Book Title: Agam Deep 32 Devindatthao Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 18
________________ ગાથા૧૮દ અશ્રુત કલ્પે 22 સાગરોપમ આયુ સ્થિતિ જાણવી. આ રીતે કલ્પપતિના કલ્પમાં આયુ સ્થિતિ કહી હવે અનુત્તર અને રૈવેયક વિમાનોના વિભાગ ને સાંભળો અધો-મધ્યમ-ઉર્ધ્વ એ ત્રણ રૈવેયક છે અને પ્રત્યેકના ત્રણ પ્રકારે છે. એ રીતે રૈવેયક નવ છે. સુદર્શન, અમોઘ, સુપ્રબુદ્ધ, યશોધર, વત્સ, સુવત્સ, સુમનસ, સોમનસ અને પ્રિયદર્શન. નીચે વાળા શૈવેયક માં 111, મધ્યમ રૈવેયકમાં 107, ઉપરના રૈવેયકમાં 100 અને અનુત્તરોપપાતિક માં પાંચ વિમાન કહયા છે હે નમિતાંગિ ! સૌથી નીચે વાળા રૈવેયક દેવો નું આયુ ૨૩-સાગરોપમ બાકીના ઉપરના આઠમાં ક્રમશઃ 1-1 સાગરોપમ આયુ સ્થિતિ વધતી જાય છે. વિજય-જયંત-જયંતઅપરાજિત એ ચાર ક્રમશઃ પૂર્વ-દક્ષિણ-પશ્ચિમ-ઉત્તર માં સ્થિત છે. મધ્યમાં સવથસિદ્ધ નામે પાંચમું વિમાન છે. આ બધાં વિમાનોની સ્થિતિ 33 સાગરોપમા કહી છે. સર્વાર્થસિદ્ધ માં અજઘન્યોત્કૃષ્ટ 33 સાગરોપમ કહી છે. [187-188 નીચે ઉપરના બે-બે કલ્યયુગલ અથતુ આ આઠ વિમાન અર્ધ ચંદ્રાકાર છે અને મધ્યના ચાર કલ્પ પૂર્ણ ચંદ્રાકાર છે. રૈવેયક દેવાના વિમાન ત્રણ ત્રણ પંક્તિમાં છે. અનુત્તર વિમાન હુલ્લક- પુષ્પ ના આકારવાળા હોય છે. [189-19o] સૌધર્મ અને ઈશાન એ બે કલ્પો માં દેવવિમાન ઘનોદધિ ઉપર પ્રતિષ્ઠિત છે. સાનકુમાર, મહેન્દ્ર અને બ્રહ્મ એ ત્રણ કલ્પોમાં વાયુ ઉપર પ્રતિષ્ઠિત છે અને લાંતક, મહાશુક્ર અને સહસ્ત્રાર એ ત્રણ વનોદધિ, ઘનવાત બંનેના આધાર પર પ્રતિષ્ઠિત છે. તેનાથી ઉપરના બધાં વિમાનો આકાયંતર પ્રતિષ્ઠિત છે. આ રીતે ઉદ્ગલોકના વિમાનની આધાર વિધિ કહી. [૧૯૧-૧૯૩ભવનપતિ અને વ્યંતર દેવોમાં કૃષ્ણ-નીલ-કાપોત અને તેજ લેશ્યા હોય છે. જ્યોતિષ્ક, સૌધર્મ અને ઈશાન દેવોમાં તેજલેશ્યા હોય છે. સાનકુમાર, મહેન્દ્ર અને બ્રહ્મલોકમાં પદ્મવેશ્યા હોય છે. તેમની ઉપરના દેવલોકોમાં શુકલેશ્યા હોય છે. સૌધર્મ અને ઈશાન બે કલ્પો વાળા દેવોનો વર્ણ તપેલા સોના જેવો, સાનકુમાર, મહેન્દ્ર અને બ્રહ્મલોકના દેવોનો વર્ણ પદ્ય જેવો શ્વેત અને તેની ઉપરના દેવોનો વર્ણ શુકલ હોય છે. [194-198ii ભવનપતિ, વાણવ્યંતર અને જ્યોતિષ્ક દેવોની ઊંચાઈ સાત હાથ પ્રમાણ હોય છે. હે સુંદરી ! હવે ઉપરના કલ્પપતિ દેવોની ઊંચાઈ ને સાંભળ. સૌધર્મ અને ઈશાનની સાત હાથ પ્રમાણ, તેની ઉપર બળે કલ્પ સમાન હોય છે અને એક-એક હાથ પ્રમાણ માપ ઘટતું જાય છે. રૈવેયકોની બે હાથ પ્રમાણ અને અનુત્તર વિમાનવાસીની ઊંચાઈ એક હાથ પ્રમાણ હોય છે. એક કલ્પ થી બીજા કલ્પના દેવોની સ્થિતિ એક સાગરોપમ થી અધિક હોય છે અને તેની ઊંચાઈ તેનાથી 11 ભાગ ઓછી હોય છે. વિમાનોની ઊંચાઈ અને તેની પૃથ્વીની જાડાઈ તે બંનેનું પ્રમાણ 3200 યોજન હોય છે. [199-202 ભવનપતિ, વાણવ્યંતર અને જ્યોતિષ્ક દેવોની કામક્રીડા શારીરિક હોય છે. હે સુંદરી હવે તું કલ્પપતિઓની કામકૂિડા વિધિ સાંભળ. સૌધર્મ અને ઈશાન કલ્યો માં જે દેવ છે તેની કામક્રિીડા શારીરિક હોય છે. સાનકુમાર અને માહેન્દ્ર ની સ્પર્શ દ્વારા હોય છે. બ્રહ્મ અને લાંતક ના દેવોની ચક્ષુ દ્વારા હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24