Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Author(s): Bechardas Doshi Publisher: Laghaswami Pustakalaya Limbdi View full book textPage 8
________________ ઉપઘાત “શ્રી રાયપણુઇય સુર” જૈન સમાજમાંના વેતામ્બર જૈન વિભાગમાં સન્માન્ય છે; બીજે દિગંબર જૈન વિભાગ જૈન સુત્રોને માન્ય રાખતા નથી. વેતામ્બર જૈન વિભાગ મૂળ સૂત્રને શ્રી તીર્થંકરદેવકથિત માને છે, દિગમ્બર જૈન વિભાગ તેમ માનવાની ના કહે છે. શ્વેતામ્બર જૈન વિભાગમાં મૂર્તિપૂજક વિભાગ જે ૪૫ આગમને માને છે, અને અમૂર્તિપૂજક – સ્થાનકવાસી જૈન વિભાગ જે ૩૨ સૂત્રોને માને છે, તેમાં રાયપણુઈ સૂત્રનું મહત્ત્વનું સ્થાન છે. તેમાં પ્રદેશી રાજા અને પાર્શ્વપ્રભુના સંતાનીય શ્રી કેશી કુમારશ્રમણનો પ્રસંગ છે. કેશી કુમારના ઉપદેશથી પ્રદેશ રાજાની જીવનચર્યા સુચ્છું માર્ગે પરિવર્તન પામે છે અને તે અત્યંત તપસ્વી જીવનશેષ જીવી, ક્ષમાં ધારણ કરી, મૃત્યુ પામી, સૂર્યાભ વિમાનમાં સૂર્યાભદેવ તરીકે ઉત્પન્ન થઈ મહાદ્ધિને ઉપભેગ કરે છે; એવું દેવત્વ પામનાર પ્રદેશી રાજાની જીવનચર્યા એજ આ આખા સૂત્રનું એકલ તેજસ્વી કિરણ છે, એમ આપણે સંક્ષેપમાં કહી શકીએ. મૂર્તિ પૂજક વર્ગ અને સ્થાનકવાસી વર્ગ આ સૂત્રને એક બીજી દૃષ્ટિથી વિવાદનું કેન્દ્ર બનાવે છે. સૂર્યાભદેવ જિનપ્રતિમાનું પૂજન કરે છે, એને મૂર્તિપૂજક વર્ગ અત્યંત મહત્ત્વ આપીને એમ સિદ્ધ કરે છે કે જિનપ્રતિમા સૂત્રમાં કહી છે, એટલે કે મૂર્તિપૂજા કેવળીભાષિત છે, અતિપ્રાચીન છે અને દેવલોકમાં તેમજ મનુષ્યલોકમાં મૂર્તિપૂજાને મહત્ત્વનું સ્થાન છે. સ્થાનકવાસી વર્ગ કહે છે કે મૂર્તિપૂજા એ તો દેને કુળાચાર છે, પરંતુ સૂર્યાભદેવે જે જિનપ્રતિમાનું પૂજન કર્યું હતું એમ સૂત્રમાં કહ્યું છે તે કયા જિનની – કયા તીર્થકરની પ્રતિમા હતી, એ સૂત્રમાં કહ્યું નથી; વળી દેવલોકમાં જિન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 262