Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra
Author(s): Bechardas Doshi
Publisher: Laghaswami Pustakalaya Limbdi

View full book text
Previous | Next

Page 9
________________ પ્રતિમા હોય તે તે શાશ્વતી હોય, મનુષ્ય લોકમાંની પ્રતિમા પેઠે અશાશ્વતી ન હોય; જિનનો અર્થ કાંઈ એક “તીર્થકર ભગવાન એજ થતો નથી, છતાં જે તે કોઈ તીર્થકરની પ્રતિમા હોય તે તેને આદિ હાય, અને જેને આદિ હોય તેને અંત પણ હોય; એટલે મનુષ્યલોકમાંની અશાશ્વતી પ્રતિમાની પૂજા શાસ્ત્રસિદ્ધ થતો નથી. આવા તે બીજા અનેક વિવાદના મુદ્દાઓ છે, પરંતુ જે મુદ્દાઓ માટે આ સૂત્ર યોજાયું છે તે મુદ્દાઓ ઉપર છેડાએજ પોતાના લક્ષને કેન્દ્રીભૂત કરે છે. રાયપાઇય સૂત્ર ભગવાને કહ્યું, તે સૂર્યાભદેવની પેઠે મનુષ્યોએ પ્રતિમાપૂજન કરવું એમ ઉપદેશવાને કહ્યું નથી, કે પ્રતિકૂળ પતિને પત્નીએ ઝેર દઈને મારી નાંખો એમ સૂચવવા માટે પણ કહ્યું નથી, પરંતુ પ્રદેશ રાજાને કેશી કુમારશ્રમણ પાસેથી જે આત્માવિષયક તત્ત્વજ્ઞાન સાંપડયું હતું, તેથી તેને જે અભુત જીવનપટે થયો હતો, અને તેથી કરીને તે જે ઉચ્ચ પ્રકારના દેવત્વને પામ્યું હતું તે પ્રબોધવાને આ સૂત્ર યોજાયું હતું, અને તેટલા પૂરતો નિષ્કર્ષજ તેમાંથી કાઢવો જોઈએ. આ તત્ત્વ આ સૂત્રમાં સળંગ રીતે ઓતપ્રેત થઈ રહ્યું છે. સાધ્ય એક જ હોવા છતાં સાધન જુદાં જુદાં હોઈ શકે છે. ધર્મ આચરતા પ્રત્યેક મુમુક્ષુનું સાધ્ય મોક્ષ હોય છે એ વિષે વિવાદ નથી, વિવાદ માત્ર સાધન સંબંધે છે. પણ જ્યારે એ સાધન જ સાધ્ય બની જાય છે, ત્યારે વિવાદનું સ્થાન વિતંડા અને કલહ લે છે. વર્તમાન કાળની એ એક વિષમતા છે. હું સ્થાનકવાસી વર્ગને એક સાધુ છું અને લીંબડી સંપ્રદાયમાં દીક્ષા પામ્યો છું. મારી લીંબડી– સાંપ્રદાયિકતા એમ બોલે કે મારા સંપ્રદાયમાં રહી ધર્મ આચરનાર જ મોક્ષને અધિકારી બની શકે, મારી સ્થાનકવાસી વર્ગીયતા એમ ઉચ્ચરે કે મારા વર્ગની માન્યતા પ્રમાણે ધર્મનું પાલન કરે તો જ આત્મા મુક્ત દશાને પામે, મારું નવ એમ કહે છે કે જૈનેતરેએ કદાપિ મુકિતની આશાજ રાખવી નહિ અને મારું આયત્વ એમ ઘેષણ કરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 262