Book Title: Aho Shruta gyanam Paripatra 28 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 1
________________ પુસ્તક અહી શ્રધડાકણ 'II શ્રી ચિંતામણિ-શંખેશ્વર-આશાપૂરણ-પાશ્વનાથાય નમઃ-II સંકલન હ, Fes | જી) શાહ બાબુલાલ સમલ oડાવાળા સંવત ૨૦eo - ભાદરવા સુદ-૫ જિનશાસનના અણગાર, શાસનના શણગાર પૂજ્ય ગીતાર્થ જ્ઞાની ગુરુભગવંતોના ચરણોમાં કોટિશ: વંદનાવલી, જિનાજ્ઞાસમારાધક શ્રેષ્ઠીવર્યશ્રી/પંડિતવર્યશ્રી/ટ્રસ્ટીશ્રી... આદિને પ્રણામ સમજીએ, સુધારી લઇએ..... - ૨ (ગતાંકમાં શ્રી જૈન સંઘમાં થતા મુખ્ય ૩ પ્રકારના પ્રીન્ટીગની વાત કરી, તેના પ્રથમ પ્રકાર પ્રાચીન શાસ્ત્રગ્રંથો - તેના અનુવાદો વિષે વિચારણા કરી, હવે આગળ...). o જૈન સંઘમાં દર વર્ષે બહાર પડતા વાચના-વ્યાખ્યાન-જીવન-સઝાય આદિની પુસ્તિકાઓનું વાર્ષિક બજેટ, આપણે કલ્પી ન શકીએ એટલા કરોડોનું હશે. 0 પુસ્તિકા છપાવતા પહેલા, લોકોમાં તેની માંગ, કેટલા લોકો સુધી એ પહોંચવાની ક્ષમતા ધરાવે છે, કેટલા લોકોને એ ઉપયોગી છે વગેરે મુદ્દાઓ વિચારવા અતિ જરૂરી છે. કોઇ વ્યવસ્થિત આયોજન વિના આડેધડ નકલો છપાવીને પછી ગમે તેને ભેટ સ્વરૂપ આપવી, મોકલવી અને તેના ઘરે પણ શરૂઆતમાં એક ખૂણામાં પડી રહે અને પછી દીવાળીએ પસ્તીમાં જાય, એવો ઘાટ ઘટાતો હોય તો એ શ્રીસંઘ માટે તથા પ્રકાશક સંસ્થા માટે વિચારણીય જાણવું જોઇએ. 0 આપણી વાત, આપણું લખાણ આપણને તો સારુ જ લાગશે, પણ લોકદૃષ્ટિથી એની ચકાસણીવિચારણા કરવી વધુ જરૂરી છે. લોકોની વાંચન બાબતની માનસિકતા પણ જોવી જરૂરી છે. આજે દરેકના ઘરે ૨-૩ જુદા જુદા ન્યુઝ પેપરો, ચિત્રલેખા વગેરે જેવા સામાયિકો પુષ્કળ આવે છે, ટી. વી. ચેનલો પર ન્યુઝ પણ ચાલતા જ રહે છે. એ પણ માણસ પાસે વાંચવા-જોવા-સાંભળવાનો પૂરતો સમય નથી અને આપણા કરતાં એનું પ્રેઝન્ટેશન અનેક ગણું સારું હોય છે. 0 પશ્ચિમી વિચારોના આક્રમક સામે ટકવા માટે, આપણું સાહિત્ય પણ દરેકે દરેક લોકો સુધી પહોંચવું જ જોઇએ. પ્રીન્ટીંગનો એકદમ વિરોધ કરીને, સત્સાહિત્યની તો સંસ્કૃતિરક્ષા, રાષ્ટ્રરક્ષા કેવી રીતે શક્ય બનશે? સોર્સ જ બંધ કરી દઇશું. એટલે અહીં અમારો કહેવાનો આશય એ છે કે, જે એકદમ અલ્પજીવી છે. એવા સાહિત્યના પ્રકાશનમાં દ્રવ્યવ્યય બાબત વિચારવું જોઇએ. સત્સાહિત્ય લોકો સુધી, બને તેટલું વધુમાં વધુ પહોંચવું જ જોઇએ. અંદરનો માલ નક્કર હોય તેમજ પ્રેઝન્ટેશન પણ એવું જ અદ્ભુત હોય તેવું સાહિત્ય પ્રીન્ટીંગ દ્વારા તેમજ તેથીયે વધુ સોશીયલ મીડીયા દ્વારા, જેમ બને તેમ વધુ ને વધુ પ્રચાર-પ્રસાર પામે, એ પ્રમાણેના સર્વપ્રયત્ન કરવા જ જોઇએ. સ્તવન, સઝાય, ભક્તિગીતોના પુસ્તકો ઘણા બધા પોતપોતાની રીતે અલગથી છપાવતા હોય છે. એ પણ જે તે પ્રસંગ પૂરતી જ ઉપયોગી હોય છે. પરંતુ એ પુસ્તીકાઓ છપાવવામાં, દરેકના ફરીથી કંપોઝીંગ, પ્રુફરીડીંગ વગેરે બધું જ કરવું પડે. 0 પહેલા નંબરમાં તો, આવા એક જ પ્રકારના રીપીટેટીવ કાર્યો કરાવતા પૂર્વે એકવાર શાંતચિત્તે, ગંભીરતાથી વિચાર કરવો જોઇએ. તથા જરૂર પ્રસંગે છપાવવી જ પડે તેમ હોય તો એક ઓપન સોર્સ, જૈન સંઘની કોઇ એક વેબસાઇટ પર હોવો જોઇએ જેને જોઇએ તેને આ દરેક ભક્તિગીતો, સ્તવનોની ઓપન ફાઇલ મળી શકે, તેમાં ટાઇપ સેટીંગ અને ફોન્ટસ ચેંજીંગ પણ જે તે પ્રીન્ટર જાતે કરી શકે છે એ પ્રમાણેની સુવિધા રાખવી જોઇએ. લી. સકળશ્રીસંઘચરણસેવક શ્રી બાબુલાલ સરેમલજી બેડાવાળા " વાતો€ સર્વ સાધૂનામ્ " અહો ! શ્રુતજ્ઞાનમ - ૨૮ ૧)Page Navigation
1 2 3 4 5 6 7 8