Book Title: Agam Deep 39 Mahanisiham Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 12
________________ 224 મહાનિસીહ-૧-૧દ મુહૂર્ત, આંખના પલકારી, અર્ધપલકારો અર્ધપલકારાની અંદરના ભાગ જેટલો કાળ પણ શલ્ય થી રહિત થજે- તે આ પ્રમાણે [ 4 - 6 ]જ્યારે હું સર્વ ભાવથી ઉપશાંત થઇશ તેમજ સર્વ વિષયોમાં વિરકત બનીશ, રાગ દ્વેષ અને મોહને ત્યાગીશ... ત્યારે સંવેગ પામેલો આત્મા પરલોકના પંથને એકાગ્ર મનથી સમ્યક્ પ્રકારે વિચારે, અરે ! હું અહીંથી મૃત્યુ પામીને કયાં જઇશ?...મેં કયો ધર્મ પ્રાપ્ત કર્યો છે?, મારે કયા વ્રત નિયમ છે?, મેં ક્યા તપનું સેવન કર્યું છે?, મેં શીલ કેવું ધારણ કરેલ છે?, મેં શું દાન આપેલું છે? [7-9] - કે જેના પ્રભાવે હું હીન, મધ્યમ કે ઉત્તમ કુળમાં સ્વર્ગ કે મનુષ્ય લોકમાં સુખ અને સમૃધ્ધિ પામી શકું? અથવા વિષાદ કરવાથી શો ફાયદો ? આત્માને હું બરાબર જાણું છું, મારું દુશ્મચરિત્ર તેમજ મારા દોષો અને ગુણો છે તે સર્વે હું જાણું છું. આમ ઘોર અંધકારથી ભરપુર એવા પાતાળ-નર્કમાં જ હું જઈશ કે જ્યાં લાંબા કાળસુધી હજારો દુઃખો મારે અનુભવવા પડશે. [ 10-11 ] આવી રીતે સર્વ જીવો ધર્મ-અધર્મ, સુખ-દુખ વીગેરે જાણે છે. ગૌતમ! એમાં કેટલાંક પ્રાણીઓ એવા હોય છે કે જેઓ આત્મહિત કરનાર ધર્મનું સેવન મોહ અને અજ્ઞાનને કારણે કરતા નથી. વળી પરલોક માટે આત્મહિત રૂપ એવો ધર્મ છે કોઇ માયા-દંભથી કરશે તો પણ તેનો લાભ અનુભવશે નહીં. L[ 12-14] આ આત્મા મારો જ છે. હું મારા આત્માને યથાર્થ જાણું છું. આત્માની પ્રતીતિ કરવી દુષ્કળ છે. ધર્મ પણ આત્મ સાક્ષી થી થાય છે. જે જેને હિતકારી કે પ્રિય માને તે તેને સુંદર પદ ઉપર સ્થાપન કરે છે. કેમકે) સિંહણ પોતાના કુર બચ્ચાને પણ વિશેષ પ્રિય માને છે. જગતના સર્વ જીવો “પોતાના જેવો જ બીજાને આત્મા છે,” એમ વિચાર્યા વગર આત્માને અનાત્મા રૂપે કલ્પતો પોતાના દુષ્ટ વચન, કાયા, મનથી ચેષ્ટા સહિત વર્તન કરે છે... જ્યારે તે આત્મા નિદૉષ કહેવાય છે. જે કલુષતા રહિત છે. પક્ષપાતને છોડેલ છે. પાપવાળા અને કલુષિત હૃદયો જેનાથી અત્યંત દૂર થયા છે. અને દોષ રૂપી જાળ થી મૂકત છે. (૧પ-૧૬) પરમ અર્થ,ક્ત, તત્ત્વસ્વરૂપે સિદ્ધ થયેલ, સદૂભૂત પદ્યર્થોને સાબીત કરી આપનાર એવા, તેવા પુરુષોએ કરેલા અનુષ્ઠાનો વડે તે નિદોંષ) આત્મા પોતાને આનંદ પમાડે છે. તેવા આત્માઓમાં ઉત્તમધર્મ હોય છે ઉત્તમ તપ સંપત્તિ-શીલચારિત્ર હોય છે તેથી તેઓ ઉત્તમ ગતિ પામે છે. [ 17-18] હે ગૌતમ ! કેટલાંક એવા પ્રાણીઓ હોય છે કે જેઓ આટલી ઉત્તમ કક્ષાએ પહોંચેલા હોય, છતાં પણ મનમાં શલ્ય રાખીને ધમચરણ કરે છે, પણ. આત્મહિત સમજી શકતા નથી. શલ્યસહિત એવું જ કષ્ટકારી, ઉગ્ર, ઘોર, વીર કક્ષાનું તપ દેવતાઈ હજાર વર્ષ સુધી કરે તો પણ તેનું તે તપનિષ્ફળ થાય છે? [ 18 ] શલ્ય ની આલોચના થતી નથી. નિંદા કે ગહ કરાતી નથી. અથવા શાસ્ત્રકા પ્રાયશ્ચિતું કરાતુ નથી. તો તે શલ્ય પણ પાપ કહેવાય. [20] માયા, દભ-કપટ એ કરવા યોગ્ય નથી. મોટા-ગુપ્ત પાપ કરવા, અજ્યણાઅનાચાર સેવવા, મનમાં શલ્ય રાખવું તે આઠે કર્મનો સંગ્રહ કરાવે છે. [21-26 ]અસંયમ, અધર્મ, શીલ અને વતરહિતતા, કષાય સહિતતા, યોગોની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 181