Book Title: Aho Shruta gyanam Paripatra 28
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ $ Iકથા સદ્વ્યય અંગે વિચારણા પર્યુષણ પર્વ દરમ્યાન કાસૂત્ર, બારસાસ્ત્ર અને પ્રતિક્રમણના સૂત્રોની ઉછામણી દ્વારા ભારતભરના મહત્તમ સંઘોમાં સારા એવા જ્ઞાનદ્રવ્યનું ઉપાર્જન થાય છે. શ્રાવકો પોતાના જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરવા માટે તેમજ પુયોપાર્જન કરવા માટે ભક્તિપૂર્વક પોતાની લક્ષ્મીનો સવ્યય કરે છે. આ ઉપાર્જિત થયેલ જ્ઞાનદ્રવ્યનો યોગ્ય, ઉચિત સ્થાને વિનિમય કરવો તે દરેક સંઘની અને શ્રાવિકા ઉપાશ્રયના સંચાલકની પ્રાથમિક ફરજ છે. લાભાલાભનો વિચાર કરીને સમયાનુસારી ઉત્તમ શ્રુતજ્ઞાનના કાર્યમાં જ્ઞાનદ્રવ્યનો સવ્યય કરવો જોઇએ. (૧) શ્રીસંઘનો પોતાનો જ્ઞાનભંડાર હોય તો તેમાં પૂજ્યોને સ્વાધ્યાય-અભ્યાસ ઉપયોગી પુસ્તકો, શબ્દકોશ, ન્યાય, વ્યાકરણ, જ્યોતિષ, શિલ્પ સ્થાપત્ય વગેરે અનેક વિષયોના પુસ્તકો ખરીદીને જ્ઞાનભંડાર સમૃદ્ધ બનાવી શકાય. વળી, જ્ઞાનભંડાર સાચવવા માટે યોગ્ય અજેના માણસને નિયુક્ત કરીને મહેનતાણું આપી રાખી શકાય. જૈન હોય તેને સાધારણમાંથી પગાર અપાય. વળી, જ્ઞાનભંડારના કબાટ, પુસ્તકોને ચઢાવવાના પુઠા વગેરે સામગ્રી, તેમજ સંગ્રહિત પુસ્તકોની યાદી કોમ્યુટર ઉપર બનાવવા માટે પણ જ્ઞાનદ્રવ્ય વાપરી શકાય. કોમ્યુટર ઉપર જ્ઞાનખાતા સિવાયના સંઘના બીજા પણ કાર્ય થતા હોય તો તે કોમ્યુટર સાધારણ ખાતામાંથી વસાવવું જોઇએ. (૨) શ્રાવિકા ઉપાશ્રયમાં આરાધના કરતા બહેનોને પણ જ્ઞાનદ્રવ્યની સારી એવી આવક હોય છે. તેઓએ પણ યોગ્ય જાણકાર સાધુ-સાધ્વીજી ભગવંતના માર્ગદર્શન અનુસાર જ્ઞાનદ્રવ્યનું વિતરણ કરી દેવું જોઇએ. એ જ્ઞાનદ્રવ્યનો ઉપયોગ પરમાત્માની આંગી, મુગટ વગેરે જેવા દેવદ્રવ્યના ખાતામાં ન કરતાં જ્ઞાનખાતામાંજ તેનો ઉપયોગ કરવો જોઇએ. (૩) કેટલાક પર્સનલ ઉપાશ્રયોની આવક અલગથી વાપરવાની હોય, ત્યારે જે તે ઉપાશ્રયના પ્રેરક સાધુ-સાધ્વીજી ભગવંતની સૂચના અનુસાર, તેમના સમુદાયમાં ગુરુભગવંત દ્વારા જ્ઞાનનું કાર્ય થતું હોય તો પૂજ્યોને સ્વાધ્યાય-અભ્યાસ ઉપયોગી પુસ્તકોના પ્રકાશનમાં ઉદારતાપૂર્વક લાભ લેવો જોઇએ. (૪) સ્વાધ્યાય અને અભ્યાસ ઉપયોગી પુસ્તકો જે ધંધાદારી પ્રકાશકો દ્વારા પ્રકાશિત થયેલ હોય, તેની એક સાથે ૨૫-૫૦ નકલ ડિસ્કાઉન્ટથી ખરીદીને બીજી જ્ઞાનભંડારોને ભેટ મોકલવાથી નાનાનાના જ્ઞાનભંડારોને સમૃદ્ધ બનાવી શકાય અને આવા અભ્યાસ ઉપયોગી પુસ્તકો પૂજ્ય ગુરુભગવંતોને પણ જરૂરીયાત અનુસાર સંપર્ક કરીને ભેટ આપી શકાય. (૫) આપણા પૂર્વાચાર્યોએ, અજૈન ગ્રંથો ઉપર પણ કલમ ચલાવી ટીકા, ટીપ્પણ, બાલાવબોધ વગેરે બનાવેલા છે તે આજે હસ્તપ્રતો રૂપે જુદા જુદા જ્ઞાનભંડારોમાં છપાવાયેલા છે. ઘણી બધી એમાં અપ્રગટ પણ છે. જેને પૂજ્ય ગુરુભગવંતો અને વિદ્વાનો પાસે સંશોધિત કરાવીને પ્રકાશિત કરાવવું જરૂરી છે. જેથી જૈનોનું સાહિત્ય જગતના ઇતિહાસમાં અપાયેલું યોગદાન ઉજાગર થશે. (૬) આપણા પૂર્વાચાર્યોએ સમયાનુસાર ઘણા બધા સંસ્કૃત-પ્રાકૃતના ગ્રંથો તેમજ મધ્યકાળે રાસ, ચરિત્ર, ટબા બનાવ્યા છે. તેમાનું પણ ઘણું બધું હજી અપ્રગટ છે. એવા અપ્રગટ ગ્રંથો શોધી, તેની હસ્તપ્રત શાસ્ત્રસંગ્રહમાંથી મેળવીને સંશોધન-સંપાદન કરવાના કાર્યને પ્રાધાન્ય આપવું જોઇએ. જેથી તત્કાલીન ઇતિહાસ અને ઇતિહાસને જોડતી કડીઓની ભાળ મળી શકે. (6) મુદ્રણયુગમાં ઘણા બધા ગુરુભગવંતો અને વિદ્વાનોએ હસ્તપ્રત ઉપરથી સંશોધનો કરીને ગ્રંથો મુદ્રિત કરાવી પ્રકાશિત કરાવ્યા છે. કાળના પ્રભાવે તે પણ જીર્ણ થઇ ગયા છે તથા ઘણા બધા 1 અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૨૮ ૬

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8