Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra
Author(s): Bechardas Doshi
Publisher: Laghaswami Pustakalaya Limbdi

View full book text
Previous | Next

Page 11
________________ ૧૦ વિતંડા અને કલહને પિષી રહ્યા છે, તેને તેઓ વિચાર કરી જુએ એટલું જ ઈચ્છું છું. રાયપસેલુઈને પસી રાજા અને બૌદ્ધ દીવનિકાય'ને પાયાસી રાજા એ બેઉ એકજ વ્યક્તિ હોય એમ માનવામાં કારણો પં. બેચરદાસજીએ ટિપણમાં દર્શાવ્યાં છે, તે જોતાં એને એક ઐતિહાસિક વ્યક્તિ માની શકાય તેમ છે. મહાવીર ભગવાનના કાળે આર્યાવર્તમાં આત્મતત્ત્વજ્ઞાનના જે મત-મતાંતર પ્રવર્તતા હતા તે જોતાં આત્મા અને દેહને એકજ માનનાર ચાર્વાકવાદી કઈ રાજા હોય એ શક્ય છે, અને એવા રાજાને કેશ કુમારશ્રમણે આત્માની નિત્યતા, પુનર્જન્મ અને ઈહલોક તથા દેવલોકને સાંકળનારી જીવનચર્યા વિષે ઉપદેશ આપી તેની શંકાઓનું નિવારણ કરી, તેને જીવનપ નીપજાવ્યો હોય એ પણ શક્ય છે. તત્કાલીન જે જે માન્યતાઓએ જનતાને ચાર્વાકવાદ તરફ ઘસડી હોય, તે તે માન્યતાએનું નિરસન એક રાજા સમીપે કરવામાં આવ્યું હોય, અને પછી તે આખા પ્રકરણને મહાવીર ભગવાને સૂર્યાભદેવના પરિચયકાળે ગૌતમાદિને કહી સંભળાવ્યું હોય, એ સંભવિત છે. પૂર્વજન્મ હતો, વર્તમાન જન્મે છે અને પુનર્જન્મ થશેઅર્થાત્ આત્માનું નિત્ય એ વર્તમાનકાળે બધા આર્ય ધર્મોને પાયે મનાય છે. ભારતમાં ધર્મમંથનના કાળમાં વિવિધ દર્શને એ પાયા સંબંધેજ વિવાદે ચડ્યાં હતાં, પરંતુ છેવટે આત્માની નિત્યતા માન્ય રાખનારા ધર્મો જ વિજયી નીવડી પ્રચાર પામ્યા હતા. જૈન ધર્મ એ ધર્મોમાંનું એક છે. પરદેશી પ્રજાના આગમન સાથે પશ્ચિમના જડવાદની અસર ભારત પર થઈ અને પૂર્વજન્મ-પુનર્જન્મ વિષેની માન્યતા ડગમગવા લાગી, ત્યારે પશ્ચિમમાંથીજ આવેલી થીએસેફી એ માન્યતાને સુદઢ કરવામાં દેશના બીજા ધર્મોની સાથે રહી અને તેણે પણ કાંઈક કાર્ય કરી બતાવ્યું. સ્વ. ડે. બેસંટે પુનર્જન્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 262