________________
2蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋 ren yorrl LL 蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋
આગમ વિશે અમારી વાતો
આજથી ૧૫ વર્ષ પહેલા વિ. સં. ૨૦૪૦ આષાઢ વદ - ૧૪ ગુરુવાર તા. ૨૬-૧-૮૪ ના શુભ દિવસે શ્રી સમેતશિખરજી મહાતીર્થમાં અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રી ગુણસાગર સૂરીશ્વરજી મ.સા. એ શિષ્ય – પ્રશિષ્યોના આગ્રહથી ૪૫ આગમ પૈકીના શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર આગમ અર્થ સહિત લખવાની શુભ શરૂઆત કરેલ. એ આગમો ૧૫ વર્ષના દીર્ઘ સમય પછી પ્રકાશિત થઈ રહ્યા છે.
આગમ છપાવવા માટે ટ્રસ્ટની રચના વિ.સ. ૨૦૪૫ માં અમરાવતીમાં કરવામાં આવી અને થોડું ફંડ એકત્રિત થયું પણ વિ.સં. ૨૦૪૯ માં ઘાટકોપરમાં શ્રી સંઘના સાથ સહકારથી શ્રી બીકેશકુમાર (રાયણ)વાળાની જહેમતથી રૂા. ચાર લાખ જેટલું માતબર ફંડ જમા થયું. સાથે સાથે અચલગચ્છના પૂ. સાધુ– સાધ્વીજી ભગવંતોનો પણ સાથ સહકાર મળતો ગયો. વિરોષમાં પ.પૂ. વિદૂષી સાધ્વી શ્રી ચારૂલત્તાશ્રીજી મ.સા., પ. પૂ. સાધ્વી શ્રી તત્ત્વપૂર્ણાશ્રીજી મ.સા., પ. પૂ. સાધ્વી શ્રી ગુણમાલાશ્રીજી મ.સા. નો વિરોષ સહકાર મલ્યો એને કેમ ભૂલી શકાય.
સુંદર ફંડ એકત્રિત થઈ જવાથી બધા આગમો શબ્દાર્થ સાથે પ્રગટ કરવાની ઈચ્છા થઈ એ માટે પ્રયત્નો કર્યા અને ૪૫ આગમોનો ગુજરાતી અનુવાદ કૉમ્પ્યુટરમાં ફીડ કરાવી લીધેલ પણ પછીથી ખ્યાલ આવેલ કે આ અનુવાદ ઘણું સંશોધન માંગી લે છે. તેથી સંક્ષિપ્ત ભાવાર્થ સાથે આ આગમો પ્રસિદ્ધ કરવાની ઈચ્છા થઈ, એ અરસામાં અમરમુનિ સંપાદિત અંતકૃતદશા સચિત્ર આગમ હાથમાં આવ્યું અને ૪૫ આગમો સચિત્ર છપાવવાની ઈચ્છા થઈ અને એ માટે પ્રયત્નો કરવામાં આવ્યા. પૂ.આ.ભ. શ્રી યશોદેવસૂરિ મ.સા. અને પૂ. અમરમુનિ સંપાદિત ચિત્રોના આધાર લેવામાં આવ્યો. આ તબક્કે અમો એ મહાપુરુષોને વંદના કરીએ છીએ. આમ આગમનું કાર્ય લંબાતુ ગયું.
૪૫ આગમો કૉમ્પ્યુટરમાં ફીડીંગ થયા પછી છ વખત જુદા જુદા સમયે તબક્કા વાર પ્રુફો જોવામાં આવ્યા. એમાં પંડિતજીની પણ સહાય લેવામાં આવી. પુકો ચેક કરવામાટે તપાગચ્છના અને અચલગચ્છના પૂજ્ય સાધુ- સાધ્વીજી ભગવંતોનો ખૂબજ સુંદર સાથ સહકાર મળતો રહ્યો. અમારી ઈચ્છા હતી કે પ્રુફ ચેક કરનાર દરેકના નામો છપાવીએ પણ બધાની સ્પષ્ટ ના હોવાથી અમે નામો આપી શકતા નથી પણ એ પૂજ્યોને અમો અંતરથી વંદના કરીએ છીએ અને સાધુવાદ આપીએ છીએ.
આગમ ગ્રન્થને સંપાદિત કરનારા અચલગચ્છાધિપતિ પ.પૂ. આ.ભ.શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજા સાહેબ આજે સાક્ષાત્ આપણી પાસે વિદ્યમાન નથી પણ એમની લોકભોગ્ય સાહિત્યિક રચનાઓ દ્વારા અચલગચ્છીય અનુયાયીઓમાં સેંકડો– હજારોની સંખ્યામાં વિદ્યમાન છે. દરરોજ પ્રભુદર્શન જતા સાધુ-સાધ્વી-શ્રાવકશ્રાવિકાઓ પૂજ્યશ્રીના રચેલા સ્તવનો ગાય છે. અને ગુરુભક્તોને પૂજ્યશ્રીની યાદ આવી જાય છે. એમણે સેંકડો ગ્રન્થોની રચનાઓ કરી છે. સંસ્કૃત ગદ્ય-પદ્યમાં ૨૫૦૦૦ શ્લોક પ્રમાણ અને ગુજરાતી ગદ્ય-પદ્યમાં એક લાખ શ્લોક પ્રમાણ રચના ગણાય છે.
-
પૂજ્યશ્રીએ આગમ સાહિત્ય વિશે પણ સુંદર રચનાઓ કરી છે. ૧) પંચજ્ઞાન - ૪૫ આગમ પૂજા ૨) આગમસ્તવન – સ્તુતિ ૩) કલ્પસૂત્રનું ભાષાંતર ૪) ખારસાસૂત્ર ના ઢાળીયા ૫) મૂળ બારસાસૂત્રનું સચિત્ર પ્રકાશન માટે પ્રેરણા આપી અને ૬) કલ્પસૂત્ર ઉપર સંસ્કૃત યા પ્રાકૃતમાં ટીકા રચવાની શરૂઆત કરેલ જે અપૂર્ણ રહેલ છે. ૭) સચિત્ર ભાવાર્થ સાથે ૪૫ આગમો જે પૂજ્યશ્રીની વિદાયબાદ પણ પૂજ્યશ્રીના નામે છપાયા છે.
આ આગમ ગ્રન્થ કોને અર્પણ કરવો આ પ્રશ્ન થોડો મૂંજવણભર્યો રહ્યો. સતત ચિંતન પછી પ. પૂજ્ય મહાન ક્રીયોદ્ધારક અચલગચ્છાધિપતિ આ.ભ.શ્રી. ધર્મમૂર્તિસૂરિ મ.સા. સ્મૃતિપટમાં આવ્યા. જેમણે ૪૫ આગમોને લીપિબદ્ધ કરાવેલ છે. એમાની કેટલીક હસ્તપ્રતો આજે પણ (કચ્છ) માંડવીના ભંડારમાં જોવા મળે છે. પૂજ્ય ધર્મમૂર્તિસૂરિ મ.સા. સાહેબે આગમ માટે કરેલા પ્રયત્નોના ઉલ્લેખ ઘણા જોવા મળે છે. પણ બીજા ગચ્છાધિપતિઓ પૂ. આચાર્ય ભગવંતો, પૂ.મુનિ ભગવંતો એ પણ
श्री आगमगुणमंजूषा C
事事事