Book Title: Aho Shruta gyanam Paripatra 28
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/523328/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક અહી શ્રધડાકણ 'II શ્રી ચિંતામણિ-શંખેશ્વર-આશાપૂરણ-પાશ્વનાથાય નમઃ-II સંકલન હ, Fes | જી) શાહ બાબુલાલ સમલ oડાવાળા સંવત ૨૦eo - ભાદરવા સુદ-૫ જિનશાસનના અણગાર, શાસનના શણગાર પૂજ્ય ગીતાર્થ જ્ઞાની ગુરુભગવંતોના ચરણોમાં કોટિશ: વંદનાવલી, જિનાજ્ઞાસમારાધક શ્રેષ્ઠીવર્યશ્રી/પંડિતવર્યશ્રી/ટ્રસ્ટીશ્રી... આદિને પ્રણામ સમજીએ, સુધારી લઇએ..... - ૨ (ગતાંકમાં શ્રી જૈન સંઘમાં થતા મુખ્ય ૩ પ્રકારના પ્રીન્ટીગની વાત કરી, તેના પ્રથમ પ્રકાર પ્રાચીન શાસ્ત્રગ્રંથો - તેના અનુવાદો વિષે વિચારણા કરી, હવે આગળ...). o જૈન સંઘમાં દર વર્ષે બહાર પડતા વાચના-વ્યાખ્યાન-જીવન-સઝાય આદિની પુસ્તિકાઓનું વાર્ષિક બજેટ, આપણે કલ્પી ન શકીએ એટલા કરોડોનું હશે. 0 પુસ્તિકા છપાવતા પહેલા, લોકોમાં તેની માંગ, કેટલા લોકો સુધી એ પહોંચવાની ક્ષમતા ધરાવે છે, કેટલા લોકોને એ ઉપયોગી છે વગેરે મુદ્દાઓ વિચારવા અતિ જરૂરી છે. કોઇ વ્યવસ્થિત આયોજન વિના આડેધડ નકલો છપાવીને પછી ગમે તેને ભેટ સ્વરૂપ આપવી, મોકલવી અને તેના ઘરે પણ શરૂઆતમાં એક ખૂણામાં પડી રહે અને પછી દીવાળીએ પસ્તીમાં જાય, એવો ઘાટ ઘટાતો હોય તો એ શ્રીસંઘ માટે તથા પ્રકાશક સંસ્થા માટે વિચારણીય જાણવું જોઇએ. 0 આપણી વાત, આપણું લખાણ આપણને તો સારુ જ લાગશે, પણ લોકદૃષ્ટિથી એની ચકાસણીવિચારણા કરવી વધુ જરૂરી છે. લોકોની વાંચન બાબતની માનસિકતા પણ જોવી જરૂરી છે. આજે દરેકના ઘરે ૨-૩ જુદા જુદા ન્યુઝ પેપરો, ચિત્રલેખા વગેરે જેવા સામાયિકો પુષ્કળ આવે છે, ટી. વી. ચેનલો પર ન્યુઝ પણ ચાલતા જ રહે છે. એ પણ માણસ પાસે વાંચવા-જોવા-સાંભળવાનો પૂરતો સમય નથી અને આપણા કરતાં એનું પ્રેઝન્ટેશન અનેક ગણું સારું હોય છે. 0 પશ્ચિમી વિચારોના આક્રમક સામે ટકવા માટે, આપણું સાહિત્ય પણ દરેકે દરેક લોકો સુધી પહોંચવું જ જોઇએ. પ્રીન્ટીંગનો એકદમ વિરોધ કરીને, સત્સાહિત્યની તો સંસ્કૃતિરક્ષા, રાષ્ટ્રરક્ષા કેવી રીતે શક્ય બનશે? સોર્સ જ બંધ કરી દઇશું. એટલે અહીં અમારો કહેવાનો આશય એ છે કે, જે એકદમ અલ્પજીવી છે. એવા સાહિત્યના પ્રકાશનમાં દ્રવ્યવ્યય બાબત વિચારવું જોઇએ. સત્સાહિત્ય લોકો સુધી, બને તેટલું વધુમાં વધુ પહોંચવું જ જોઇએ. અંદરનો માલ નક્કર હોય તેમજ પ્રેઝન્ટેશન પણ એવું જ અદ્ભુત હોય તેવું સાહિત્ય પ્રીન્ટીંગ દ્વારા તેમજ તેથીયે વધુ સોશીયલ મીડીયા દ્વારા, જેમ બને તેમ વધુ ને વધુ પ્રચાર-પ્રસાર પામે, એ પ્રમાણેના સર્વપ્રયત્ન કરવા જ જોઇએ. સ્તવન, સઝાય, ભક્તિગીતોના પુસ્તકો ઘણા બધા પોતપોતાની રીતે અલગથી છપાવતા હોય છે. એ પણ જે તે પ્રસંગ પૂરતી જ ઉપયોગી હોય છે. પરંતુ એ પુસ્તીકાઓ છપાવવામાં, દરેકના ફરીથી કંપોઝીંગ, પ્રુફરીડીંગ વગેરે બધું જ કરવું પડે. 0 પહેલા નંબરમાં તો, આવા એક જ પ્રકારના રીપીટેટીવ કાર્યો કરાવતા પૂર્વે એકવાર શાંતચિત્તે, ગંભીરતાથી વિચાર કરવો જોઇએ. તથા જરૂર પ્રસંગે છપાવવી જ પડે તેમ હોય તો એક ઓપન સોર્સ, જૈન સંઘની કોઇ એક વેબસાઇટ પર હોવો જોઇએ જેને જોઇએ તેને આ દરેક ભક્તિગીતો, સ્તવનોની ઓપન ફાઇલ મળી શકે, તેમાં ટાઇપ સેટીંગ અને ફોન્ટસ ચેંજીંગ પણ જે તે પ્રીન્ટર જાતે કરી શકે છે એ પ્રમાણેની સુવિધા રાખવી જોઇએ. લી. સકળશ્રીસંઘચરણસેવક શ્રી બાબુલાલ સરેમલજી બેડાવાળા " વાતો€ સર્વ સાધૂનામ્ " અહો ! શ્રુતજ્ઞાનમ - ૨૮ ૧) Page #2 -------------------------------------------------------------------------- ________________ ગુજ. જ ગુજ GEERની ૨ooo ક્રમ પુસ્તકનું નામ કત /સંપાદક ભાષા પ્રકાશક અલ્પ પરિચિત સિદ્ધાંત કોષ ૧ થી ૫ |પૂ. આનંદસાગરસૂરિજી | | સં/ગુજ | આનંદ પ્રકાશન પૂ. અક્ષયચંદ્રસાગરજી તત્વાર્થ સૂત્ર ભા-૧ થી ૧૦ | પૂ. રાજશેખરસૂરિજી | સં/ગુજ | અરિહંત આરાધક ટ્રસ્ટ શ્રી ઉર્જન હસ્તપ્રત પ્રશસ્તિ સંગ્રહ | પૂ. સર્વોદયસાગરજી સં/હિ ચારિત્ર રન ફાઉન્ડેશન જૈન પ્રવચન કિરણાવલી કર્તા : વિજયપઘ્રસૂરિજી જૈન ધર્મ પ્રસારક સભા સં. પૂ.શીલચંદ્રસૂરિજી ભવભાવના ભા-૧, ૨ (પ્રતાકાર) પૂ. મુક્તિચંદ્રસૂરિજી શાન્તી જિન આરાધક મંડળ ધર્મ પરિક્ષા ભા-૨ પ્રવિણચંદ્ર ખીમજી મોતા સં/ગુજ | ગીતા ગંગા લલિત વિસ્તરા ભા-૧, ૨,૩ પ્રવિણચંદ્ર ખીમજી મોતા | સં/ગુજ ગીતાર્થ ગંગા તત્ત્વાધિગમસૂત્ર-ભાગ-૪ પ્રવિણચંદ્ર ખીમજી મોતા સં/ગુજ ગીતાર્થ ગંગા અઢાર પાપ સ્થાનિક સ્વાધ્યાય પ્રવિણચંદ્ર ખીમજી મોતા ગુજ ગીતાઈ ગંગા અમૃતવેલની નાની સઝાય ૧૦ ક્રોધ પુરુષ પૂ. જયદર્શનસૂરિજી ગુજ જિનાજ્ઞા પ્રકાશન ચોમાસામાં ગિરીરાજની યાત્રા પૂ. જયદર્શનસૂરિજી ગુજ જિનાજ્ઞા પ્રકાશન | બે તિથિ શાસ્ત્રીય સત્ય છે. પૂ. જયદર્શનસૂરિજી જિનાજ્ઞા પ્રકાશન મંગલ પ્રતિક્રમણ સૂત્ર સંગ્રહ પૂ. અર્હમપ્રભસૂરિજી નીતિસૂરિજી તત્વજ્ઞાન શાળા | મંગલ પ્રતિક્રમણ સૂત્ર સંગ્રહ પૂ. અહમપ્રભસૂરિજી નીતિસૂરિજી તત્વજ્ઞાન શાળા ૧૫ | આ ઇતિહાસ નથી વર્તમાન છે. પૂ. રત્નસુંદરસૂરિજી ગુજ |રતનયત્રી ટ્રસ્ટ | ગુડ શંખેશ્વરા (સચિત્ર) પં. વૈરાગ્યરત્નવિજયજી હિ/ કેવલબાગ મુનિસુવ્રતરવામી ટ્રસ્ટ પાલીતાણા દર્શના પં. વૈરાગ્યરત્નવિજયજી ગુ કેવલબાગ મુનિસુવ્રતરવામી ટ્રસ્ટ પાલીતાણા દર્શન પં. વૈરાગ્યરતનવિજયજી હિ/ કેવલબાગ મુનિસુવ્રતસ્વામી ટ્રસ્ટ જૈન શ્વેતામ્બર તીર્થ અંતરિક્ષ પાર્શ્વનાથ પૂ. જંબૂવિજયજી ચંદ્રોદય પરિવાર સમાધિ મે સિદ્ધિ પૂ. ધર્મરત્નવિજયજી | માનવ લ્યાણ સંસ્થાન જૈનત્વ જાગરણ શ્રી ભૂષણ શાહ | ચંદ્રોદય પરિવાર મનું સંસાર સાર ભા-૨, ૩ શ્રી ભૂષણ શાહ ચંદ્રોદય પરિવાર સમાધાનમ પૂ. અભયશેખરસૂરિજી ગુજ જૈનમ પરિવાર સમાધિનો પ્રાણવાયુ પૂ. અજિતશેખરસૂરિજી ગુજ જૈનમ પરિવાર પરમઆનંદનું મંગલ દ્વાર પં. યશોવિજયજી પરમ ઉજનો પવિત્ર પરિચય પં. સંયમબોધિવિજયજી જૈનમ પરિવાર સમર્પણમ પં. રતનબોધિવિજયજી ગુજ જૈનમ પરિવાર વિશ્વ સંચાલનનો મૂળાધાર પં. રતનબોધિવિજયજી ગુજ જૈનમ પરિવાર | અજબ જીવનની ગજબ કહાની | પૂ. ગુણહંસવિજયજી જૈનમ પરિવાર ૩૦ જીવનનું અમૃત પૂ. ભવ્યસુંદરવિજયજી જૈનમ પરિવાર યાત્રા: ભક્તિ થી મુક્તિની પૂ. તીર્થબોધિવિજયજી ગુજ જૈનમ પરિવાર પરમનું પાવન સ્મરણ પૂ. તીર્થબોધિવિજયજી જૈનમ પરિવાર | સેતુઃ સંસારથી મુક્તિનો પૂ. કૃપાબોધિવિજયજી જૈનમ પરિવાર SIP ગુજ ગુજ જૈનમ પરિવાર ગુજ જ ગુજ અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૨૮ ૨ Page #3 -------------------------------------------------------------------------- ________________ સરસ્વતી પુત્રોને વંદના (નિમ્નોક્ત ગ્રંથના સંશોધન-સંપાદનનું કાર્ય ચાલુ છે. ટુંક સમયમાં પ્રકાશિત થશે.) પૂ.આ. શ્રી કુલચંદ્રસૂરીશ્વરજી મ.સા. (પૂ.પ્રેમભુવનભાનુસૂરિજી સમુદાય) (૧) પંચકલ્યભાષ્ય :- નૂતન સંસ્કૃત ટીકાની રચના (૨) દશાશ્રુત સ્કંધ :- નૂતન સંસ્કૃત ટીકાની રચના પૂ. આ. શ્રી તીર્થભદ્રસૂરીશ્વરજી મ.સા. (કચ્છવાગડ આ. શ્રી કલાપૂર્ણસૂરિજી સમુદાય) (૧) નવતત્ત્વ :- અંગ્રેજી માં વિવેચન પૂ.જંબૂવિજયજીના શિષ્ય પુંડરીકરત્નવિજયજી મ.સા. (આ.સિદ્ધિસૂરિજી સમુદાય) તથા ભૂષણ શાહ દ્વારા (૧) નંદીસૂત્ર :- ભાગ-૧,૨ - પૂ. જંબૂવિજયજી દ્વારા શુદ્ધિકરણ થયેલ અંતિમગ્રંથ (૨) ચૈત્યવંદન વૃત્તિ :- કત શ્રી ચંદ્રસૂરિજી - અપ્રગટ (૩) સૂરિમંત્ર કલ્ય :- પૂ. જંબૂવિજયજી દ્વારા સુધારેલ પ્રેસ કોપીના આધારે સિદ્ધિસૂરિજી મ.સા.નો રસૃતિ ગ્રંથ (૪) શ્રુતએન્સાક્લોપીડીયા - દિગંબર, શ્વેતામ્બર બધા જ ગ્રંથોનો પરિચય (૫) નિમિત્ત શાસ્ત્ર - ડૉ.ગેરીલ વેઝીન (૬) આવશ્યક સૂત્ર :- શ્રી મલયગિરિ ટીકા - સંશોધન (૯) આણંદા મહાકાવ્ય સંવેદન :- આણંદતિલકસૂરિ કૃત મહાકાવ્ય (૮) સમયસાર સંક્ષિપ્ત ઃ- જેમ્સ એવીએશન (૯) જૈન હિસ્ટરી :- સંપા : ભુષણ શાહ (૧૦) અષ્ટાંગ નિમિત્ત અંગે :- ૩૦૦ જેટલી હસ્તપ્રતો આધારે સંશોધન-સંપાદન-વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ (૧૧) મન્ત્ર સંસાર સાર :- ભાગ ૪-૫ સંપા : ભૂષણ શાહ (૧૨) વિષય એક વિહંગાવલોકના (૧૩) હરિવંશપુરાણ :- સંપા : ડૉ. પ્રિતમસંઘવી પૂ.સા. વસંતપ્રભાશ્રીજીના શિષ્યા પૂ. અમિતવર્ધનાશ્રીજી મ. સા. (પૂ.પ્રેમભુવનભાનુસૂરિજી સમુદાય) (૧) શ્રી નેમિનાથ ચરિયું :- કત - આ.રતનપ્રભસૂરિજી મ.સા. પૂ.જયાનંદવિજયજી મ. સા. (ગિસ્તુતિક સમુદાય) (૧) અરિજિન ચરિત્ર :- કત: શુભશીલગણિ - અપ્રગટ પૂ. આ. કલ્યાણબોધિસૂરિજી મ. સા. (પૂ.પ્રેમભુવનભાનુસૂરિજી સમુદાય) (૧) શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્ર - પાર્થસૂરિ (૨) વસ્તુપાલ ચરિત્ર (૩) પ્રવચનસારોદ્ધાર (ભાગ ૧-૨) 'અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૨૮ ૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ મુદ્રિત પ્રાયઃઅપ્રાપ્ય જીર્ણોધ્ધાર યોગ્ય પ્રતોની યાદી પ્રાચીન ઉપલબ્ધ હસ્તપ્રતો પરથી સંશોધન-સંપાદન કરીને ઘણા બધા આગમ-પ્રકરણ અને સ્વાધ્યાય ઉપયોગી ગ્રંથો પૂજ્ય ભગવંતોએ પ્રકાશન સંસ્થાઓ અને જૈન સંઘો દ્વારા પ્રકાશિત કરાવ્યા છે, જેના લીધે મુદ્રણયુગ આવ્યા પછી સ્વાધ્યાય અભ્યાસમાં ખૂબ જ વધારો થયો છે. પરંતુ પ્રીન્ટીંગ કરવામાં એક સાથે પ૦૦ કે ૧૦૦૦ નકલો છપાવવાની હોવાથી જે પણ કાગળ પ્રીન્ટીંગ માટે પહેલાના સમયમાં વપરાતો હતો તેની ઉંમર પ્રાય ૧૦૦ વર્ષની રહેતી હોય છે. અને તેથી ૫૦ કે તેથી વધુ વર્ષ પહેલા છપાયેલ આવા અગત્યના ઘણા બધા ગ્રંથો પ્રાયઃઅપ્રાપ્ય છે. અથવા તો જીર્ણ શીર્ણ અવસ્થામાં રહેલા છે. આવા મુદ્રીત થયેલ ગ્રંથો લુપ્ત થઇ જાય તે પહેલા તેને પુનઃમુદ્રણ કરીને ફરીથી છપાવવા જોઇએ. પહેલાના સમયમાં એક કે બે ઉપલબ્ધ હસ્તપ્રત ઉપરથી જે ગ્રંથ મુદ્રિત થયો હોય તે જ ગ્રંથ હવે ઘણા બધા ભંડારોના વ્યવસ્થાપકોની ઉદારતાને લીધે એક જ ગ્રંથની ઘણી બધી હસ્તપ્રતો ઉપલબ્ધ બની છે ત્યારે વિદ્વાન ગુરુભગવંતોએ પૂર્વ મુદ્રિત ગ્રંથોને નવેસરથી સંશોધન-સંપાદન કરીને પાઠ-ભેદ સાથે પ્રકાશિત કરવા જોઇએ. આ રીતે પ્રાયઃઅપ્રાપ્ય ગ્રંથો પૂજ્યોને અભ્યાસ માટે ઉપલબ્ધ બનશે અને પૂર્વાચાર્યોએ સંપાદિત કરેલ ગ્રંથો લુપ્ત થતા અટકશે અને શ્રુત રક્ષાનો ઉત્તમ લાભ પણ મળશે. શક્ય હોય તો બધા જ ગ્રંથો સંશોધન-સંપાદન કરીને નવેસરથી ડેટા એન્ટ્રી કરાવીને પ્રત કે સમયાનુસાર પુસ્તક રૂપે પ્રકાશિત કરવા યોગ્ય છે પરંતુ સમય-શક્તિના અભાવે શક્ય ન હોય તો તેને સ્કેનીંગ દ્વારા પુનઃમુદ્રણ પણ કરી શકાય છે. અને તે માટે શ્રીસંઘે ઉદારતાપૂર્વક જ્ઞાનદ્રવ્યનો સઉિપયોગ કરવો જોઇએ. ૫૦ વર્ષ પૂર્વે મુદ્રિત પ્રાયઃ અપ્રાપ્ય પુનઃમુદ્રણ યોગ્ય ગ્રંથોની વિગત અમોએ અહો શ્રુતજ્ઞાનમ અંક-૩ - ૧૪૩, અંક-૮ - ૩૬, અંક-૧૩ - ૩૯, અંક-૧૭ - ૨૬ અને અંક-૨૩ - ૩૨ આ રીતે કુલ ૨૦૪ ગ્રંથોની વિગત આપી હતી. તે પૈકી ઘણા બધા ગ્રંથો અમોએ શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર તરફથી ગ્રંથ જીર્ણોધ્ધાર યોજના અન્વયે ડીજીટલાઇજેશન દ્વારા મર્યાદિત પ્રીન્ટ કરાવીને ઉત્તમજ્ઞાનભંડારોને ભેટ મોકલાવી છે. અને બીજા પણ ઘણા બધા ગુરુભગવંતોની પ્રેરણાથી જુદી જુદી પ્રકાશન સંસ્થાઓ દ્વારા પ્રકાશિત થયા છે. તેજ શૃંખલામાં આ સાથે પુનઃમુદ્રણ યોગ્ય પ્રતાકાર છપાયેલ ગ્રંથોની યાદી આ અંકમાં પ્રકાશિત કરી છે અને આ બધા જ ગ્રંથોની મુદ્રિત નકલ પણ જરૂર મુજબ અમારી પાસેથી મળી શકશે. આ ગ્રંથોના ભાવાનુવાદ અને વિવેચન ભાષાંતર સાથે પણ અવારનવાર પ્રકાશિત થયા છે પરંતુ મૂળ સટીક ગ્રંથો ઉપરથી પણ ઘણા બધા પૂજ્યો અભ્યાસ કરતા હોય છે. તેથી મૂળ અને સટીક ગ્રંથો મુદ્રિત થયાને સમય વધારે થયો છે અને સરળતાથી બધા જ જ્ઞાનભંડારોનાં ઉપલબ્ધ થતા નથી, તેથી અહીંયા જણાવેલ ગ્રંથોની મર્યાદિત નકલો મુદ્રિત કરીને સક્રીય જ્ઞાનભંડારોને ભેટ મોકલવા અને બધાજ ગ્રંથોની પીડીએફ ફાઇલની ઇ-લાયબ્રેરી માં સંગ્રહ કરી, જ્યારે અભ્યાસ માટે પાંચ-દસ કે વધુ નકલોની જરૂર હોય ત્યારે જરૂર મુજબ પ્રિન્ટ કરાવીને ઉપલબ્ધ કરાવી શકાય. વિનંતી :- અત્યારે ઘણા બધા ગુરુ ભગવતોએ અભ્યાસ ઉપયોગી આગમઅને પ્રકરણ ગ્રંથોને સંસ્કૃત ટીકાની સાથે નીચે ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સંપાદિત કરીને પ્રકાશિત કરાવ્યા છે. આવા સટીક ભાષાંતર સાથેના ગ્રંથોની મુદ્રક પાસેથી સંસ્કૃત કે પ્રાકૃત ભાષાની અલગ ફાઇલ મેળવીને તેની થોટીક નકલો પ્રિન્ટ કરાવવી જોઇએ જેથી જે પણ પૂજ્યોને ફક્ત મૂળ કે ટીકા ફક્ત સંસ્કૃત ઉપરથી અભ્યાસ કરવો હોય તેમને સરળતાથી ઉપલબ્ધ બનશે. અને સંશોધિત થયેલ ગ્રંથોની ફક્ત સંસ્કૃત કે પ્રાકૃત ભાષાની અલગ ડીજીટલ ફાઇલ સીડીમાં અમોને મોકલવા વિનંતી છે તો અમો તેની મર્યાદિત | નકલો પ્રિન્ટ કરાવીને ઉત્તમજ્ઞાનભંડારોને ભેટ મોકલાવીશું. જેમાં સંશોધન કત-સંપાદન તેમજ પ્રકાશક તરીકે પણ જે તે પૂજ્યના નામનો ઉલ્લેખ કરીશું. અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૨૮ ૪ Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રાયઃપ્રાણ જિણોદ્ધારર્થકારણ ક્રમ ગ્રંથનું નામ કત /ટીકાકર ભાષા પ્રકાશક ઉત્તરાધ્યન સૂત્ર નેમીચંદ્રસૂરિ ટીકા પુષ્પચંદ્ર સોમચંદ શ્રીમાળી તત્ત્વાર્થ સૂત્ર-૧ સિધ્ધર્ષિગણિ ટીકા મનસુખલાલ ભગુભાઇ તત્વાર્થ સૂત્ર-૨ સિધ્ધર્ષિગણિ ટીકા મનસુખલાલ ભગુભાઇ આવશ્યક નિર્યુક્તિ-૧ હરિભદ્રસૂરિ ટીકા દેવચંદ લાલભાઇ આવશ્યક નિર્યુક્તિ-૨ હરિભદ્રસૂરિ ટીકા દેવચંદ લાલભાઇ આવશ્યક નિર્યુક્તિ-૩ હરિભદ્રસૂરિ ટીકા દેવચંદ લાલભાઇ આવશ્યક નિર્યુક્તિ-૪ હરિભદ્રસૂરિ ટીકા દેવચંદ લાલભાઇ શાસ્ત્રવાર્તાઈ સમુચ્ચય હરિભદ્રસૂરિ ટીકા ગોડીજી જૈન ઉપાશ્રય શાસ્ત્રવાર્તા સમુચ્ચય ઉપા.યશોવિજયજી દેવચંદ લાલભાઇ કર્મ પ્રકૃતિ -ચૂર્ણિ મુનિચંદ્રસૂરિ ટીપ્પણક| પ્રાપ્ય તત્વ પ્રકાશન તત્ત્વાર્થ સૂત્ર - ટીપ્પણક ચિરંતનમુનિ મનસુખભાઇ માણેકલાલ લઘુ ક્ષેત્ર સમાસ રત્નશેખરસૂરિજી આત્માનંદ જૈન સભા | સ્યાદવાદ રહસ્ય પત્રમ્ ઉપા. યશોવિજયજી જૈન પ્રસારક સભા અધ્યાત્મમન પરીક્ષા ઉપા.યશોવિજયજી દેવચંદ લાલભાઇ લોકનાદિ દ્વાચિંશિકા ઉપા. યશોવિજયજી આત્માનંદ જૈન સભા બંધ ષત્રિંશિકા અવસૂરિ વિજયતિલકસૂરિજી આત્માનંદ જૈન સભા ચંદ્રપહ ચરિયમ જિનેશ્વરસૂરિજી મહાવીર ગ્રંથમાળા રયણચૂડરાય ચરિયમ્ નેમિચંદ્રસૂરિજી ખંભાત તપગચ્છ સંઘ સુદર્શના ચરિયમ લલિતવિજયજી આત્માનંદ જૈન સભા સિરિપાસનાહ ચરિયમ (ગધ) દેવપ્રભસૂરિજી મણીપ્રભવિજયજી ગ્રંથમાળા પ્રવચન પરિક્ષા -પૂવધિ ધર્મસાગરજી અષભદાસ કેશરીમલ ૨૨ પ્રવચન પરીક્ષા - ઉતરાર્ધ ધર્મસાગરજી ઋષભદાસ કેશરીમલા ઉપદેશરહસ્થ ઉપા. યશોવિજયજી મનસુખભાઇ ભગુભાઇ સુબોધા સામાચારી શ્રીચંદ્રસૂરિજી દેવચંદ લાલભાઇ નવપદ પ્રકરણ-લgવૃતિ દેવગુમસૂરિ ટીકા દેવચંદ લાલભાઇ નવપદ પ્રકરણ-બૃહદવૃતિ દેવગુપ્તસૂરિ ટીકા દેવચંદ લાલભાઇ સ્યાદવાદ બિંદુ દર્શનવિજયજી લાલચંદ હંસરાજ વેદાંકુશ હેમચંદ્રાચાર્ય હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર પ્રમાણનયતત્ત્વ લોકાંતર દેવસૂરિજી જમનાભાઇ ભગુભાઇ | દ્રવ્યસપ્તતિકા લાવણ્યવિજયજી સિદ્ધિસૂરિજી ગ્રંથમાળા દ્વાચિંશદ્ર-દ્વાચિંશિકા ઉપા. યશોવિજયજી દાનપ્રેમરામચંદ્રસૂરિજી સામાચારી પ્રકરણ અજ્ઞાત આગમોદય સમિતી સામાચારી શતક સમયસુંદર જિનદત્તસૂરિ જ્ઞાનભંડાર પાક્ષિક સૂત્ર યશોદેવસૂરિ ટીકા દેવચંદ લાલભાઇ બૃહદ સંગ્રહણી મલયગિરિ ટીકા આત્માનંદ જૈન સભા ૨૧. P અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૨૮ ૫ Page #6 -------------------------------------------------------------------------- ________________ $ Iકથા સદ્વ્યય અંગે વિચારણા પર્યુષણ પર્વ દરમ્યાન કાસૂત્ર, બારસાસ્ત્ર અને પ્રતિક્રમણના સૂત્રોની ઉછામણી દ્વારા ભારતભરના મહત્તમ સંઘોમાં સારા એવા જ્ઞાનદ્રવ્યનું ઉપાર્જન થાય છે. શ્રાવકો પોતાના જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરવા માટે તેમજ પુયોપાર્જન કરવા માટે ભક્તિપૂર્વક પોતાની લક્ષ્મીનો સવ્યય કરે છે. આ ઉપાર્જિત થયેલ જ્ઞાનદ્રવ્યનો યોગ્ય, ઉચિત સ્થાને વિનિમય કરવો તે દરેક સંઘની અને શ્રાવિકા ઉપાશ્રયના સંચાલકની પ્રાથમિક ફરજ છે. લાભાલાભનો વિચાર કરીને સમયાનુસારી ઉત્તમ શ્રુતજ્ઞાનના કાર્યમાં જ્ઞાનદ્રવ્યનો સવ્યય કરવો જોઇએ. (૧) શ્રીસંઘનો પોતાનો જ્ઞાનભંડાર હોય તો તેમાં પૂજ્યોને સ્વાધ્યાય-અભ્યાસ ઉપયોગી પુસ્તકો, શબ્દકોશ, ન્યાય, વ્યાકરણ, જ્યોતિષ, શિલ્પ સ્થાપત્ય વગેરે અનેક વિષયોના પુસ્તકો ખરીદીને જ્ઞાનભંડાર સમૃદ્ધ બનાવી શકાય. વળી, જ્ઞાનભંડાર સાચવવા માટે યોગ્ય અજેના માણસને નિયુક્ત કરીને મહેનતાણું આપી રાખી શકાય. જૈન હોય તેને સાધારણમાંથી પગાર અપાય. વળી, જ્ઞાનભંડારના કબાટ, પુસ્તકોને ચઢાવવાના પુઠા વગેરે સામગ્રી, તેમજ સંગ્રહિત પુસ્તકોની યાદી કોમ્યુટર ઉપર બનાવવા માટે પણ જ્ઞાનદ્રવ્ય વાપરી શકાય. કોમ્યુટર ઉપર જ્ઞાનખાતા સિવાયના સંઘના બીજા પણ કાર્ય થતા હોય તો તે કોમ્યુટર સાધારણ ખાતામાંથી વસાવવું જોઇએ. (૨) શ્રાવિકા ઉપાશ્રયમાં આરાધના કરતા બહેનોને પણ જ્ઞાનદ્રવ્યની સારી એવી આવક હોય છે. તેઓએ પણ યોગ્ય જાણકાર સાધુ-સાધ્વીજી ભગવંતના માર્ગદર્શન અનુસાર જ્ઞાનદ્રવ્યનું વિતરણ કરી દેવું જોઇએ. એ જ્ઞાનદ્રવ્યનો ઉપયોગ પરમાત્માની આંગી, મુગટ વગેરે જેવા દેવદ્રવ્યના ખાતામાં ન કરતાં જ્ઞાનખાતામાંજ તેનો ઉપયોગ કરવો જોઇએ. (૩) કેટલાક પર્સનલ ઉપાશ્રયોની આવક અલગથી વાપરવાની હોય, ત્યારે જે તે ઉપાશ્રયના પ્રેરક સાધુ-સાધ્વીજી ભગવંતની સૂચના અનુસાર, તેમના સમુદાયમાં ગુરુભગવંત દ્વારા જ્ઞાનનું કાર્ય થતું હોય તો પૂજ્યોને સ્વાધ્યાય-અભ્યાસ ઉપયોગી પુસ્તકોના પ્રકાશનમાં ઉદારતાપૂર્વક લાભ લેવો જોઇએ. (૪) સ્વાધ્યાય અને અભ્યાસ ઉપયોગી પુસ્તકો જે ધંધાદારી પ્રકાશકો દ્વારા પ્રકાશિત થયેલ હોય, તેની એક સાથે ૨૫-૫૦ નકલ ડિસ્કાઉન્ટથી ખરીદીને બીજી જ્ઞાનભંડારોને ભેટ મોકલવાથી નાનાનાના જ્ઞાનભંડારોને સમૃદ્ધ બનાવી શકાય અને આવા અભ્યાસ ઉપયોગી પુસ્તકો પૂજ્ય ગુરુભગવંતોને પણ જરૂરીયાત અનુસાર સંપર્ક કરીને ભેટ આપી શકાય. (૫) આપણા પૂર્વાચાર્યોએ, અજૈન ગ્રંથો ઉપર પણ કલમ ચલાવી ટીકા, ટીપ્પણ, બાલાવબોધ વગેરે બનાવેલા છે તે આજે હસ્તપ્રતો રૂપે જુદા જુદા જ્ઞાનભંડારોમાં છપાવાયેલા છે. ઘણી બધી એમાં અપ્રગટ પણ છે. જેને પૂજ્ય ગુરુભગવંતો અને વિદ્વાનો પાસે સંશોધિત કરાવીને પ્રકાશિત કરાવવું જરૂરી છે. જેથી જૈનોનું સાહિત્ય જગતના ઇતિહાસમાં અપાયેલું યોગદાન ઉજાગર થશે. (૬) આપણા પૂર્વાચાર્યોએ સમયાનુસાર ઘણા બધા સંસ્કૃત-પ્રાકૃતના ગ્રંથો તેમજ મધ્યકાળે રાસ, ચરિત્ર, ટબા બનાવ્યા છે. તેમાનું પણ ઘણું બધું હજી અપ્રગટ છે. એવા અપ્રગટ ગ્રંથો શોધી, તેની હસ્તપ્રત શાસ્ત્રસંગ્રહમાંથી મેળવીને સંશોધન-સંપાદન કરવાના કાર્યને પ્રાધાન્ય આપવું જોઇએ. જેથી તત્કાલીન ઇતિહાસ અને ઇતિહાસને જોડતી કડીઓની ભાળ મળી શકે. (6) મુદ્રણયુગમાં ઘણા બધા ગુરુભગવંતો અને વિદ્વાનોએ હસ્તપ્રત ઉપરથી સંશોધનો કરીને ગ્રંથો મુદ્રિત કરાવી પ્રકાશિત કરાવ્યા છે. કાળના પ્રભાવે તે પણ જીર્ણ થઇ ગયા છે તથા ઘણા બધા 1 અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૨૮ ૬ Page #7 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનદ્રવ્યના યોષ્ણુ સદ્વ્યયુથી વિશaણા પ્રાયઃઅપ્રાપ્ય પણ થયા છે. પ૦-૬૦ વર્ષ જુના ઉપયોગી ગ્રંથોને ડીજીટલાઇઝેશન કરીને ફરીથી પ્રીન્ટ કરાવી પુનઃ પ્રાપ્ત કરવા જોઇએ. (૮) આપણો ધણો બધો ચુતવારસો હસ્તપ્રતમાં સંગ્રહાયો હતો, જે મધ્યકાળનાં વિધર્મીઓના આક્રમણની કટોકટીની અવસ્થામાં નાશ પામ્યો હતો. હાલ અમુક લીમીટેડ હસ્તપ્રતો જુદા જુદા હસ્તપ્રત ભંડારોમાં સચવાઇ રહી છે. કુદરતી આપત્તિ તેમજ માનવ સહજ બેદરકારીને કારણે જીર્ણ ક્ષીણ થઇ રહેલા આ ઋતવારસાની યોગ્ય જાળવણી કરવી જરૂરી છે. એ માટે, જ્ઞાનભંડારોની નિયમિત સફાઇ-સુરક્ષાના યોગ્ય ઉપાય તેમજ જીર્ણ મકાન હોય તો અગ્નિ કે ભેજ મુફ સલામતી નો પણ વિચાર કરવો જોઇએ. આજની આધુનિક ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરીને બધી જ હસ્તપ્રતોને ડીજીટલાઇઝેશન દ્વારા શ્રુતસંપદાને સુરક્ષિત કરવી જોઇએ અને તેમાં રહેલ અગત્યના ગ્રંથોની બીજી નકલ બનાવીને અલગ અલગ જગ્યાએ સુરક્ષિત કરવી જોઇએ. આવી અગત્યની હસ્તપ્રતોની ડીઝીટલ નકલમાંથી તાડપત્ર કે તામ્રપત્ર ઉપર એગ્રેવીંગ દ્વારા શુદ્ધ સ્વરૂપે ઓરીજનલ શ્રુત સાચવી શકાય છે. (૯) ભારત આઝાદ બન્યુ ત્યારે સરકારે જુદા જુદા રાજ્યોમાં પ્રાચીન સંસ્કૃતિની જાળવણી તથા સાચવણી માટે ઓરીએન્ટલ ઇન્સ્ટીટ્યુટની સ્થાપના કરી તેમજ યુનીવર્સીટીઓ તથા કોલેજોમાં પણ હસ્તપ્રત સંગ્રહ થયેલ. આવી જૈનેતર સંસ્થાઓમાં આપણા જૈન ગ્રંથોની લગભગ એક લાખથી વધુ હસ્તપ્રતો સચવાયેલી છે. તેને પણ ડીજીટલાઇઝેશન કે ઝેરોક્ષ નકલ મેળવીને સાચવી લેવી જોઇએ. (૧૦) અંગ્રેજ શાસન દરમ્યાન, આપણી ધણી બધી હસ્તપ્રતો વિદેશમાં પણ ગઇ છે. વિદેશમાં જુદા જુદા સંગ્રહ સ્થાનોમાં લગભગ ૫૦૦૦૦ થી વધુ હસ્તપ્રતો માત્ર જૈનોની છે. જેમાનાં કેટલાકના પ્રીન્ટેડ કેટલોગ પણ બહાર પડ્યા છે. તેઓ તેને હીરાના દાગીનાની જેમ સાચવે છે. મૂળ હસ્તપ્રતો પાછી મેળવવી ઘણી કપરી છે, પણ તેમાનું શ્રત પાછુ મેળવી શકાય તો પણ ઉત્તમ શાસન સેવા થઇ શકે છે. વિદેશમાં રહેલ હસ્તપ્રતો પૈકી અગત્યના ગ્રંથો-કે જેની પ્રતિ લીપી આપણી પાસે ન હોય, તેવા અગત્યના ગ્રંથોની યાદી બનાવીને તેને જે તે સંસ્થાના નિયમ મુજબ ડીજીટલ કે ઝેરોક્ષ રૂપે આ અમુલ્ય શ્રુતવારસો પાછો મેળવવો જોઇએ. તે માટે ઉદારતા પૂર્વક જ્ઞાનદ્રવ્યનો સવ્યય કરવો જોઇએ. આજની આધુનિક ટેકનોલોજીના ઉપયોગ દ્વારા શ્રુતજ્ઞાન રૂપી મુડી પાછી મેળળી શકાય. ઉપસંહાર :- ઉપરોક્ત બધા જ કાર્યો પૈકી જે તે સંઘ કે સંસ્થા પોતે કાર્ય કરીને જાતે જ લાભ લે તો ખૂબ ઉત્તમ છે, અને તે જ યોગ્ય શ્રુતભક્તિ-શ્રુતપૂજા છે. પોતાની શક્તિ અને સંયોગ હોવા છતાં, શાસનના કાર્યમાં ભોગ ના આપે તેઓને દોષ અતિચાર લાગે છે, પોતે ન કરી શકે તેમ હોય, તો જે સંસ્થાઓ કે વ્યક્તિઓ આવા કાર્ય કરે છે તેઓને તન-મન-ધનથી પૂર્ણ સહયોગ આપીને જ્ઞાનદ્રવ્યનો સવ્યય કરીને પોતાના જ્ઞાનાવરણીય તથા મોહનીય કર્મોના ક્ષયમાં નિમિતભૂત બની પરંપરાએ મોક્ષ પામો એજ શુભાભિલાષા... આ વર્ષે પ્રકાશિત અંક-૨૬, ૨૭, ૨૮ અમારી પાસે ઉપલબ્ધ ચાતુમાસ સરનામે પોસ્ટથી મોકલાવેલ છે. આ અંકો આપને વાંચન બાદ જરૂર ન હોય તો અમોને પરત મોકલાવી શકાશે, પરંતુ તેને પરઠવશો નહીં. આ બધી જ અંકો અમારી વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે. અને મેઇલ દ્વારા પણ મંગાવી શકાશે જે આપને ત્યાં પ્રીન્ટ થઇ શકશે. શ્રુતજ્ઞાનની કોઇપણ માહિતી, જોઇતા પુસ્તકો માટે ફોનનો ઉપયોગ ન કરતા એસએમએસ અથવા ઇ-મેઇલ દ્વારા જાણ કરવા વિનંતી છે. અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૨૮ Page #8 -------------------------------------------------------------------------- ________________ સામાજીક ઉધ્વીકરણ સુતિ પ્રપતતુ પ્રાણી થરાદ્ધર્મ સંસ્થા દુર્ગતિમાં પડતા જીવોને જે દુર્ગતિમાં પડતા અટકાવે તે ધર્મ. આ ધર્મ સામાન્યથી બે પ્રકારે વિભાજીત થાય. (1) સંસારથી વૈરાગ્ય પામી ધમનુષ્ઠાનની આરાધના કરવાથી (2) સંસારમાં રહ્યા છતાં પણ સ્વજનો, સમાજ વગેરે સાથેના સંબંધોમ ઈક રહેવા દ્વારા પરિવારમાં પણ દરેક સાથે એ પ્રમાણે વ્યવહાર કરે કે જેથી કર્મબંધ ઓછો થાય. સંકલેશ, વિવાદો, અથડામણો અને ઝગડા ઓછા થાય અને વ્યક્તિ સુખ-શાંતિ-સમાધિ અને સમજણપૂર્વક જીવન વ્યતીત કરે. અહીં બીજા પ્રકારના નૈતિક ધર્મની વિચારણા કરીએ. o સાધુ ભગવંતોનો શ્રીસંઘ-સમાજ પર અપ્રતિમ પ્રભાવ છે. તેઓ સકળ શ્રીસંઘને દોરનારા છે. તેઓ જીવનની દિશા બતાવનાર અને દશા બદલનાર છે. તેઓ શ્રીસંઘને ધમમાર્ગે તો જોડનાર છે જ, ત્યાગ અને તપસ્યાનો રાહ બતાવનાર છે જ, એમ તેમના જીવનનું સામાજીક ઉર્ધીકરણ થાય એ માટેના પણ પ્રયત્નો તેઓ કરતા હોય છે. 0 મા-બાપ અને સંતાન, દેરાણી અને જેઠાણી, સાસુ અને વહુ, ભાભી અને નણંદ... આ બધા પારસ્પરિક સંબંધો ઉપરના પુસ્તકો પણ આજે વધુ જરૂરી છે. એ જ રીતે માંદગીમાં સ્વસ્થતા-સમાધિ જાળવવી, માંદાની સેવા માટે પરિવારનો આંતરિક ઉત્સાહ... આ બધા વિષયો પર પણ કલમજરૂરી છે. રોગી, પીડિત વ્યક્તિને શાતા-સમાધિ-આશ્વાસન દાયક પુસ્તકો પણ આજના સમયની માંગ છે. 0 અલબત્ત, જેન સિદ્ધાંત વિચારસરણી મુજબ, આવાં કેટલાક પુસ્તકો પ્રકાશિત થયા છે. માંદગીમાં ભાવનાની અનિત્ય, અશરણ, શરીરભાવના તથા એકત્વ ભાવનાના પદોનો સંગ્રહ તથા પુણ્યપ્રકાશનું સ્તવન, અમૃતવેલની સઝાય વગેરે સાહિત્ય બહાર પડેલ જ છે. તેમ છતાં, અમારો અનુરોધ જનરલ લોકભોગ્ય પુસ્તકો માટેનો છે. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી, એમ ત્રણેય ભાષામાં કોઇપણ કોમના દુઃખિત, પીડિત, ત્રાહિત, રોગગ્રસ્ત વ્યક્તિઓને કેન્દ્રમાં રાખીને તેમને શાતા-સમાધિ-શાંતિનો માર્ગસમજાવાય તો અનેકમાં ભાવ જૈનત્વનું બીજારોપણ થાય. 0 સાંસારિક પ્રસંગોમાં પણ લ્હાણી તરીકે આવા ઉત્તમ પુસ્તકનો ઘરે ઘરે અપાય... સોશ્યલ ર-પ્રસાર થાય.. દરેક ગામ-શહેરની પ્રાથમિક સ્કુલો, જાહેર સ્થાનોના વેઇટીંગ રૂમો, હોસ્પીટલોમાં વેઇટીંગ સ્થાનો તેમજ દરેક રૂમોમાં, જનરલ ઓફીસોના વેઇટીંગ રૂમોમાં આ પ્રકારના પુસ્તકો મૂકાય તો ત્યાં આવનારા તેનો લાભ લઇ શકે. o સવક્ષેત્રીય આ પ્રકારનો પ્રયત્ન થાય તો સામાજીક ઉર્ધ્વીકરણ સહજ અને સરળ બની જાય. આપણા જગવંદનીય શ્રીસંઘમાં આવા ઉત્તમ લેખકરનો પૂજ્ય ગુરુભગવંતો છે જ. તેઓ આ વિષયને પણ વિશેષથી ધ્યાનમાં લઇ કલમ ચલાવે તેવી હાર્દિક અપેક્ષા... Printed Matter BookPosted 114(7) U/C, 5A P & T Guide hence not be taxed અહીશ્રવજ્ઞાન Rs. 1 Ticket પ્રકાશક: શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા.વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવના હિરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫. મો : 9426585904 (ઓ) 22132543 E-mail: ahoshrut.bs@gmail.com Website : www.ahoshrut.org 'અહો ! શ્રુતજ્ઞાનમ - 28 8