Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra
Author(s): Bechardas Doshi
Publisher: Laghaswami Pustakalaya Limbdi

View full book text
Previous | Next

Page 10
________________ કે આર્યાવર્તમાં જન્મ પામ્યા સિવાય આ બ્રહ્માંડનો એક પણ જીવ મેક્ષમાર્ગી થવાનો નથી, તે મારા સંપ્રદાય, વર્ગ, ધર્મ કે કુળવાળાઓ ભલે ગર્વથી ફુલાય, પરંતુ હું તો એમ જ માનું કે મને એકાંત સાધનમેહ ઉપજ્યા છે. સાધ્ય પ્રતિની મારી દૃષ્ટિ ચલિત થઈ ગઈ છે. આવી જ રીતે જ્યારે જ્યારે હું જૈન અને જૈનેતરના પરિચયમાં આવું છું, ત્યારે ત્યારે હું તેઓની નરી સાધનપ્રિયતા જોઈને નિઃશ્વાસ નાખું છું અને સાધ્યસાધનાની વાત પૂછું છું ત્યારે કઈ કઇ તરફથી જ કાંઈક સંતોષકારક જવાબ મેળવી શકું છું. તાત્પર્ય એ છે કે સાધન સંબંધીની આપણી વિતંડા આજકાલ એટલી બધી વધી ગઈ છે કે સાધ્ય તરફ આપણી દષ્ટિ સ્થિર રહી શકતી નથી, અને પરિણામ એ આવે છે કે આપણે કેવળી કથિત સૂત્રેાના તત્વને પચાવવાનો વિચાર પણ કર્યા વિના એ સૂત્રોમાંના ઇતર અંશોને ઝટ પકડી લઈ તેને વાગોળવા મંડી જઈએ છીએ. આજ દષ્ટિપૂર્વક સૂત્રોને માન્ય રાખનારા જૈન ભાઈઓને અને સાધુઓને હું એક વિનતિ કરવા ઈચ્છું છું. મૂર્તિપૂજક કે અમૂર્તિપૂજક જેનોના જે ગો, સ...દાય કે સમુદાયે હેય, તેમણે એ સૂત્રનવનીતને પચાવતાં કેવળ સાધ્ય તરફ લક્ષ રાખવું જોઈએ છે. નવનીતને છૂટું પાડનારી છાશ જાડી-પાતળી કે ખાટી-મોળી ભલે હોય, પરંતુ એ છાશ માટેના વિવાદ–વિતંડાને જ્યાં સુધી છોડવામાં નહિ આવે, ત્યાંસુધી પેલા નવનીત તરફ આપણું નજર જવાની નથી, આપણે તે આરોગવાના નથી, તેને પચાવી શકવાના નથી, અને તે પછી આખું જીવન સાધન વાગોળવામાં વીતાડી સાધ્યથી તો દૂર ને દૂર જ રહેવાના. અને સાધન વાળવામાંય આપણે પોતે જ માનતા હોઈએ ત્યાંસુધી ઠીક છે, પરંતુ આપણે પડોશી પણ એજ સાધન વાગોળે તોજ તે આપણે બંધુ, નહિતો આપણો શત્રુ, એવી માન્યતા અને તેને પ્રચાર તે અહિંસાધર્મને તિલાંજલિ દેવા બરાબર છે. મૂર્તિપૂજક-અમૂર્તિપૂજક જૈન સમુદાયો આ સાધનભેદને કારણે કેવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 262