Book Title: Agam 30B Chandravedhyaka Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
ગાથા-૧૬૦ થી ૧૬૩
૨૨૫
થયો છે કે ન સમ્યકત્વથી યુક્ત એવી વિશુદ્ધ બુદ્ધિ મળી છે.
[૧૬૪] દુઃખથી છોડાવનાર ધર્મમાં જે મનુષ્યો પ્રમાદ કરે છે, તેઓ મહા ભયંકર એવા સંસાર સાગરમાં લાંબાકાળ પર્યન્ત ભ્રમણ કરનારા થાય છે.
[૧૫] દેટ બુદ્ધિવાળા જે મનુષ્યો પૂર્વપુરુષ આચરિત જિન વચનના માર્ગને છોડતાં નથી, તેઓ સર્વે દુઃખોના પારને પામી જાય છે.
[૧૬૬] જે ઉધમી પુરુષો ક્રોધ, માન, માયા, લોભ તથા રાગ અને દ્વેષનો ક્ષય કરે છે. તેઓ પરમ શાશ્વત સુખરૂપ મોક્ષને અવશ્ય સાધનારા થાય છે.
[૧૬] પુરુષના મરણ સમયે માતા, પિતા, બંધુ અથવા પ્રિય મિત્રો કોઈપણ તેને જરાયે આલંબનરૂપ બનતા નથી. એટલે કે મરણથી બચાવી શકતા નથી.
| [૧૬૮] ચાંદી, સોનું, દાસ, દાસી, રથ, પાલખી આદિ વાહ્ય વસ્તુ મરણ સમયે આલંબન આપી શકતા નથી.
[૧૬] અશ્વ, હસ્તિ, સૈન્ય, ધનુષ કે રથ બળ આદિ કોઈ સંરક્ષક સામગ્રી માણસને મરણથી બચાવી શકતી નથી.
[૧૭] આ રીતે સંક્લેશ નિવારી, ભાવશલ્ય ઉદ્ધરનાર ચિનોક્ત સમાધિમરણ આરાધતો શુદ્ધ થાય છે.
[૧૭૧] વ્રતના અતિચારોની શુદ્ધિના ઉપાયને જાણનાર પોતાના ભાવશલ્યની વિશુદ્ધિ પરસાક્ષીએ જ કરવી.
[૧૭] જેમ ચિકિત્સા કરવામાં અત્યંત કુશળ વૈધ પણ પોતાના રોગ બીજા કુશળ વૈધને કહે, તેની બતાવેલી ચિકિત્સા કરે, તેમ સાધુ પણ યોગ્ય ગુરુની પાસે પોતાના દોષોને પ્રગટ કરીને તેની શુદ્ધિ કરે છે.
[૧૩] આ રીતે મરણકાળના સમયે મુનિને વિશુદ્ધ પ્રવજ્યા ઉત્પન્ન થાય છે. જે સાધુ મરણ સમયે મોહ પામતા નથી, તેને આરાધક કહેલાં છે.
[૧૭૪,૧૭૫] હે મુમુક્ષુ આત્મા! વિનય, આચાર્યના ગુણ, શિષ્યના ગુણ, વિનય નિગ્રહના ગુણ, જ્ઞાનગુણ, ચરણગુણ, મરણગુણની વિધિ સાંભળીને, તમે એવી રીતે વર્તે કે જેથી ગર્ભાવાસના વસવાટથી તથા મરણ, પુનર્ભવ, જન્મ અને દુર્ગતિના પતનથી સર્વથા મુક્ત બની શકાય.
ચંદ્રવેધ્યક પ્રકીર્ણકસૂત્ર ૭/૨, આગમ-૩૦/૨નો મુનિ દીપરત્નસાગરે કરેલ મૂળ સૂત્રાનુવાદ પૂર્ણ
2િ8/15]