Book Title: Agam 30B Chandravedhyaka Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 19
________________ ૨૧૮ ચંદ્રવેણકપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ ગાયા-૬૧ ૨૧૭ પ્રરૂપણાં કરતાં, સર્વ પ્રથમ તો વિનયનો જ ઉપદેશ આપેલો છે. [૨] જે વિનય છે, તે જ જ્ઞાન છે, જે જ્ઞાન છે, તે જ વિનય છે. કેમકે વિનય વડે જ્ઞાન મળે છે અને જ્ઞાન દ્વારા વિનયનું સ્વરૂપ જાણી શકાય છે. [3] મનુષ્યોના સંપૂર્ણ રાત્રિનો સાર વિનયમાં પ્રતિષ્ઠિત છે, તેથી વિનયહીના મુનિની પ્રશંસા નિર્ઝન્ય મહર્ષિઓ કરતાં નથી. [૬૪] બહશ્રત હોવા છતાં જે અવિનીત અને અ૫ શ્રદ્ધાસંવેગવાળો છે, તે ચાસ્ત્રિને આરાધી શકતો નથી અને ચાઅિભ્રષ્ટ જીવ સંસારમાં ભમ્યા કરે છે. | દિપો જે મુનિ થોડાં પણ શ્રતજ્ઞાનથી સંતુષ્ટ ચિતવાળો બની વિનય કરવામાં તત્પર રહે છે, પાંચ મહાવ્રતોનું નિરતિચાર પાલન કરે છે અને મન, વચન, કાયાને ગુપ્ત રાખે છે. તે અવશ્ય ચારિત્રનો આરાધક થાય છે. [૬૬] ઘણાં શાસ્ત્રોનો અભ્યાસ પણ વિનયરહિત સાધુને શું લાભ કરી શકે ? લાખો કરોડો ઝગમગતા દીવા પણ આંધળા માણસને શો ફાયદો કરી શકે ? [૬] આ રીતે મેં વિનયના વિશિષ્ટ લાભોનું સંક્ષેપમાં વર્ણન કર્યું. હવે વિનયપૂર્વક શીખેલા શ્રુતજ્ઞાનના વિશેષ ગુણો - લાભોનું વર્ણન કરું છું, તે સાંભળો. [૬૮] શ્રી જિનેશ્વર પરમાત્માએ ઉપદેશેલા, મહાન વિષયવાળા શ્રુતજ્ઞાનને સંપૂર્ણ રીતે જાણવો શક્ય નથી. - માટે તે પુરુષો-મુનિઓ ધન્યવાદને પાત્ર છે, જે જ્ઞાની છે અને ચારિત્ર સંપન્ન છે. ૬િ૯,૩૦] સુર, અસુર, મનુષ્ય, ગરૂડકુમાર, નગાકુમાર વાત ગંધર્વ દેવો વગેરે સહિત ઉર્વલોક, અધોલોક અને તિછલોકનું વિશદ સ્વરૂપ શ્રુતજ્ઞાનથી જાણી શકાય છે. તેમજ જીવ, અજીવ, પુન્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જસ અને મોક્ષ - આ નવ તવોને પણ બુદ્ધિમાન પુરુષો શ્રુતજ્ઞાન વડે જાણી શકે છે. તેથી જ્ઞાન એ ચાસ્ત્રિનો હેતુ છે. [૧] જાણેલા દોષોનો ત્યાગ થાય છે, અને જાણેલા ગુણોનું સેવન થાય છે. એટલે ધર્મના સાધનભૂત એ બંને વસ્તુ જ્ઞાન દ્વારા જ સિદ્ધ થાય ચે. [૨] જ્ઞાન વિનાનું એકલું ચારિત્ર [ક્રિયા અને ક્રિયા વિનાનું એકલું જ્ઞાન ભવતાક બનતાં નથી. ક્રિયા સંપન્ન જ્ઞાની જ સંસાર સમુદ્રને તરી જાય છે. [3] જ્ઞાની હોવા છતાં જે ક્ષમાદિ ગુણોમાં વર્તતો ન હોય, ક્રોધાદિ દોષોને છોડતો ન હોય, તો તે કદાપિ દોષોથી મુક્ત અને ગુણવાન બની શકે નહીં. [૪] અસંયમ અને અજ્ઞાન દોષથી ઘણાં ભવોમાં બાંધેલા શુભાશુભ કર્મરૂપી મળને, જ્ઞાની ચાત્રિ પાલન દ્વારા સમૂળગા ખપાવી નાંખે છે. [૫] શો વિનાનો એકલો સૈનિક કે સૈનિક વિનાના એકલાં શસ્ત્રોની જેમ, જ્ઞાન વિનાનું ચારિત્ર અને ચાસ્ત્રિ વિનાનું જ્ઞાન મોક્ષાસાઘક બની શકતા નથી. [5] મિથ્યાદૃષ્ટિને જ્ઞાન હોતું નથી, જ્ઞાન વિના ચારિત્ર ગુણો હોતા નથી. ગુણ વિના સંપૂર્ણ ક્ષયરૂપ મોક્ષ નથી અને સંપૂર્ણ કર્મક્ષય-મોક્ષ વિના નિર્વાણ-પરમ શાંતિનો અનુભવ નથી. [9] જે જ્ઞાન છે એ જ કરણ-ચાસ્ત્રિ છે, જે ચાસ્ત્રિ છે એ જ પ્રવચનનો સાર છે અને જે પ્રવચનનો સાર છે, એ જ પરમાર્થ છે, એમ જાણવું. [૩૮] પ્રવચનના પરમાર્થને સારી રીતે ગ્રહણ કરનાર પુરુષ જ બંધ અને મોક્ષને સ્પષ્ટ રીતે જાણીને તેઓજ જૂના-પુરાતન કર્મોનો ક્ષય કરે છે. [૯] જ્ઞાનથી સમ્યક્ ક્રિયા થાય છે અને ક્રિયાથી જ્ઞાન-આત્મસાત્ બને છે. આ રીતે જ્ઞાન અને સમ્યક્ ક્રિયાના યોગથી ભાવ ચારિત્રની શુદ્ધિ થાય છે. [૮] જ્ઞાન પ્રકાશ કરનાર છે, તપ શુદ્ધિ કરનાર છે અને સંયમ રક્ષણ કરનાર છે. આ રીતે જ્ઞાન, તપ અને સંયમ ત્રણેના યોગથી જિનશાસનમાં મોક્ષ કહ્યો છે. [૧] જગતના લોકો ચંદ્રની જેમ બહુશ્રુત-મહાત્મા પરપના મુખને વારંવાર જુએ છે, એનાથી શ્રેષ્ઠતર, આશ્ચર્યકારી અને અતિશય સુંદર કઈ વસ્તુ છે ? [] ચંદ્રથી જેમ શીતળ-જ્યોના નીકળે છે અને તે સર્વ લોકોને આનંદિત • આહાદિત કરે છે. એ પ્રમાણે ગીતાર્થ-જ્ઞાની પુરુષોના મુખથી ચંદન જેવા શીતળ જિનવચનો નીકળે છે, જે સાંભળીને મનુષ્યો ભવાટવીનો પાર પામે છે. [૮] દોરાથી પરોવાયેલી સોય જેમ કચરામાં પડેલી છતાં ખોવાતી નથી, તેમ આગમનો અભ્યાસી જીવ સંસાર અટવીમાં પડવા છતાં ખોવાતો નથી. [૮] જેમ દોરા વિનાની સોય નજરમાં નહીં આવતા ખોવાઈ જાય છે. તેમ સૂત્ર-શાસ્ત્ર બોધ વિના મિથ્યાત વડે ઘેરાયેલો જીવ ભવાટવીમાં ખોવાઈ જાય છે. | [૮૫] શ્રુતજ્ઞાન દ્વારા પરમાર્થનું ચયાર્થદર્શન થવાથી તપ અને સંયમ ગુણને જીવનભર અખંડિત રાખવાથી મરણ સમયે શરીર સંપત્તિનો નાશ થવા છતાં જીવને વિશિષ્ટ ગતિ-સદ્ગતિ અને સિદ્ધિગતિ પ્રાપ્ત થાય છે. [૬] જેમ વૈધ વૈધક શાસ્ત્રોના જ્ઞાન વડે રોગની નિપુણ ચિકિત્સા જાણે છે, તેમ શ્રુતજ્ઞાન વડે મુનિ ચાસ્ત્રિની શુદ્ધિ કેમ કરવી તે સારી રીતે જાણે છે. [૮] વૈદક ગ્રંથોના અભ્યાસ વિના જેમ વૈધ વ્યાધિની ચિકિત્સા જાણતો નથી, તેમ આગમિક જ્ઞાનથી રહિત મુનિ ચારિત્ર શુદ્ધિનો ઉપાય જાણી શકતો નથી. [૮] તે કારણથી મોક્ષાભિલાષી આત્માએ તીર્થકર ભગવંત પ્રરૂપિત આગમ શાસ્ત્રોના અર્થપૂર્વકના અભ્યાસમાં સતત ઉધમ કરવો જોઈએ. ૮િ૯] શ્રી જિનેશ્વર પરમાત્માએ બતાવેલા બાહ્ય અને અત્યંતર તપના બારે પ્રકારોમાં સ્વાધ્યાય સમાન અન્ય કોઈ તપ છે નહીં અને થશે પણ નહીં. [6] જ્ઞાનાભ્યાસની રૂચિવાળાએ બુદ્ધિ હોય કે ન હોય પણ ઉધમ અવશ્ય કરવો જોઈએ. કેમકે બુદ્ધિ જ્ઞાનાવરણીય આદિ કર્મોના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. [૧] અસંખ્ય જન્મોના ઉપાર્જન કરેલાં કમને, ઉપયોગયુક્ત આત્મા પ્રતિ

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24