Book Title: Agam Deep 32 Devindatthao Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 22
________________ ગાથા - 278 103 ફીણના જેવા ઉજ્જવળ વર્ણવાળી તથા ઉલટા કરાયેલા છત્રના આકારે સ્થિત કહી છે. તે 45 લાખ યોજન લાંબી-પહોળી અને તેના કરતા ત્રણ ગણીથી કંઈક અધિક પરિધિ હોય છે તેમ જાણવું. આ પરિધિ 14230249 છે. તે પૃથ્વી મધ્ય ભાગે 8 યોજન જાડી અને ઘટતા ઘટતા માખની પાંખ જેવી પાતળી થતી જાય છે. શંખ, શ્વેત રત્ન અને અર્જુન સુવર્ણ સમાન વર્ણવાળી ઉલટા છત્રના આકાર વાળી છે. [૨૭૯-૨૮૦)સિદ્ધ શિલાની ઉપર એક યોજન પછી લોકનો અંત આવે છે. તે એક યોજન ના ઉપરના સોળમાં ભાગમાં સિદ્ધ સ્થાન અવસ્થિત છે. ત્યાં તે સિદ્ધો નિશ્ચયથી વેદના રહિત, મમતારહિત, આસકિત રહિત અને શરીર રહિત ઘનીભૂત -આત્મપ્રદેશોથી નિર્મિત આકાર વાળા હોય છે. [281-291 સિદ્ધો કયાં અટકે છે? કયાં પ્રતિષ્ઠત થાય છે ? શરીર નો કયાં ત્યાગ કરે છે ? તેમજ કયાં જઈને સિદ્ધ થાય છે ?.. શરીર છોડતી વખતે અંતિમ સમયે જે સંસ્થાન હોય. તે સંસ્થાને જ આત્મ પ્રદેશો ઘનીભૂત થઈ તે સિદ્ધ અવસ્થા પામે છે. અંતિમ ભવે શરીરનું જે દીર્ઘ કે હસ્વ પ્રમાણ હોય છે. તેનો એક તૃતીયાંશ ભાગ ઘટી જઈને સિદ્ધોની અવગાહના થાય છે. સિદ્ધોની ઉત્કૃષ્ટ અવગાહના 333 ધનુષથી કંઈક વધારે હોય છે તેમ જાણવું. સિદ્ધની મધ્યમ અવગાહના 4 હાથ પૂર્ણ ઉપર બે તૃતિયાંશ હસ્ત પ્રમાણ કહી છે. (નોંધ અહીં રત્ની શબ્દ છે. રત્ની એટલે એક હાથ પ્રમાણ જેને કોશ માં દોઢ ફૂટ પ્રમાણ કહી છે.) જઘન્ય અવગાહના 1 હાથ પ્રમાણ અને આઠ અંગુલ થી કંઈક અધિક કહેલી છે. અંતિમ ભવના શરીર ના ત્રણ ભાગમાંથી એક ભાગ ન્યૂન અથતું બે તૃતીયાંશ પ્રમાણ સિદ્ધોની અવગાહા કહી છે. જરા અને મરણ થી વિમુક્ત અનંત સિદ્ધો હોય છે. તે બધાં લોકાંત ને સ્પર્શતા એક બીજાને અવગાહે છે. અશરીર સઘન આત્મ પ્રદેશ વાળા અનાકાર દર્શન અને સાકાર જ્ઞાનમાં અપ્રમત એ સિદ્ધોનું લક્ષણ છે. સિદ્ધ આત્મા પોતાના આત્મા પ્રદેશોથી અનંત સિદ્ધોને સ્પર્શે છે. દેશ-પ્રદેશોથી સિદ્ધો પણ અસંખ્યાત ગણા છે. રિ૯૨-૨૯૩ કેવળજ્ઞાનમાં ઉપયોગ વાળા સિદ્ધાં બધાં દ્રવ્યોના દરેક ગુણ અને દરેક પયયોને જાણે છે. અનંત કેવળ દૃષ્ટિથી બધું જ જુએ છે. જ્ઞાન અને દર્શન એ બંને ઉપયોગોમાં બધા કેવળીને એક સમયે એક ઉપયોગ હોય છે. બંને ઉપયોગ એક સાથે હોતો નથી. [૨૯૪-૩૦૨]દેવગણ સમૂહના સમસ્ત કાળના સમસ્ત સુખોને અનંત ગણા કરાય અને પુનઃ અનંત વગથી વર્ગિત કરાય તો પણ મુક્તિના સુખની તુલના થઈ શકે નહીં. મુક્તિ પ્રાપ્ત સિદ્ધો ને જે અવ્યાબાધ સુખ છે તે સુખ મનુષ્ય કે સમસ્ત દેવતાઓને પણ નથી. સિદ્ધના સમસ્ત સુખ-રાશિને સમસ્ત કાળથી ગુણિત કરી તેનું અનંત વર્ગમૂળ કાઢવાથી પ્રાપ્ત સંખ્યા સમસ્ત આકાશ માં સમાઈ શકે નહીં. જેવી રીતે કોઈ પ્લેચ્છ અનેક પ્રકારના નગર ગુણોને જાણતો હોય તો પણ પોતાની ભાષામાં અપ્રાપ્ત ઉપમા થકી કહી શકતો નથી. એ રીતે સિદ્ધોનું સુખ અનુપમ છે. તેની કોઈ ઉપમા નથી તો પણ કેટલાંક વિશેષણો દ્વારા તેની સમાનતા કહ્યું. તે સાંભળ- કોઈ પુરુષ સૌથી ઉત્કૃષ્ટ ભોજન કરીને ભુખ-તરસથી મુક્ત થઈ જાય જાણે કે અમૃત થી તૃપ્ત થયો હોય એ રીતે સમસ્ત કાળમાં તૃપ્ત, અતુલ, શાશ્વત અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24