Book Title: Agam Deep 32 Devindatthao Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 12
________________ ગાથા-૧૯ બે ભવનપતિ ઈન્દ્ર છે. અમરેન્દ્ર અને અસુરેન્દ્ર, નાગકુમાર ના બે ઈન્દ્ર છે ધરણેન્દ્ર અને ભૂતાનંદ, સુપર્ણ ના બે ઈન્દ્રો છે વેણુદેવ અને વેણુદાલી, ઉદધિકુમાર ના બે ઈન્દ્રો છે વેણુ દેવ અને વેણુદાલી, ઉદધિકુમાર ના બે ઈન્દ્ર છે જલકાંત અને જલપ્રભ, દિશાકુમારના બે ઈન્દ્ર છે અમિતગતિ અને અમિતવાહન, વાયુકુમારના બે ઈન્દ્ર છે વલંબ અને પ્રભંજન, ખનિત કુમારના બે ઈન્દ્રો- ઘોષ અને મહાઘોષ, વિદ્યુતકમારના બે ઈન્ડો-હરિકાંત અને હરિસ્સહ, અગ્નિકુમારના બે ઈન્દ્ર- અગ્નિ શિખ અને અગ્નિમાનવ. [2-27 હે વિકસિત થશે અને વિકસિત નયનો વાળી, સુખપૂર્વક ભવન માં બેસેલી (સુંદરી) મેં જે આ વીસ ઈન્દ્રો કહયા તેમનો ભવન પરિગ્રહ સાંભળ-તે અમરેન્દ્ર, વૈરોચન અને અસુરેન્દ્ર મહાનુભવો ના શ્રેષ્ઠ ભવનોની સંખ્યા ૬૪-લાખ છે. . તે ભૂતાનંદ અને ધરણ નામક બંને નાગકુમાર ઈન્દ્રોના શ્રેષ્ઠ ભવનોની સંખ્યા 84 લાખ છે, હે સુંદર ! વેણુદેવ અને વેણુદાલિ એ બંને સુપર્ણ ઈન્દ્રોના ભવનો 72 લાખ છે, વેલંબ અને પ્રભંજન એ વાયુકુમાર ઈન્દ્રોના શ્રેષ્ઠ ભવનોની સંખ્યા 96 લાખ છે. આ રીતે અસુરોના-૬૪, નાગકુમારના-૮૪, સુવર્ણકુમાર ના-૭૨, વાયુકુમારના- 96, દ્વિપ-દિશા ઉદધિ-- વિદ્યુત-સ્વનિત અને અગ્નિ એ છ એ યુગલો ના પ્રત્યેકના ભવન 76-76 લાખ છે. હે લીલા સ્થિત સુંદરી હવે તેમની સ્થિતિ અર્થાતુ આયુષ્ય વિશેષને ક્રમથી સાંભળ. [૨૮-૩૦હે સુંદરી ! ચમરેન્દ્ર ની ઉત્કૃષ્ટ આયુ સ્થિતિ એક સાગરોપમ છે. તે જ બલિ અને વૈરોચન ઈન્દ્રની પણ સમજવી ચમરેન્દ્ર સિવાયના બાકીના દક્ષિણ દિશાના ઈન્દ્રની ઉત્કૃષ્ટ આયુરસ્થિતિ દોઢ પલ્યોયમ છે. .. બલિ સિવાયના બાકી છે ઉત્તર દિશા સ્થિત ઈન્દ્રો છે તેની આયુસ્થિતિ કંઈક ન્યુન બે પલ્યોપમ છે. [૩૧-૩૮)આ બધું આયુસ્થિતિનું વિવરણ છે. હવે તું ઉત્તમ ભવનવાસી દેવોના સુંદર નગરોનું માહાભ્ય પણ સાંભળ. સંપૂર્ણ રત્નપ્રભા પૃથ્વી 11000 યોજન છે. તેમાં એકહજાર યોજન ઉપરાંત ભવનપતિના નગર બનેલા છે. આ બધાં ભવન અંદરથી ચતુષ્કોણ અને બહારથી ગોળાકાર છે. સ્વાભાવિક રીતે અત્યન્ત સુંદર, રમણીય, નિર્મળ,અને વજ રત્ન ના બનેલા છે ભવન નગરોના પ્રાકાર સોનાના. બનેલા છે. શ્રેષ્ઠ કમળની પાંખડી પર રહેલા આ ભવન વિવિધ મણીઓથી શોભિત. સ્વભાવથી મનોહારી જણાય છે. લાંબા સમય સુધી ન મુરઝાનારી પુષ્પ માળા અને ચંદનથી બનેલા દરવાજાથી યુક્ત તે નગરોના ઉપરના ભાગ પતાકાઓથી શોભે છે. તેથી તે શ્રેષ્ઠ નગર રમણીય છે. તે શ્રેષ્ઠ દ્વાર આયોજન ઊંચા છે અને તેની ઉપરનો. ભાગ લાલ કળશોથી સજાવેલા છે ઉપર સોનાના ઘંટ બાંધેલા છે. આ ભવનોમાં ભવનપતિ દેવ શ્રેષ્ઠ તરુણી ના ગીત અને વાદ્યોના અવાજને કારણે નિત્ય સુખયુક્ત અને પ્રમુદિત રહી પસાર થતા સમયને જાણતા નથી. [૩૯-૪૨]ચમરેન્દ્ર, ધરણેન્દ્ર, વેણુદેવ, પૂર્ણ, જલકાંત, અમિતગતિ, વેલંબ, ઘોષ, હરિ અને અગ્નિશીખ એ ભવનપતિ ઈન્દ્રોના મણિરત્નોથી જડિત સ્વર્ણ સ્તંભ અને રમણીય લતામંડપ યુક્ત ભવન દક્ષિણદિશા તરફ હોય છેઉત્તરદિશા અને તેની આસપાસ બાકીના ઈન્દ્રોના ભવન હોય છે. દક્ષિણ દિશા તરફ અસુરકુમાર ના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24