________________
五五五五五的蛋蛋的蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋卐卐卐卐
મહેનતો કરી હશે પણ ઉલ્લેખો પ્રાપ્ત થતા નથી. તેથી ૪૦૦ વર્ષ પહેલા રાજકીય વિષમ વાતાવરણની વચ્ચે આગમનું ભગીરથ કાર્ય કરનારા મહાપુરુષને જ આગમ ગ્રન્થ અર્પણ થાય તે જ યોગ્ય ગણારો. મૂળ આગમોનું કીડીંગ કરવા માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલય પ્રકાશિત આગમો લીધા. ત્યારબાદ બાકીના આગમોમાટે આગમરત્ન મંજૂષા પેટીનો આધારે લીધેલ છે. ભાવાર્થ માટે શ્રી કન્હેયાલાલ ‘કમલ’ સંપાદિત જૈન સંઘ નિર્દેશિકાનો આધાર લીધેલ છે.
‘આગમગુણમંજૂષા’ ગ્રન્થ છપાવવા માટે પૂજનીય સાધુ-સાધ્વીજી ભગવંતોની પ્રેરણા છે જ. સાથે અમરાવતીવાળા શ્રી જેન્તીલાલ ભાઈ કંકુવાલા અને અથાગ મહેનત કરનાર શ્રી બીકેશ કુમાર - શ્રી શાંતિલાલ ભાઈ બંધુ બેલડી (રાયણ) વાળાને તથા ઘાટકોપર સંઘના પ્રમુખ શ્રી રતનશી ભાઈ તથા સાથીદારોને કેમ ભૂલાય !
આગમ ગ્રન્થને ફીડીંગ કરી સાત-સાત વખત પુદ્દો આપવા છતાં નહીં કંટાળેલા શ્રી અશોકભાઈ-મંજૂલાબેનને પણ કેમ ભૂલી શકાય. તેઓ આગમોની સી.ડી.રોમ બનાવવાની ભાવના ધરાવે છે. ૪૫ આગમો તાત્પ્રયંત્રમાં કોતરવા હોય તો હાલમાં ૨૫ લાખ રૂા. ખર્ચ થાય. અને તામ્રપત્ર લાંબા સમય સુધી ટકી શકે.
અંતે અચલગચ્છાધિપતિ પ.પૂ. આ.ભ. શ્રી ગુણોદયસાગરસૂરિ મ.સા. ને તથા પ. પૂ. યુવાચાર્ય શ્રી કલાપ્રભસાગરસૂરિ મ.સા. આદિ સર્વે પૂજ્યોને નત મસ્તકે વંદના કરીએ છીએ. પ.પૂજ્ય આ.ભ. ની પ્રતિકૃતિ પ્રકાશિત કરવાની ઈચ્છા પૂર્ણ ન થઈ. અસ્તુ
૧૫ વર્ષ સુધીમાં ‘આગમગુણમંજુષા’’ પ્રત્યે શુભ રુચિ ધરાવનારા સહકાર આપનારા નામી-અનામી સૌ ને સાધુવાદ આપીને વાત પૂર્ણ કરું છું. સ્વ. અચલગચ્છાધિપતિશ્રીના શિષ્ય .
આગમ વિશે શ્રી વીતરાગ સંદેશ માસિકમાં છપાયેલી વિગત
અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રી ગુણસાગર સૂરીશ્વરજી મહારાજા સાહેબે શ્રી શિખરજી મહાતીર્થમાં વિ.સ. ૨૦૪૦ ને અષાઢ વદ ૧૪ ગુરુવાર તા. ૨૬-૧-૮૪ ના શુભ દિને આગમ લખવાની શરૂઆત કરેલ. તે શ્રી વીતરાગ સંદેશ સપ્ટેમ્બર - ઑક્ટોમ્બર - ૧૯૮૪ નાં અંકમાં પાના નંબર ૩૩ મા છપાવેલી વિગતની સંક્ષિપ્ત નોંધ
-અચલગચ્છના ઈતિહાસનો સુવર્ણદિન -
આજના દિને અચલગચ્છાધિપતિશ્રીના શુભ હસ્તે એક અનોખી વસ્તુની શુભ શરૂઆત થવાની હતી. એથી અચલગચ્છની અનુયાયીઓ માટે આજનો દિવસ ગૌરવવંતો દિવસ હતો. આજના ઉત્તમદિને પંચાંગની તેરસે, શુભ નક્ષત્રે, શુભ મુહુર્તે, શુભ ઘડીએ, શુભ પળે, જે સમયે આકાશ માં સૂર્યનો પ્રકાશ ઠંડો થઈ ગયો હતો. કારણ વાદળાઓથી (સૂર્ય) ઘેરાઈ ગયો હતો, પવન મંદમંદ રીતે વાઈ રહ્યો હતો, ઝાલર રણકી રહી હતી એ શુભ ચુનને સૂચવતી હતી. ધૂપ પોતાની સુગંધ પ્રસરાવી રહ્યો હતો. દીપક જાણે જ્ઞાનનો પ્રકાશક આપી રહ્યો હોય નહિં એવી રીતે ટમટમી રહ્યો હતો. પૂ. મુનિરાજો મંદસ્વરે શ્લોકો અને નવકારના ઉચ્ચારણ કરી રહ્યા હતા. સાધ્વીજી ભગવંતો યોગાનુયોગ હાજર રહ્યા હતા. તેવા સમયે જેમ પૂર્વના મહાન પૂર્વાચાર્યોએ જેવી રીતે પ્રાચીન અને આગમિક ગ્રન્થોને સ્વહસ્તાક્ષરોથી પાનાઓમાં ઉતારતા હતા એજ રીતે આજની શુભ ઘડીએ હાથવણાટના ઉત્તમ એવા કાગળમાં, ઉત્તમ એવી સ્યાહીથી જે સ્યાહીને ગમે તેટલો પાણી લાગવા છતાં એક બિંદુ પણ બગડે નહિં એવી ઉત્તમ સ્યાહીથી, ૪૫ આગમોમાં જેને પ્રથમ સ્થાન મળ્યું છે. એવું મુકુટ સમાન શ્રી ઉત્તરાધ્યાન સૂત્ર તે આગમ લખવાની તથા તેનું ભાષાંતર કરવાની શુભ શરૂઆત કરી આજના દિને પૂજ્યશ્રીએ કરેલી શુભ શરૂઆતના કારણે ચતુર્વિંધ જૈન સંઘે વિવિધ જાતના સંકલ્પો લીધા એ સંકલ્પોની પૂજ્યશ્રીએ સ્વમુખેથી પ્રતિજ્ઞા આપી. આથી ચતુર્વિધ જૈન સંઘ ધન્ય બન્યો.
श्री आगमगुणमंजूषा D 原