Book Title: Agam 30B Chandravedhyaka Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 16
________________ ૨૧૨ ચંદ્રવેધ્યકપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ ૩૦/ર ચંદ્રવેધ્યકપ્રકીર્ણકસૂર-૭/૨ – મૂળ સૂત્રનો અનુવાદ – ૦ આ પ્રકીર્ણક સૂત્રની કોઈ વૃત્તિ કે અવયૂરી આદિ હોય તેવું અમારી જાણમાં નથી, તેથી માત્ર મૂળ સૂત્રોનો અનુવાદ કર્યો છે. ૦ સૂત્ર અને વિવેચન એવા વિભાગ ન હોવાથી અહીં અમે અમારી સ્ટાઈલ મુજબ સૂત્ર ગાથા-૧, ... સૂત્ર/ગાથા-૨,... એવું લખેલ નથી. બધાં જ સૂત્રો [ગાથા] હોવાથી માત્ર ક્રમ જ આપેલ છે. જેમકે [૧], [], - - - વગેરે ૦ ગચ્છાચારમાં અમોએ ૩૦/૧ અને પ્રકીર્ણક સૂત્ર-૭/૧ લખેલું અહીં આ સૂત્રમાં 30/ ૨, પ્રકીર્ણક સૂત્ર-૭/ર લખ્યું છે, કેમકે આ બંને પ્રકીર્ણકોને એકબીજાના વિકલ્પે સ્વીકારેલ છે. [કુલ-૧૭૫-ગાથાઓનો ક્રમશઃ અનુવાદ આ પ્રમાણે છે–]. [૧] લોક પુરુષના મસ્તક [સિદ્ધશિલા ઉપર સદા તે બિરાજમાન વિકસિતપૂર્ણ, શ્રેષ્ઠ જ્ઞાન અને દર્શન ગુણના ધારક એવા શ્રી સિદ્ધ ભગવંતો અને લોકમાં જ્ઞાનનો ઉધોત કરનારા શ્રી અરિહંત પરમાત્માને નમસ્કાર થાઓ. [ આ પ્રકરણ મોક્ષમાર્ગના દર્શક શાસ્ત્રો-જિનાગમોના સારભૂત અને મહાન ગંભીર અર્થવાળું છે. તેના ચાર પ્રકારની વિકથાઓથી રહિત એકાગ્ર ચિત્ત વડે સાંભળો અને સાંભળીને તદનુસાર આચરણ કરવામાં લેશ પણ પ્રમાદ ન કરો. [3] વિનય, આચાર્યના ગુણો, શિષ્યના ગુણો, વિનય-નિગ્રહના ગુણો, જ્ઞાનગુણ, ચારિત્રગુણ અને મરણગુણને કહીશ. [] જેમની પાસે વિધા-શિક્ષા મેળવે છે, તે આચાર્યગુરૂનો જે મનુષ્ય પરાભવતિરસ્કાર કરે છે, તેની વિધા ગમે તેટલા કષ્ટ પ્રાપ્ત કરી હોય તો પણ નિષ્ફળ થાય છે. [] કર્મોની પ્રબળતાને લઈને જે જીવ ગુરૂનો પરાભવ કરે છે, તે અક્કડઅભિમાની અને વિનયહીન જીવ જગતમાં ક્યાંય યશ કે કીર્તિ પામી શકતો નથી. પરંતુ સર્વત્ર પરાભવ જ પામે છે. [૬] ગરજનોએ ઉપદેશેલી વિધાને જે મનુષ્ય વિનયપૂર્વક ગ્રહણ કરે છે, તે સર્વત્ર વિશ્વાસ અને યશ-કીર્તિ પામે છે. [] અવિનીત શિષ્યની શ્રમપૂર્વક શીખેલી પણ વિધા ગુરુજનોના પરાભવ કરવાની બુદ્ધિના દોષથી અવશ્ય નાશ પામે છે, કદાચ સર્વથા નાશ ન પામે તો પણ પોતાના વાસ્તવિક લાભ-ફળને આપનારી બનતી નથી. [૮.૯] વિધા વારંવાર સ્મરણ કરવા યોગ્ય છે, સાચવવા યોગ્ય છે, દુર્વિનીત

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24