Book Title: Aho Shruta gyanam Paripatra 28 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 8
________________ સામાજીક ઉધ્વીકરણ સુતિ પ્રપતતુ પ્રાણી થરાદ્ધર્મ સંસ્થા દુર્ગતિમાં પડતા જીવોને જે દુર્ગતિમાં પડતા અટકાવે તે ધર્મ. આ ધર્મ સામાન્યથી બે પ્રકારે વિભાજીત થાય. (1) સંસારથી વૈરાગ્ય પામી ધમનુષ્ઠાનની આરાધના કરવાથી (2) સંસારમાં રહ્યા છતાં પણ સ્વજનો, સમાજ વગેરે સાથેના સંબંધોમ ઈક રહેવા દ્વારા પરિવારમાં પણ દરેક સાથે એ પ્રમાણે વ્યવહાર કરે કે જેથી કર્મબંધ ઓછો થાય. સંકલેશ, વિવાદો, અથડામણો અને ઝગડા ઓછા થાય અને વ્યક્તિ સુખ-શાંતિ-સમાધિ અને સમજણપૂર્વક જીવન વ્યતીત કરે. અહીં બીજા પ્રકારના નૈતિક ધર્મની વિચારણા કરીએ. o સાધુ ભગવંતોનો શ્રીસંઘ-સમાજ પર અપ્રતિમ પ્રભાવ છે. તેઓ સકળ શ્રીસંઘને દોરનારા છે. તેઓ જીવનની દિશા બતાવનાર અને દશા બદલનાર છે. તેઓ શ્રીસંઘને ધમમાર્ગે તો જોડનાર છે જ, ત્યાગ અને તપસ્યાનો રાહ બતાવનાર છે જ, એમ તેમના જીવનનું સામાજીક ઉર્ધીકરણ થાય એ માટેના પણ પ્રયત્નો તેઓ કરતા હોય છે. 0 મા-બાપ અને સંતાન, દેરાણી અને જેઠાણી, સાસુ અને વહુ, ભાભી અને નણંદ... આ બધા પારસ્પરિક સંબંધો ઉપરના પુસ્તકો પણ આજે વધુ જરૂરી છે. એ જ રીતે માંદગીમાં સ્વસ્થતા-સમાધિ જાળવવી, માંદાની સેવા માટે પરિવારનો આંતરિક ઉત્સાહ... આ બધા વિષયો પર પણ કલમજરૂરી છે. રોગી, પીડિત વ્યક્તિને શાતા-સમાધિ-આશ્વાસન દાયક પુસ્તકો પણ આજના સમયની માંગ છે. 0 અલબત્ત, જેન સિદ્ધાંત વિચારસરણી મુજબ, આવાં કેટલાક પુસ્તકો પ્રકાશિત થયા છે. માંદગીમાં ભાવનાની અનિત્ય, અશરણ, શરીરભાવના તથા એકત્વ ભાવનાના પદોનો સંગ્રહ તથા પુણ્યપ્રકાશનું સ્તવન, અમૃતવેલની સઝાય વગેરે સાહિત્ય બહાર પડેલ જ છે. તેમ છતાં, અમારો અનુરોધ જનરલ લોકભોગ્ય પુસ્તકો માટેનો છે. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી, એમ ત્રણેય ભાષામાં કોઇપણ કોમના દુઃખિત, પીડિત, ત્રાહિત, રોગગ્રસ્ત વ્યક્તિઓને કેન્દ્રમાં રાખીને તેમને શાતા-સમાધિ-શાંતિનો માર્ગસમજાવાય તો અનેકમાં ભાવ જૈનત્વનું બીજારોપણ થાય. 0 સાંસારિક પ્રસંગોમાં પણ લ્હાણી તરીકે આવા ઉત્તમ પુસ્તકનો ઘરે ઘરે અપાય... સોશ્યલ ર-પ્રસાર થાય.. દરેક ગામ-શહેરની પ્રાથમિક સ્કુલો, જાહેર સ્થાનોના વેઇટીંગ રૂમો, હોસ્પીટલોમાં વેઇટીંગ સ્થાનો તેમજ દરેક રૂમોમાં, જનરલ ઓફીસોના વેઇટીંગ રૂમોમાં આ પ્રકારના પુસ્તકો મૂકાય તો ત્યાં આવનારા તેનો લાભ લઇ શકે. o સવક્ષેત્રીય આ પ્રકારનો પ્રયત્ન થાય તો સામાજીક ઉર્ધ્વીકરણ સહજ અને સરળ બની જાય. આપણા જગવંદનીય શ્રીસંઘમાં આવા ઉત્તમ લેખકરનો પૂજ્ય ગુરુભગવંતો છે જ. તેઓ આ વિષયને પણ વિશેષથી ધ્યાનમાં લઇ કલમ ચલાવે તેવી હાર્દિક અપેક્ષા... Printed Matter BookPosted 114(7) U/C, 5A P & T Guide hence not be taxed અહીશ્રવજ્ઞાન Rs. 1 Ticket પ્રકાશક: શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા.વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવના હિરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫. મો : 9426585904 (ઓ) 22132543 E-mail: ahoshrut.bs@gmail.com Website : www.ahoshrut.org 'અહો ! શ્રુતજ્ઞાનમ - 28 8Page Navigation
1 ... 6 7 8