Book Title: Agam Deep 32 Devindatthao Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 15
________________ 96 દેવિંદઓ - [2]. હોય છે. અને તેનાથી ત્રણ ગણી અધિક પરિધિ હોય છે તેમ જાણવું. [૯૨-ઉંચંદ્ર-સૂર્ય વિમાનોનું વહન 16000 દેવ કરે છે, ગ્રહ વિમાનોનું વહન 8000 દેવ કરે છે. નક્ષત્ર વિમાનોનું વહન 4000 દેવ કરે છે અને તારા વિમાનોનું વહન 2000 દેવ કરે છે. તે દેવ પૂર્વમાં સિંહ, દક્ષિણમાં મહાકાય હાથી, પશ્ચિમમાં બળદ અને ઉત્તરમાં ઘોડા રૂપે વહન કરે છે. [૯૪-૯૬]ચંદ્ર-સૂર્ય-ગ્રહ નક્ષત્ર અને તારા એક એક થી તેજ ગતિએ ચાલે છે. ચંદ્રની ગતિ સૌથી ઓછી અને તારાની ગતિ સૌથી તેજ છે. એ પ્રમાણે જ્યોતિષ્ઠ દેવની ગતિ વિશેષ જાણવી. ઋદ્ધિમાં તારા-નક્ષત્ર-ગ્રહ-સૂર્ય અને ચંદ્ર એક-એક કરતાં વધારે ઋદ્ધિવાન જાણવા. [૭-૧૦૦)બધાંની અંદર અભિજિત નક્ષત્ર છે, બધાંની બહાર મૂળ નક્ષત્ર છે. ઉપર સ્વાતિ નક્ષત્ર છે અને નીચે ભરણી નક્ષત્ર છે. નિશ્ચયથી ચંદ્ર અને સૂર્યની વચ્ચે બધાં ગ્રહ-નક્ષત્ર હોય છે. ચંદ્ર અને સૂર્યની બરાબર નીચે અને ઉપર તારા હોય છે. તારાઓનું પરસ્પર જઘન્ય અંતર 500 ધનુષ અને ઉત્કૃષ્ટ અંતર 4000 ધનુષ (બે ગાઉ) હોય છે. વ્યવધાનની અપેક્ષાએ તારાઓનું અંતર જઘન્ય 266 યોજન અને ઉત્કૃષ્ટ થી 12242 યોજન કહેવાયું છે. ૧૦૧-૧૦૪]આ ચંદ્રયોગ ની 67 ખંડિત અહોરાત્રિ, 9 મુહૂર્ત અને ર૭ કળા હોય છે. શતભિષા, ભરણી, આદ્ર, આશ્લેષા, સ્વાતિ અને જ્યા આ છ નક્ષત્ર 15 મુહૂર્ત સંયોગવાળા છે. ત્રણે ઉત્તરા નક્ષત્ર તથા પુનર્વસુ, રોહિણી, વિશાખા આ છ નક્ષત્ર ચંદ્રમાં સાથે 45 મુહૂર્ત નો સંયોગ કરે છે. બાકી પંદર નક્ષત્ર ચંદ્રમાં સાથે 30 મુહૂર્તનો સંયોગ કરે છેઆ રીતે ચંદ્રમાં સાથે નક્ષત્રનો યોગ જાણવો. ૧૦૫-૧૦૮]અભિજિત નક્ષત્ર સૂર્ય સાથે ચાર અહોરાત્રી અને છ મુહૂર્ત એક સાથે ગમન કરે છે. એ જ પ્રકારે બાકીના સંબંધે કહું છું. શતભિષા, ભરણી, આદ્રી, આશ્લેષા, સ્વાતિ અને જયેષ્ઠા આ છ નક્ષત્ર છ અહોરાત્રિ અને 21 મુહૂર્ત સુધી સૂર્ય સાથે ભ્રમણ કરે છે. ત્રણ ઉત્તરા નક્ષત્ર તથા પુનર્વસુ રોહિણી અને વિશાખા આ છે નક્ષત્ર 20 અહોરાત્રિ અને ત્રણ મુહૂર્ત સુધી સૂર્ય સાથે ભ્રમણ કરે છે. બાકીના 15 નક્ષત્ર 13 અહોરાત્રિ અને 12 મુહૂર્ત સૂર્ય સાથે ભ્રમણ કરે છે. [૧૦૯-૧૨]બે ચંદ્ર, બે સૂર્ય, પદ નક્ષત્ર, 176 ગ્રહ એ બધાં જંબુદ્વીપ ઉપર વિચરણ કરે છે. 133950 કોડાકોડી તારાગણ જબુદ્વિીપ માં હોય છે. લવણ સમુદ્રમાં 4 ચંદ્ર, 4- સૂર્ય 112 નક્ષત્ર અને ૩પર ગ્રહ ભ્રમણ કરે છે. ધાતકી ખંડમાં 12 ચંદ્ર, 12 સૂર્ય, 336 નક્ષત્ર, 1056 ગ્રહ અને 803700 કોડાકોડી તારાગણ હોય છે. કાલોધિ સમુદ્રમાં તેજસ્વી કિરણોથી યુક્ત ૪ર ચંદ્ર, 42 સૂર્ય. 1176 નક્ષત્ર, 3696 ગ્રહો અને 2812950 કોડાકોડી તારાગણ હોય છે, એ જ રીતે પુષ્કરવરદીપ માં 144 ચંદ્ર, 14 સૂર્ય 4032 નક્ષત્ર, 12632 ગ્રહ 96,44400 કોડાકોડી તારાગણ વિચરણ કરે છે. અર્ધપુષ્કરવરદ્વીપ માં તેનાથી અડધા અર્થાત્ 72 ચંદ્ર, ૭ર સૂર્ય આદિ વિચરણ કરે છે. આ રીતે સમસ્ત મનુષ્ય લોકને ૧૩ર ચંદ્ર, ૧૩ર સૂર્ય 1116 મહાગ્રહો, 3696 નક્ષત્ર અને 8840000 કોડાકોડી તારાગણનો સમૂહ પ્રકાશીત કરે છે. [127-129] સંક્ષેપ થી મનુષ્ય લોકમાં આ નક્ષત્ર સમૂહ કહ્યો. મનુષ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24