની મર્યાદિત | નકલો પ્રિન્ટ કરાવીને ઉત્તમજ્ઞાનભંડારોને ભેટ મોકલાવીશું. જેમાં સંશોધન કત-સંપાદન તેમજ પ્રકાશક તરીકે પણ જે તે પૂજ્યના નામનો ઉલ્લેખ કરીશું. અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૨૮ ૪Page Navigation
1 2 3 4 5 6 7 8