Book Title: Aho Shruta gyanam Paripatra 28 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 7
________________ જ્ઞાનદ્રવ્યના યોષ્ણુ સદ્વ્યયુથી વિશaણા પ્રાયઃઅપ્રાપ્ય પણ થયા છે. પ૦-૬૦ વર્ષ જુના ઉપયોગી ગ્રંથોને ડીજીટલાઇઝેશન કરીને ફરીથી પ્રીન્ટ કરાવી પુનઃ પ્રાપ્ત કરવા જોઇએ. (૮) આપણો ધણો બધો ચુતવારસો હસ્તપ્રતમાં સંગ્રહાયો હતો, જે મધ્યકાળનાં વિધર્મીઓના આક્રમણની કટોકટીની અવસ્થામાં નાશ પામ્યો હતો. હાલ અમુક લીમીટેડ હસ્તપ્રતો જુદા જુદા હસ્તપ્રત ભંડારોમાં સચવાઇ રહી છે. કુદરતી આપત્તિ તેમજ માનવ સહજ બેદરકારીને કારણે જીર્ણ ક્ષીણ થઇ રહેલા આ ઋતવારસાની યોગ્ય જાળવણી કરવી જરૂરી છે. એ માટે, જ્ઞાનભંડારોની નિયમિત સફાઇ-સુરક્ષાના યોગ્ય ઉપાય તેમજ જીર્ણ મકાન હોય તો અગ્નિ કે ભેજ મુફ સલામતી નો પણ વિચાર કરવો જોઇએ. આજની આધુનિક ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરીને બધી જ હસ્તપ્રતોને ડીજીટલાઇઝેશન દ્વારા શ્રુતસંપદાને સુરક્ષિત કરવી જોઇએ અને તેમાં રહેલ અગત્યના ગ્રંથોની બીજી નકલ બનાવીને અલગ અલગ જગ્યાએ સુરક્ષિત કરવી જોઇએ. આવી અગત્યની હસ્તપ્રતોની ડીઝીટલ નકલમાંથી તાડપત્ર કે તામ્રપત્ર ઉપર એગ્રેવીંગ દ્વારા શુદ્ધ સ્વરૂપે ઓરીજનલ શ્રુત સાચવી શકાય છે. (૯) ભારત આઝાદ બન્યુ ત્યારે સરકારે જુદા જુદા રાજ્યોમાં પ્રાચીન સંસ્કૃતિની જાળવણી તથા સાચવણી માટે ઓરીએન્ટલ ઇન્સ્ટીટ્યુટની સ્થાપના કરી તેમજ યુનીવર્સીટીઓ તથા કોલેજોમાં પણ હસ્તપ્રત સંગ્રહ થયેલ. આવી જૈનેતર સંસ્થાઓમાં આપણા જૈન ગ્રંથોની લગભગ એક લાખથી વધુ હસ્તપ્રતો સચવાયેલી છે. તેને પણ ડીજીટલાઇઝેશન કે ઝેરોક્ષ નકલ મેળવીને સાચવી લેવી જોઇએ. (૧૦) અંગ્રેજ શાસન દરમ્યાન, આપણી ધણી બધી હસ્તપ્રતો વિદેશમાં પણ ગઇ છે. વિદેશમાં જુદા જુદા સંગ્રહ સ્થાનોમાં લગભગ ૫૦૦૦૦ થી વધુ હસ્તપ્રતો માત્ર જૈનોની છે. જેમાનાં કેટલાકના પ્રીન્ટેડ કેટલોગ પણ બહાર પડ્યા છે. તેઓ તેને હીરાના દાગીનાની જેમ સાચવે છે. મૂળ હસ્તપ્રતો પાછી મેળવવી ઘણી કપરી છે, પણ તેમાનું શ્રત પાછુ મેળવી શકાય તો પણ ઉત્તમ શાસન સેવા થઇ શકે છે. વિદેશમાં રહેલ હસ્તપ્રતો પૈકી અગત્યના ગ્રંથો-કે જેની પ્રતિ લીપી આપણી પાસે ન હોય, તેવા અગત્યના ગ્રંથોની યાદી બનાવીને તેને જે તે સંસ્થાના નિયમ મુજબ ડીજીટલ કે ઝેરોક્ષ રૂપે આ અમુલ્ય શ્રુતવારસો પાછો મેળવવો જોઇએ. તે માટે ઉદારતા પૂર્વક જ્ઞાનદ્રવ્યનો સવ્યય કરવો જોઇએ. આજની આધુનિક ટેકનોલોજીના ઉપયોગ દ્વારા શ્રુતજ્ઞાન રૂપી મુડી પાછી મેળળી શકાય. ઉપસંહાર :- ઉપરોક્ત બધા જ કાર્યો પૈકી જે તે સંઘ કે સંસ્થા પોતે કાર્ય કરીને જાતે જ લાભ લે તો ખૂબ ઉત્તમ છે, અને તે જ યોગ્ય શ્રુતભક્તિ-શ્રુતપૂજા છે. પોતાની શક્તિ અને સંયોગ હોવા છતાં, શાસનના કાર્યમાં ભોગ ના આપે તેઓને દોષ અતિચાર લાગે છે, પોતે ન કરી શકે તેમ હોય, તો જે સંસ્થાઓ કે વ્યક્તિઓ આવા કાર્ય કરે છે તેઓને તન-મન-ધનથી પૂર્ણ સહયોગ આપીને જ્ઞાનદ્રવ્યનો સવ્યય કરીને પોતાના જ્ઞાનાવરણીય તથા મોહનીય કર્મોના ક્ષયમાં નિમિતભૂત બની પરંપરાએ મોક્ષ પામો એજ શુભાભિલાષા... આ વર્ષે પ્રકાશિત અંક-૨૬, ૨૭, ૨૮ અમારી પાસે ઉપલબ્ધ ચાતુમાસ સરનામે પોસ્ટથી મોકલાવેલ છે. આ અંકો આપને વાંચન બાદ જરૂર ન હોય તો અમોને પરત મોકલાવી શકાશે, પરંતુ તેને પરઠવશો નહીં. આ બધી જ અંકો અમારી વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે. અને મેઇલ દ્વારા પણ મંગાવી શકાશે જે આપને ત્યાં પ્રીન્ટ થઇ શકશે. શ્રુતજ્ઞાનની કોઇપણ માહિતી, જોઇતા પુસ્તકો માટે ફોનનો ઉપયોગ ન કરતા એસએમએસ અથવા ઇ-મેઇલ દ્વારા જાણ કરવા વિનંતી છે. અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૨૮Page Navigation
1 ... 5 6 7 8