Book Title: Agam Deep 32 Devindatthao Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 14
________________ ગાથા - 68 [૬૬-૬૮]સંક્ષેપ થી આ ભવનપતિઓના ભવનની સ્થિતિ કહી હવે યથાક્રમે વાણવ્યંતરના ભવનોની સ્થિતિ સાંભળો, પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, ર્કિનર, કિપુરુષ, મહોરગ અને ગંધર્વ એ વાણવ્યંતર દેવોના આઠ પ્રકાર છે. આ વાણ બંતર દેવ મેં સંક્ષેપથી કહ્યા. હવે એક-એક કરીને સોળ ઈન્દ્રો અને તેની ઋદ્ધિ ને કહીશ. 9i-72 કાળ, મહાકાળ, સુરૂપ, પ્રતિરૂપ, પૂર્ણભદ્ર, માણિભદ્ર, ભીમ, મહાભીમ, કિંનર, જિંપુરુષ, સપુરુષ, મહાપુરુષ, અતિકાય, મહાકાય, ગીતરતિ અને ગીતયશ આ વાણવ્યંતર ઈન્દ્ર છે અને વાણવ્યંતરોના ભેદમાં સન્નિહિત, સામાન, ધાતા, વિધાતા, ઋષિ, ઋષિપાલ, ઈશ્વર, મહેશ્વર, સુવત્સ, વિશાલ, હાસ, હાસરતિ, ત, મહાશ્વેત, પતંગ, પતંગપતિ એ સોળ ઈન્દ્રો જાણવા. [૭૩-૮૦વ્યંતર દેવ ઉર્ધ્વ અઘો અને તિર્ધક લોકમાં ઉત્પન્ન થાય છે અને નિવાસ કરે છે. તેના ભવનો રત્નપ્રભા પૃથ્વી ના ઉપરના વિભાગમાં હોય છે. એક-એક યુગલ માં નિયમા અસંખ્યાત શ્રેષ્ઠભવન છે. તે વિસ્તારથી સંખ્યાત યોજના વાળા છે જેના વિવિધ ભેદ આ પ્રમાણે છે. તે ઉત્કૃષ્ટથી જંબુદ્વિીપ સમાન, જધન્ય થી ભરતક્ષેત્ર સમાન અને મધ્યમથી વિદેહ ક્ષેત્ર સમાન હોય છે. જેમાં વ્યંતર દેવો શ્રેષ્ઠ તરુણીના ગીત અને સંગીત ના અવાજને કારણે નિત્ય સુખ યુક્ત અને આનંદિત રહેતા પસાર થતાં સમયને જાણતા નથી. મણિ-સ્વર્ણ અને રત્નોના સ્તૂપ અને સોનાની વેદિકાથી યુક્ત એવા તેમના ભવન દક્ષિણ દિશા તરફ હોય છે અને બાકીના ઉત્તર દિશા પાસે હોય છે. આ વ્યંતર દેવોનું જઘન્ય આયુ 10000 વર્ષ છે અને ઉત્કૃષ્ટ આયુ એક પલ્યોપમ છે. આ રીતે વ્યંતર દેવોના ભવન અને સ્થિતિ સંક્ષેપથી કહી છે હવે શ્રેષ્ઠ જ્યોતિષ્ક દેવોના આવાસનું વિવરણ સાંભળ. [818] ચંદ્ર, સૂર્ય, તારાગણ, નક્ષત્ર અને ગ્રહગણ સમૂહ એ પાંચ પ્રકાર ના જ્યોતિષી દેવ કહયા છે. હવે તેની સ્થિતિ અને ગતિ કહીશ. તિલોકમાં જ્યોતિષીઓના અર્ધકપિત્થ ફળના આકારવાળા સ્ફટિક રત્નમય, રમણીય અસંખ્યાત વિમાન છે. રત્નપ્રભા પૃથ્વીના સમભૂતલા ભાગથી 790 યોજન ઊંચાઈએ તેનું નિમ્ન તળ છે અને તે સમભૂલા પૃથ્વીથી સૂર્ય 800 યોજન ઉપર છે. એ જ રીતે ચંદ્રમાં 880 યોજનમાં ઉપર છે એ રીતે જ્યોતિષ દેવોનો વિસ્તાર 110 યોજનમાં છે. એક યોજનના 61 ભાગ કરીએ તો તે 61 ભાગમાં પ૬ માં ભાગ જેટલું ચંદ્ર પરિમંડલ હોય છે. અને સૂર્યનો આયામ વિખંભ 48 ભાગ જેટલો હોય છે. જેમાં જ્યોતિષી દેવ શ્રેષ્ઠ તરુણીઓ ના ગીત અને વાદ્યોના અવાજને કારણે નિત્ય સુખ અને પ્રમોદથી પસાર થતા કાળને જાણતા નથી. ( [87-91 એક યોજનના 61 ભાગમાંથી પ૬ ભાગ વિસ્તાર વાળું ચંદ્ર મંડલ હોય છે અને 28 ભાગ જેટલી પહોડાઈ હોય છે. 48 ભાગ જેટલા વિસ્તાર વાળું સૂર્યમંડલ અને 24 ભાગ જેટલી પહોડાઈ હોય છે. ગ્રહો અડધા યોજન વિસ્તારમાં તેનાથી અડધા વિસ્તાર માં નક્ષત્ર સમૂહ અને તેનાથી અડધા વિસ્તારમાં તારા સમૂહ હોય છે. તેના અડધા વિસ્તાર પ્રમાણે તેની પહોડાઈ હોય છે. એક યોજનનું અડધું બે ગાઉ થાય છે. તેમાં પ૦૦ ધનુષ હોય છે. આ ગ્રહનક્ષત્ર સમૂહ અને તારા વિમાનો નો વિસ્તાર છે. જેનો જે આયામ વિષ્કલ્પ છે તેનાથી અડધી તેની પહોડાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24