Book Title: Agam Deep 32 Devindatthao Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 19
________________ 100 દેવિંદથઓ- [20] મહાશક અને સહસ્ત્રાર ના દેવોની કામક્રીડા શ્રોત્ર (કાન) થકી હોય છે. આણતપ્રાણત-આરણ-અર્ચ્યુત કલ્પના દેવોની મનદ્વારા હોય છે અને તેની ઉપરના દેવોને કામક્રીડા હોતી નથી. [203-204) ગોશીર્ષ, અગરુ, કેતકીના પાન, પુન્નાગના ફૂલ, બકુલની ગંધ, ચંપક અને કમલની ગંધ અને તગર વગેરેની સુગંધ દેવતાઓમાં હોય છે. આ ગંધવિધિ સંક્ષેપ થી ઉપમા દ્વારા કહેવાઈ છે. દેવતાઓ દષ્ટિ થી સ્થિર અને સ્પર્શ અપેક્ષાએ સુકુમાર હોય છે. [૨૦૫-૨૦૮]ઉર્ધ્વલોકમાં વિમાનોની સંખ્યા 8497023 છે. તેમાં પુષ્પો આકૃતિવાળા 8489154 છે. શ્રેણીબદ્ધ વિમાન 7874 છે. બાકીના વિમાન પુષ્પ કર્ણિકા આકૃતિ વાળા છે. વિમાનોની પંક્તિ નું અંતર નિશ્ચયથી અસંખ્યાત યોજન અને પુષ્પ કણિકા આકૃતિવાળા વિમાનનું અંતર સંખ્યાત-સંખ્યાત યોજન કહયું છે. ૨૦૯-૨૧૩આવલિકા પ્રવિષ્ટ વિમાન ગોળાકાર, ત્રિકોળ અને ચતુષ્કોણ હોય છે. જ્યારે પુષ્યકર્ણિકા ની સંરચના અનેક આકારમાં હોય છે. વર્તુળાકાર વિમાન કંકણાકૃતિ જેવા, ત્રીકોણવિમાન શીંગોડા જેવા અને ચતુષ્કોણવિમાન પાસા જેવા હોય છે. એક અંતર પછી ચતુષ્કોણ પછી વર્તુળ અને પછી ત્રિકોણ એ રીતે હોય છે. વિમાનોની પંક્તિ વર્તુળાકાર ઉપર વર્તુળાકાર, ત્રિકોણ ઉપર ત્રિકોણ, ચતુષ્કોણ. ઉપર ચતુષ્કોણ હોય છે. બધા વિમાનો નું અવલંબન દોરડાની જેમ ઉપરથી નીચે અને એક છેડાથી બીજા છેડા સુધી સમાન હોય છે. * [૨૧૪-૨૧૬]બધાં વર્તુળાકાર વિમાન પ્રાકાર થી ઘેરાયેલા અને ચતુષ્કોણ વિમાન ચારે દિશાઓમાં વેદિકા યુક્ત કહયા છે. જ્યાં વર્તુળાકાર વિમાન હોય છે ત્યાં જ ત્રિકોણ વિમાનોની વેદિકા હોય છે. બાકીના પાર્શ્વભાગે પ્રાકાર હોય છે. બધા વર્તુળાકાર વિમાન એક દ્વાર વાળા હોય છે. ત્રિકોણ વિમાન ત્રણ અને ચતુષ્કોણ. વિમાનમાં ચાર દરવાજા હોય છે. (આ વર્ણન કલ્પપતિના વિમાનનું જાણવું [217-218 ભવનપતિ દેવોના 7 કરોડ 72 લાખ ભવન હોય છે. આ ભવનોનું સંક્ષિપ્ત કથન કહયું. તિલોકમાં ઉત્પન્ન થનારા વાણવ્યંતર દેવોના અસંખ્યાત ભવન હોય છે. તેનાથી સંખ્યાતગણી અધિક જ્યોતિષીદેવોના વિમાન છે. ૨૧]વિમાનવાસી દેવો અલ્પ છે, તેના કરતા વ્યંતર દેવો અસંખ્યાત ગુણા છે. તેનાથી સંખ્યાત ગુણા અધિક જ્યોતિષ્ક દેવ છે. [૨૨]સૌધર્મ દેવલોકમાં દેવીઓના અલગ વિમાનો ની સંખ્યા છ લાખ હોય છે. અને ઈશાન કલ્પમાં ચાર લાખ હોય છે. 221-224 પાંચ પ્રકારના અનુત્તર દેવો ગતિ, જાતિ અને દષ્ટિની અપેક્ષા એ શ્રેષ્ઠ છે અને અનુપમ વિષય સુખવાળા છે. જે રીતે સર્વ શ્રેષ્ઠ ગંધ, રૂપ અને શબ્દ હોય છે તે રીતે સચિત્ત પુદ્ગલોના પણ સર્વશ્રેષ્ઠ રસ, સ્પર્શ અને ગંધ આ દેવોના હોય છે. જેમ ભમરો વિકસીત કળી, વિકસીત કમલ રજ અને શ્રેષ્ઠ કસમની મકરંદનું સુખપૂર્વક પાન કરે છે ( તે રીતે આ દેવો પૌદ્ગલિક વિષય સેવે છે.) હે સુંદરી ! આ દેવો શ્રેષ્ઠ કમળ જેવા શ્વેતવર્ણ વાળા એક જ ઉત્પત્તિ સ્થાન માં નિવાસ કરવાવાળા અને તે ઉત્પત્તિ સ્થાનથી વિમુક્ત થઈને સુખનો અનુભવ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24