Book Title: Agam Jyot 1978 Varsh 14 Author(s): Agmoddharak Jain Granthmala Publisher: Agmoddharak Jain Granthmala View full book textPage 9
________________ તેની પાછળ પૂ. આગમાદ્ધિારક આચાર્યદેવ ભગવંતનાં વ્યાખ્યાને, નિબંધ, પ્રશ્નોત્તરી અને વિવિધ સંસ્કૃત-ગુજરાતી પદ્યકૃતિઓના મધુર સંગ્રહની આગવી શ્રેષ્ઠતા ઉપરાંત તેની વ્યવસ્થિત સંકલના, સુંદર સંપાદન તથા ગઠવણની આદર્શ શૈલિ આદિ કારણભૂત હેય એમ અમને લાગે છે. અમે અમારી જાતને ધન્ય માનીએ છીએ કે પૂ. આગધ્રારક આચાર્યદેવશ્રીના પટ્ટધર, શાસ્ત્રદંપર્યંબેધક વાત્સલ્યસિંધુ ગચ્છાધિપતિ સ્વ. પૂ. આ. શ્રી માણેકસાગરસૂરીશ્વરજીભગવંતના મંગલ આશીર્વાદ તેમજ તેઓશ્રીની પુનિત પ્રેરણાનું બળ અને આદિથી અંત સુધી મળેલ છે. આજે પણ તેમની અદ્રશ્ય વરદ-કૃપાના બળે આજની વિષમ પરિસ્થિતિમાં પણ અમે આ જાતનું પ્રકાશન કરી રહ્યા છીએ એ અમારૂં ઉદાત્ત સૌભાગ્ય છે. અમારી ગ્રંથમાલાના મુખ્ય પ્રેરક પૂ. આગમ દ્ધારક આચાર્ય દેવશ્રીના લઘુતમ બાળશિષ્ય, કર્મગ્રન્થાદિ સૂક્ષ્મ-તત્વના માર્મિક શાતા પૂ. પં. શ્રી સૂર્યોદયસાગરજી મ. ગણિવરશ્રીની બહુમુખી પ્રેરણાના બળેજ અમારી ગ્રંથમાળા ધીમા પણ મક્કમ પગલાં ભરી રહી છે. અમે પૂ. સ્વ. ગચ્છાધિપતિશ્રીની અદશ્ય વરદકૃપાની જેમ પૂ. પં. શ્રી સુર્યોદયસાગરજી મ.ની પુનિત ઉપદષ્ટિના પણ ખરેખર તણી છીએ. શ્રીદેવ-ગુરુની અસીમ મંગલપાએ પૂ. સ્વ. ગચ્છાધિપતિશ્રીની મંગલ–નિશ્રામાં નક્કી થયેલ આ પ્રકાશનનું આજે ૧૪ મું વાર્ષિક પુસ્તક પ્રગટ થઈ રહ્યું છે. આના પ્રકાશનમાં પૂ. સ્વ. ગચ્છાધિપતિશ્રીની અસીમ વરદકૃપાના બળની સાથે સાથે સાગર-સમુદાયના પૂ. સાધુ-સાધ્વીજીPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 184